For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેંગશુઈઃ પીળા રંગના ફૂલ તમારા જીવનમાં લાવશે નવો ઉત્સાહ

ફૂલ પ્રેમનું પ્રતીક છે, ફૂલ સુંદરતાનું પ્રતીક છે. ફૂલ કુદરતનું પ્રતીક છે. એટલે ફૂલો દ્વારા માનસિક અસંતુલનને સંતુલિત કરી શકાય છે, નકારાત્કમક્તા અટકાવી શકાય છે, વાતવરણ સુધારી શકાય છે.

|
Google Oneindia Gujarati News

ફૂલ પ્રેમનું પ્રતીક છે, ફૂલ સુંદરતાનું પ્રતીક છે. ફૂલ કુદરતનું પ્રતીક છે. એટલે ફૂલો દ્વારા માનસિક અસંતુલનને સંતુલિત કરી શકાય છે, નકારાત્કમક્તા અટકાવી શકાય છે, વાતવરણ સુધારી શકાય છે. પછી ભલે ફૂલ કૃત્રિમ કેમ ન હોય. ફૂલ જીવનમાં સક્રિયતા વધારે છે. તેનાથી નકારાત્મક્તા દૂર થાય છે. ફૂલ મનને સુગંધિત કરે છે. આ ઉપરાંત ઘરના વાસ્તુમાં પણ ફૂલ સહાયક હોય છે. જી હાં, જ્યારે ઘરનું વાસ્તુ નક્કી થાય ત્યારે જેમ ઘરના જુદા જુદા સામાનને કે ચીજવસ્તુઓને વાસ્તુ પ્રમાણે ગોઠવવામાં આવે છે, તેવી જ રીતે જો વાસ્તુ કે ફેંગશુઈ પ્રમાણે ફૂલની જગ્યા નક્કી થાય તો ઘરમાં પરિવર્તન આવી શકે છે. જો તમારા જીવનમાં પણ નકારાત્કમક્તા અનુભવાતી હોય તો તમારે પણ ઘર કે ઓફિસમાં ચોક્કસ જગ્યાએ ફૂલ રાખવા જોઈએ. તો ચાલો જાણીએ ઘરમાં વાસ્તુ પ્રમાણે ફૂલ કેવી રીતે લગાવી શકાય છે.

આ પણ વાંચો: દેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય

લાલ રંગના ફૂલ

લાલ રંગના ફૂલ

આમ તો લાલ રંગના ફૂલ સામાન્ય રીતે પ્રેમ અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. પરંતુ લાલ રંગનું મહત્વ અન્ય રીતે પણ છે. લાલ રંગના ફૂલ વ્યક્તિને ઉત્સાહિત કરે છે. એટલે લાલ રંગના ફૂલ દક્ષિણ દિશામાં અને પીળા રંગના ફૂલ દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર પૂર્વમાં હોવા જોઈએ. અહીં મૂકેલા ફૂલથી વ્યક્તિ ઉત્સાહિત રહે છે. નવું કામ કરવા હંમેશા સજ્જ રહે છે.

બેડરૂમને સુંદર લૂક

બેડરૂમને સુંદર લૂક

સામાન્ય રીતે આપણે બેડરૂમને સુંદર લૂક આપવા માટે તાજા ફૂલ મૂક્તા હોઈ છીએ, પરંતુ ફેંગશુઈ મુજબ ફ્રેશ ફૂલ બેડરૂમમાં ન હોવા જોઈએ. સાથે જ સુકાયેલા ફૂલ પણ વધુ સમય ન રાખી મૂકવા જોઈએ. સુકાયેલા ફૂલ ફૂલદાનીમાંથી કાઢી લેવા જોઈએ. ફૂલદાનીમાં હંમેશા તાજા ફૂલ લગાવો અને તેને દક્ષિણ દિશામાં જ રાખો. આમ કરવાથી જીવનમાં સન્માન મળશે.

જાંબલી રંગની ફૂલદાની

જાંબલી રંગની ફૂલદાની

જો તમારા પરિવારમાં નાની મોટી બોલાચાલી થતી રહેતી હોય તો ફૂલ આ મુશ્કેલીનો પણ ઉકેલ લાવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે સંબંધ સુમધુર કરવા માટે જાંબલી રંગની ફૂલદાની અગ્નિખૂણામાં રાખવી જોઈએ. ધ્યાન રાખો કે જો ફૂલ સુકાઈ જાય તો તેને બદલીને તાજા ફૂલ જ મૂકો.

તાજા ફૂલને ઓફિસમાં રાખવામાં આવે

તાજા ફૂલને ઓફિસમાં રાખવામાં આવે

ફૂલ છોડનું પ્રતિનિધિત્વ કરે છે. છોડ એટલે મૂળ તો લાકડું. છોડની ડાળી અને મૂળ્યા લાકડાના જ બનેલા હોય છે. બસ તે ઝાડ કરતા થોડા નરમ હોય છે. લાકડા તત્વનો અર્થ છે- વિકાસ, ઉન્નતિ વગેરે. એટલે તાજા ફૂલને ઓફિસમાં રાખવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા સંતુલિત રહે છે.

તાજા ફૂલ

તાજા ફૂલ

તાજા ફૂલ હંમેશા ઉત્સાહ અને નવું કરવા પ્રેરિત કરે છે. વિજ્ઞાન કહે છે કે તાજા ફૂલ વાતાવરણને શુદ્ધ કરે છે. તેને દરવાજા પાસે રાખવા જોઈએ, જેથી દરવાજામાંથી સકારાત્મક ઉર્જા અંદર આવે.

બોન્ઝાઈ

બોન્ઝાઈ

બોન્ઝાઈ ભલે સુંદર હોય પણ તેને ઘરમાં ન રાખવા જોઈએ. બોન્ઝાઈ પોતે જ એવો પ્રકાર છે જે મોતા કે વિરાટ વૃક્ષોને નાના કરીને રાખે છે. બોન્ઝાઈ જો ઘરમાં હોય તો ઘરનો વિકાસ રોકાઈ જાય છે. એટલે વાસ્તુ અને ફેંગશુઈ બંનેમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત મનાયો છે.

English summary
Feng shui tips: yellow flowers will flourish your life with new energy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X