For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્ય ગ્રહણ 2019: આ રાશિઓ પર અસર થશે

જુલાઈ મહનામાં એક નહીં પરંતુ બે બે ખગોળીય ઘટના બનવાની છે. આ મહિનામાં પહેલા સૂર્ય ગ્રહણ અને પછી ચંદ્રગ્રહણ થવાનું છે.

|
Google Oneindia Gujarati News

જુલાઈ મહનામાં એક નહીં પરંતુ બે બે ખગોળીય ઘટના બનવાની છે. આ મહિનામાં પહેલા સૂર્ય ગ્રહણ અને પછી ચંદ્રગ્રહણ થવાનું છે. અષાઢમાં કૃષ્ણ પક્ષની અમાસ એટલે કે 2 જુલાઈ 2019ના રોજ મંગળવારે ખગ્રાસ સૂર્ય ગ્રહણ થશે. આ વર્ષનું બીજું ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું કારણ કે જે સમયે ગ્રહણ થશે તે સમયે ભારતમાં રાત હશે, જ્યાં ગ્રહણ દેખાશે, ત્યાં સૂતક મનાશે.

તમને જણાવી દઈએ કે 2 જુલાઈએ થનારું સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર અને દક્ષિણ મધ્ય અમેરિકા તેમજ આર્જેન્ટિનામાં દેખાશે. ભારતીય સમય પ્રમાણે ગ્રહણ 2 જુલાઈની રાતે લગભગ 10 વાગીને 25 મિનિટે શરૂ થશે, જે રાત્રે 3 વાગીને 21 મિનિટે સમાપ્ત થશે. ભારતમાં ભલે સૂર્યગ્રહણ દેખાવાનું ન હોય, પરંતુ તમામ 12 રાશિ પર તેની અસર જરૂર થશે. આ ગ્રહણની નકારાત્મક અસર મિથુન, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર અને કુંભ રાશિના જાતકો પર થશે.

આ પણ વાંચો: જો તમારા ગ્રહની આવી છે સ્થિતિ, તો થઈ શકે છે વિદેશ યાત્રા

મિથુન રાશિ

મિથુન રાશિ

આ રાશિના જાતકોને આરોગ્ય અંગે મુશ્કેલી આવી શકે છે. માથા સંબંધિત સમસ્યા આવી શકે છે. તેમને ખભા અને કમરમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આર્થિક સ્થિતિ ગરબડ રહેવાની સંભાવના છે, સાથે જ દાંપત્યજીવનમાં તણાવ રહી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિ

આંખો અંગે મુશ્કેલી રહેશે. અચાનક ખર્ચા વધી શકે છે. આરોગ્ય સારું નહીં રહે. પરંતુ તમે તમારું જૂનું દેવું સૂકવવામાં સફળ રહેશો. સાથે જ દુશ્મનો પર વિજય મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિ

આર્થિક સ્થિતિમાં સુધારો થશે કારણ કે તમને આવકના નવા સ્રોત શોધવામાં સફળ રહેશો. આરોગ્ય અંગે સાવધાન રહો. ઈજા કે ઓપરેશનની શક્યતા છે. શિક્ષણ અંગે જોડાયેલા જાતકોને અવરોધ આવી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિ

તમને મનમાં કોઈ ડર સતાવી શકે છે. છાતી અંગેની તકલીફ પરેશાન કરી શકે છે. પરિવાર અંગેની કોઈ સમસ્યા આવી શકે છે. ગાડી કે પછી ઘર ખર્ચ ચૂકવવો પડી શકે છે.

ધન રાશિ

ધન રાશિ

ધન રાશિના લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખે. તમને માથાનો દુખાવો તઈ શકે છે. પેટ અંગેને કોઈ રોગ તમને પરેશાન કરી શકે છે. લગ્ન કરેલા જાતકોના ગૃહસ્થ જીવનમાં મુશ્કેલી આવી શકે છે .

મકર રાશિ

મકર રાશિ

મકર રાશિના જાતકો સતર્ક રહે, તમારા શત્રુઓ સક્રિય થઈ શકે છે. તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે. કામકાજ મામલે ઉચ્ચ અધિકારીઓ દબાણ બનાવી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવની સાથે સાથે શારીરીક મુશ્કેલી પણ આવી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને સંતાન પક્ષ તરફથી મુશ્કેલી આવી શકે છે. તમારુ મન અશાંત રહેશે, તમારું આરોગ્ય કથળી શકે છે. એટલે તમે દરેક કામમાં આળસ કરી શકો છો.

English summary
solar eclipse effect on different zodiac sings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X