For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટલા વર્ષ જીવશો તમે? જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય

કેટલા વર્ષ જીવશો તમે? જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય

|
Google Oneindia Gujarati News

માણસ પોતાના આયુષ્યને લઈને સૌથી વધુ ચિંતિત રહેતો હોય છે. તેના મનમાં હંમેશા એક સવાલ ઉઠતો રહે છે કે તેનું આયુષ્ય કેટલું હશે? તે કેટલાં વર્ષ જીવશે? લોકોને તેમની ઉંમરને લઈને એટલી ચિંતા હોય છે કે તે હંમેશા કહેતો જોવા મળી છે કે મજા-મસ્તી કરી લો કોને ખબર કાલે હશું કે નહિ. તો આ સવાલનો જવાબ પણ તમારી જન્મ કુંડલીમાં જ છૂપાયેલો છે કે તમે કેટલું વર્ષ જીવશો. આ જાણવા માટે પૂર્ણ જ્ઞાનની આવશ્યકતા છે, માત્ર અમુક સ્થિતિઓ જોઈને ભવિષ્યવાણી કરી દેવી યોગ્ય નથી. આવો જાણીએ કે જન્મ કુંડલીથી કેવી રીતે જાણી શકાય કે તમારું આયુષ્ય કેટલા વર્ષનું છે.

જન્મકુંડલી

જન્મકુંડલી

જન્મકુંડલીમાં પ્રથમ સ્થાનને લગ્ન સ્થાન હેવાય છે. લગ્ન સ્થાનથી વ્યક્તિની શારીરિક સંરચના ઉપરાંત તેનો સ્વભાવ, ગુણ, પ્રકૃતિ અને આયુષ્યનું જ્ઞાન મેળવી શકાય છે. વૈદિક જ્યોતિષમાં આયુ જાણવા માટે કેટલીય રીત છે, પરંતુ લગ્નથી આ માલુમ કરી શકાય છે કે માણસ પૂર્ણ આયુ જીવશે કે નાની ઉંમરે જ મૃત્યુ પામશે. પુર્ણ આયુ 100 વર્ષ, મધ્ય આયુ 64 વર્, અને અલ્પ આયુ 32 વર્ષ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની અલ્પ આયુ છે તો તેનું મૃત્યુથી 32 વર્ષના મધ્યમાં થઈ જશે. મધ્ય આયુ હોય તો તેનું મૃત્યુ 32થી 64 વર્ષ દરમિયાન થશે અને પૂર્ણ આયુ હોય તો 64 વર્ષથી 100 વર્ષ દરમિયાન તેનું મૃત્યુ થશે.

કેવી રીતે જાણશો

કેવી રીતે જાણશો

કોઈ વ્યક્તિ પૂર્ણ આયુ છે, અલ્પ આયુ છે કે મધ્ય આયુ ધરાવે છે તે કેવી રીતે જાણશે, આના માટે લગ્ન સ્થાન જોવું જરૂરી છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને રાજા કહેવામાં આવે છે અને તે આયુકારક ગ્રહ છે. જેનો પૂર્ણ પ્રભાવ લગ્ન સ્થાન પર હોય છે. જો લગ્નેશ એટલે કે લગ્ન સ્થાનનો સ્વામી ગ્રહ સૂર્યનો મિત્ર હોય તો વ્યક્તિને પૂર્ણ આયુ પ્રાપ્ત થાય છે, જો લગ્નેશ સૂર્યનો શત્રુ હોય તો વ્યક્તિને અલપ આયુ પ્રાપ્ત થાય છે અને જો લગ્નેશ સૂર્યથી સરખો ભાવ રાખતો હોય તો વ્યક્તિને મધ્ય આયુ પ્રાપ્ત થાય છે.

કોણ છે સૂર્યનો મિત્ર, શત્રુ અને સૂર્યની સમાન

સૂર્યના મિત્ર ગ્રહ છે ચંદ્ર, મંગળ, ગુરુ
સૂર્યના સમાન ગ્રહ છે બુધ
સૂર્યનો શત્રુ ગ્રહ છે શુક્ર, શનિ, રાહુ, કેતુ

આ છે સૂર્યના મિત્ર, શત્રુ અને સમ લગ્ન

મિત્ર લગ્નઃ કર્ક, મેષ, વૃશ્ચિક, ધન, મીન
સમ લગ્નઃ મિથુન, કન્યા
શત્રુ લગ્નઃ વૃષભ, તુલા, મકર, કુંભ
સૂર્યનું સ્વંયનું લગ્ન સિંહ છે. માટે સિંહ લગ્ન વાળા સ્વાભાવિક રૂતે વધુ ઉંમર વાળા હોય છે.

આ વાતો જરૂર યાદ રાખવી

આ વાતો જરૂર યાદ રાખવી

કોઈપણ જ્યોતિષી કુંડલીનું અધ્યયન કરતી વખેત આયુ સંબંધિત અન્ય સ્થિતિઓનું પણ આકલન જરૂર કરે. લગ્ન મુજબ આયુ જાણવા માટે સૂર્યના અંશ અને તેની સાથે લગ્નના અંશોની સ્થિતિ પણ જોવી. આની સાથે કુંડલીના છઠ્ઠા સ્થાનથી રોગોની સ્થિતિ અને અષ્ટમ સ્થાનથી મૃત્યુના સંભવિત કારણો પણ જાણીને તે બાદ જ કોઈપણ પ્રકારની ભવિષ્યવાણી કરવી.

દેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાયદેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય

English summary
To interpret a kundli or horoscope first of all check whether inputs (date, month, year, time & place of birth) supplied by the client are correct or not.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X