For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આપણું ભાગ્ય આપણા કર્મો પર આધારિત છે?

અમે અમરા કેટલાક લેખમાં વાત કરી છે કે ભગવાન નહીં પરંતુ માનવી પોતાનું ભાગ્ય જાતે જ બનાવે છે. પરંતુ આપણે આવું કેવી રીતે કરી શકીએ છીએ?

|
Google Oneindia Gujarati News

અમે કેટલાક લેખમાં વાત કરી છે કે ભગવાન નહીં પરંતુ માનવી પોતાનું ભાગ્ય જાતે જ બનાવે છે. પરંતુ આપણે આવું કેવી રીતે કરી શકીએ છીએ? જો માનવીને પોતાની રીતે દરેક કામ કરવા દેવામાં આવે તો તેનું પરિણામ શું આવશે ? લોકો ફક્ત પોતાના વિશે જ વિચારશે અને પોતાના ખિસ્સા ભરશે, આગળ વધી જશે.

કોઈ પણ રેસમાં એક વ્યક્તિ પહેલું આવે છે અને કોઈ બીજા નંબર પર, જો માનવી પોતાનું ભાગ્ય લખવાની તક આપવામાં આવે તો તે હંમેશા પોતાની જાતને આગળ રાખશે અને બીજાને પાછળ.

આજે આ લેખમાં અમને મનુષ્યના કર્મ વિશે જણાવીશું. શું ખરેખર આપણા કર્મ આપણું ભવિષ્ય સુધારે છે કે પછી બગાડે છે ?

કર્મોનો ખેલ

કર્મોનો ખેલ

આ બધો કર્મનો ખેલ છે. આપણે જે કરીએ છે ફક્ત તે જ આપણા કર્મ નથી, પરંતુ આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ તે પણ આપણા કર્મ છે. કહેવાય છે કે આ સંસારને આપણે જે પણ આપીએ છીએ તે કોઈને કોઈ રીતે આપણી પાસે પાછું આવે છે. આ રીતે આપણા કર્મ જ આપણું ભાગ્ય નક્કી કરે છે. કારણ કે આપણે કર્મ કરીએ છીએ, તો આપણા ભાગ્ય માટે જવાબદાર પણ ખુદ જ છીએ.

જો તમે કોઈને દુ:ખ આપો છો તો ભવિષ્યમાં કોઈને કોઈ રીતે તે તમને પાછું મળશે. બીજી તરફ જો તમારા કારણે કોઈ ખુશ થાય છે તો એકના એક દિવસે તમારા જીવનમાં પણ ખુશીઓ જરૂરી આવશે. તે ઉર્જા સ્વરૂપે એકથી બીજી જગ્યાએ નિયત લક્ષ્ય સુધી પહોંચે જ છે.

જીવનમાં અનપેક્ષિત ઘટનાઓ, ભૂતકાળના કર્મનું પરિણામ

જીવનમાં અનપેક્ષિત ઘટનાઓ, ભૂતકાળના કર્મનું પરિણામ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ અચાનક તમારી પાસે આવીને ઝઘડે છે, કે પછી તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે કેમ તમે કોઈ વ્યક્તિને ખૂબ પસંદ કરો છો અને કોઈ તમને સાવ જ નથી ગમતા. આ કર્મ છે. કોઈના કારણે કોઈને દુ:ખ પહોંચે છે તો તે વ્યક્તિને પણ એવી જ મુશ્કેલીમાંથી પસાર થવુ પડે છે. વ્યક્તિનો પ્રેમ કે ઘ્રુણા કોઈને કોઈ રીતે તેના સુધઈ પહોંચી જ જાય છે. એટલે જ કહેવાય છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તે ભવિષ્યમાં ક્યારેકને ક્યારેક આપણને પ્રેમ જરૂર કરશે. તેને કહેવાય છે ભાગ્યના રૂપમાં કર્મ. જ્યારે આપણે કર્મનું ફળ મળવામાં ટાઈમ લાગે છે ત્યારે લાગે છે એટલે કે આ જન્મમાં કરેલા કર્મનું ફળ આવતા જન્મમાં મળે છે તો આપણને તે યાદ રહેતું નથી. એટલે આપણાં મનમાં સવાલ ઉભો થાય છે કે આખરે કેમ ?

દ્રોપદીનો શ્રીક્રિષ્નને પ્રશ્ન

દ્રોપદીનો શ્રીક્રિષ્નને પ્રશ્ન

મહાભારતમાં જ્યારે કૌરવોએ દ્રૌપદીનું અપમાન કર્યું, ત્યારે તે શ્રી ક્રિષ્ણ પાસે પહોંચ્યા અને સવાલ પૂછ્યો કે આ જઘન્ય અપરાધનો ભોગ તે જ કેમ બન્યા. દ્રોપદીએ કહ્યું કે શું આ તેનું ગયા જન્મના કર્મનું ફળ છે. કે જાહેરસભામાં તેની સાથે આ અભદ્ર વ્યવહાર થયો.

આ સવાલનો ક્રિષ્ણએ સુંદર જવાબ આપ્યો. ક્રિષ્ણએ કહ્યું કે આ પાછલા જન્મનું ફળ નથી પરંતુ કૌરવોના એ ખરાબ કામનું ફળ છે, જેનાથી તેઓ પાપનો ભાગ બન્યા છે.

વિચારોથી કર્મ

વિચારોથી કર્મ

આ વાત વિચારો પર પણ લાગુ પડે છે. જો તમે કોઈ વ્યક્તિને મનમાં જ ભાંડશો અને બહાર તેની સાથે સારો વ્યવહાર કરશો તો તમારી નકારાત્મક ઉર્જા સામે વાળા સુધી પહોંચશે અને તે તમને પસંદ નહીં કરે. પછી તે આશીર્વાદ હોય કે શ્રાપ પોતાના લક્ષ્ય સુધી પહોંચે જ છે.

એટલે જ વિચારોના માધ્યમથી થતું પાપ પણ પાપ જ છે. આપણએ બે પ્રકારે વિચારીએ છીએ. એક સારું અને એક ખરાબ. કેટલીકવાર આપણને પોતાના સારા ખરાબ કર્મનું ફળ ઝડપથી મળે છે, તો કેટલીકવાર જન્મોજન્મ પછી. દાખલા તરીકે કોઈ વ્યક્તિના ઘરે જઈએ અને તે વ્યક્તિ આપણી સાથે સારો વ્યવહાર ન કરે તો આપણે વિચારીએ છીએ કે આપણી કોઈ ભૂલ નથી. આપણે લાગે છે જે થઈ રહ્યું છે, તે ભગવાનની ઈચ્છા છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે એક પિતા પોતાના બાળકોને ક્યારેય દુખ નથી પતો.

આ બધું આપણા વિચારો, કર્મ અને વાણીના રૂપમાં થયેલા કર્મ હોય છે, જમા ક્યારેકને ક્યારેય પાછા આવે જ છે. એવામાં માની લઈએ કે જો આપણી સાથે કશુંક ખરાબ થઈ રહ્યું છે તો તેનું કારણ આપણે ખુદ છીએ. કારણ કે ક્યાંક ને ક્યાં આપણે પણ કોઈની સાથે ખરાબ વર્તન કર્યું હશે, જેનું ફળ આપણને મળી રહ્યું છે.સાથે જ એ વાત પણ ધ્યાનમાં રાખવીએ જોઈએ કે આ ભૂલ આપણે ફરી ન કરીએ

કારણ કે આ વાતની શરૂઆત ક્યાંથી થઈ તે આપણને યાદ રહેતું નથી. એટલે આપણે પોતાની આસપાસ આવી ઉર્જા પેદા જ ન થવા દેવી જોઈએ, જેનાથી બીજાને તકલીફ પડે.

શું બધું પૂર્વનિર્ધારિત હોય છે?

શું બધું પૂર્વનિર્ધારિત હોય છે?

જેમ કે અમે તમને પહેલા પણ કહ્યું કે આપણા કર્મ જ આપણું ભાગ્ય નક્કી કરે છે. પાછલા કર્મ અને તેના પરિણામને સ્વીકાર કરવા જોઈએ. સાથે જ ભવિષ્યમાં પણ સારા કર્મ કરવા જોઈએ.

English summary
Does Our Karma Determine Our Destiny?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X