For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાડી ચલાવનારાઓ માટે જરૂરી સમાચાર, જાણી લો આ નવા નિયમ

જો તમને પણ ડ્રાઇવિંગનો શોખ હોય તો તમારા માટે ખરેખર જરૂરી સમાચાર છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ પંજાબ રાજ્ય પરિવહન વિભાગએ એક નોટિફિકેશન જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

જો તમને પણ ડ્રાઇવિંગનો શોખ હોય તો તમારા માટે ખરેખર જરૂરી સમાચાર છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ પંજાબ રાજ્ય પરિવહન વિભાગએ એક નોટિફિકેશન જારી કરી છે. તે મુજબ જો કોઈ કાર માલિક કોઈ અકસ્માતમાં લુપ્ત થયો અને કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા તે ઇજાગ્રસ્ત થાય અથવા પ્રોપર્ટી ડેમેજ થાય છે, તો અકસ્માત કરનારાએ પર્યાપ્ત સિક્યોરિટી અમાઉન્ટ અથવા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ આપવા પડશે.

car accident

એરિયા મેજિસ્ટ્રેટ દ્વારા હરાજી કરવામાં આવશે

એ વાતની જાણકારી આપી દઈએ કે જો નવા નિયમો હેઠળ તમારી કાર સાથે અકસ્માત થાય છે, તો તમારે અકસ્માતમાં ભોગ બનેલાને વળતર ચૂકવવું પડશે. પરંતુ જો તમે તે ન કરી શકો તો તમારે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડશે. જણાવી દઈએ કે જો તમે આ બે શરતોને પુરી શકતા નથી તો તમારે તમારી કારથી હાથ ધોઈ નાખવાં પડશે. જી હા, જો કાર માલિક આ બે શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેની કારની 3 મહિનાની અંદર હરાજી કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે આ હરાજી તે વિસ્તારના મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.

જણાવી દઈએ કે આ સૂચના 3 એપ્રિલે જારી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે હરાજીમાંથી આવેલા નાણાંને ભોગ બનેલા વ્યકિતને વળતર તરીકે આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની આ સૂચના સત્તાવાર ગેઝેટમાં પબ્લિશ થયા પછી 8 એપ્રિલથી અમલમાં આવી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરના રોજ તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે અકસ્માતમાં લુપ્ત એવા વાહનો, જેમનું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ નથી, એ વેચીને અકસ્માતના ભોગ બનેલા લોકોને વળતર ચુકવવાનો નિયમ લઈને લાવે. આ માટે, સુપ્રીમ કોર્ટે 12 અઠવાડિયાનો સમય રાજ્યોને આપ્યો હતો. પરંતુ પંજાબમાં આ નોટિફિકેશન લગભગ 8 મહિના પછી જાહેર કરવામાં આવી છે.

English summary
Accident Victim Will Have To Pay Compensation Else Lose Your Car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X