For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમારી હથેળીમાં પણ સાપનું ચિહ્ન બને છે?

શું તમારી હથેળીમાં પણ સાપનું ચિહ્ન બને છે?

|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મમાં સાપને દેવાનું સ્થાન પ્રાપ્ત છે. તે ભગવાન શિવના ગળામાં સુશોભિત રહે છે. તે અત્યંત ખતરનાક અને જીવલેણ જરૂર છે પરંતુ તે લક્ષ્મીનું પણ પ્રતીક છે. પૌરાણિક માન્યતાઓ મુજબ જ્યાં સાપ નિવાસ કરતો હોય ત્યાં આજુબાજુમાં ક્યાંક ધન જરૂર હોય છે. દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરે ધનની રક્ષા માટે ચોકીદાર તરીકે સર્પને નિયોક્ત કરી રાખ્યા હતા. વૈદિક જ્યોતિષમાં આની સાથે જોડાયેલ કેટલાય શુભ-અશુભ યોગ પણ છે જેમ કે કાલસર્પ દોષ, સર્પ દોષ વગેરે. આવી રીતે જ હસ્તરેખા શાસ્ત્રમાં પણ હથેળીમાં સર્પ ચિહ્નનું પણ અલગ જ મહત્વ છે. તે વિવિધ રેખાઓ અને પર્વતો પર વિવિધ શુભ-અશુભ પ્રભાવ દેખાડે છે.

સાપનું ચિહ્ન હોવું શુભ પણ અને અશુભ પણ

સાપનું ચિહ્ન હોવું શુભ પણ અને અશુભ પણ

હથેળીમાં સાપનું ચિહ્ન હોવું શુભ પણ હોય છે અને અશુભ પણ. નિશાન કયા સ્થાન પર છે તેના પર શુભ-અશુભ અસર નિર્ભર કરે છે. અમે શુક્ર પર્વતથી પ્રારંભ કરીએ છીએ. શુક્ર પર્વત અંગુઠાના નીચેના સ્થાને હોય છે. અહીં દાંપત્ય સુખ, યૌન સંબંધન, આકર્ષણ, પ્રેમ સંબધ અને ભૌતિક સુખ-સુવિધાઓ, ભોગ વિલાસનું સ્થાન હોય છે. આ સ્થાન પર સાપનું ચિહ્ન હોવું મતલબ કે વ્યક્તિને ભોગ-વિલાસના સાધન બહુ પ્રાપ્ત થતાં હોય છે, પરંતુ દાંપત્ય જીવનમાં કષ્ટ પેદા થઈ શકે છે. આવા વ્યક્તિનું પારિવારિક જીવન 38 વર્ષની ઉંમર સુધી સંકટપૂર્ણ રહે છે.

તર્જની આંગળીની નીચે ગુરુ પર્વત હોય છે

તર્જની આંગળીની નીચે ગુરુ પર્વત હોય છે

તર્જની આંગળીની નીચે ગુરુ પર્વત હોય છે. જેના પર સાપનું નિશાન હોવું એટલે કે વ્યક્તિ અત્યંત ગુણવાન અને જ્ઞાનવાન હોય છે. આ પર્વત પર સર્પનું મુખ ઉપર એટલે કે આંગળી તરફ જાય તો વ્યક્તિ આધ્યાત્મના ક્ષેત્રમાં ઉંચાઈઓ હાંસલ કરી શકે છે, પરંતુ સર્પનું ચિહ્ન નીચે તરફ હોય તો વ્યક્તિની અધોગતિ થાય છે. એવા વ્યક્તિઓએ કેટલીય વાર અપમાનજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

મધ્યમ આંગળીની નીચે શનિ પર્વત હોય છે અને તેના પર જ ભાગ્યરેખા સમાપ્ત થતી હોય છે. જો આ સ્થાન પર સાપનું ચિહ્ન હોય તો જાતક અપાર ધન સંપત્તિનો માલિક બની શકે છે. યદિ સર્પ રેખા બેગણી હોય તો તેની ઉલટી અસર થતી હોય છે. આવા વ્યક્તિ પોતાનું પહેલેથી એકઠું કરેલ ધન પણ વ્યસનોમાં ગુમાવી બેસે છે.

સાપના કારણે સૂર્ય ગ્રહણ જેવી સ્થિતિ

સાપના કારણે સૂર્ય ગ્રહણ જેવી સ્થિતિ

અનામિકા આંગળીની નીચે સૂર્ય પર્વત હોય છે. આ સ્થાન પર સાપનું ચિહ્ન હોવું અશુભ હોય છે. અહીં સાપનું ચિહ્ન હોવાનો મતલબ જીવન સંકટપૂર્ણ હશે. આવા વ્યક્તિ જીવનમાં ક્યારેક પ્રગતિ કરી શકતા નથી. એક રીતે અહિં સર્પના કારણે સૂર્ય ગ્રહણ જેવી સ્થિતિ માનવામાં આવે છે.

કનિષ્ઠિકા આંગળીની નીચે બુધ પર્વત હોય છે જે વ્યાપાર, વ્યવસાયનું સ્થાન છે. અહીં સર્પનું ચિહ્ન હોવાનો મતલબ કે વ્યક્તિ માનસિક રૂપે મજબૂત રહે છે અને પોતાના નિર્ણયનો પાક્કો હોય છે. આવો વ્યક્તિ એકવાર કંઈક કરવાનું નક્કી કરી લે પછી તે કરીને જ ઝંપે છે. બિઝનેસના ક્ષેત્રમાં આવા વ્યક્તિ સફળ થતા હોય છે.

ચંદ્ર પર્વત પર સાપનું ચિહ્ન હોવાથી વ્યક્તિને વિદેશથી ધન પ્રાપ્ત થતું હોય છે. વિદેશમાં નિવાસ કરે છે અને આવા વ્યક્તિના લગ્ન પણ વિદેશી યુવતી કે યુવક સાથે થાય છે.

રાશિ પ્રમાણે જાણો તમારા માટે કયા કલરની ગાડી છે લકીરાશિ પ્રમાણે જાણો તમારા માટે કયા કલરની ગાડી છે લકી

English summary
This Article is about the Palmistry symbol and sign known as the Snake. It discusses its meaning and its variations as found on hands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X