For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવ્યાંગો માટે પહેલી વખત આવી વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર, જાતે ચલાવી શક્શો

દુનિયાભરમાં જાતભાતની શોધખોળ ચાલતી રહે છે. માણસની જરૂરિયાત અને સુવિધા માટે એવી શક્ય તમામ કોશિશ થાય છે જેનાથી લોકોનું જીવન વધુ સરળ બની શકે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં જાતભાતની શોધખોળ ચાલતી રહે છે. માણસની જરૂરિયાત અને સુવિધા માટે એવી શક્ય તમામ કોશિશ થાય છે જેનાથી લોકોનું જીવન વધુ સરળ બની શકે. અત્યાર સુધી દિવ્યાંગો માટે વ્હીચેર જ એક માત્ર એવું સાધન હતું જેના દ્વારા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શક્તા હતા. પરંતુ આ વિશ્વ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. હંગેરીની કેંગુરુ નામની કંપની એક એવી કાર બનાવી છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિ પોતાની વ્હીલ ચેર સાથે આરામથી બેસી તો શક્શે જ સાથે કાર ચલાવી પણ શક્શે.

સામાન્ય રીતે વ્હીચલેર સાથે કારમાં બેસવામાં દિવ્યાંગોને ખૂબ જ મુશ્કેલી પડે છે. વ્હીલચેર પર બેઠેલો વ્યક્તિ કોઈ તેને મદદ ન કરે ત્યાં સુધી લાચાર હોય છે. તેને ઉતરવા ચડવા માટે કોઈની મદદની જરૂર પડે છે. અથવા તો તે પોતાના શરીરનું વજન ઉંચકવા હાથનો ઉપયોગ કરે છે, જેના કારણે ખભા પર ખૂબ જ વજન આવે છે. આ સ્હેજ પણ સહેલું નથી.

કોઈ લાચાર વ્યક્તિની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી આવી જઈ નથી શક્તા. આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જે વ્હીલચેર પર હોય છે. જ્યારે આખો પરિવાર ક્યાંક ફરવા જતો હોય ત્યારે વ્હીચલેર પર બેઠેલ વ્યક્તિ નિર્જીવ સામાનની જેમ ઘરમાં બેસી રહે છે. કારણ કે તેને સહેલાઈથી ક્યાંય લઈ જઈ નથી શકાતા.

વ્હિલચેર ઈલેક્ટ્રોનિક કાર

વ્હિલચેર ઈલેક્ટ્રોનિક કાર

પરંતુ કેંગારુ કંપનીની આ નવી વ્હિલચેર ઈલેક્ટ્રોનિક કાર દિવ્યાંગ લોકો માટે કોઈ આશીર્વાદથી કમ નથી. આ કાર વ્હીલચેર પર બેઠેલ વ્યક્તિને એ તમામ સુવિધા આપે છે, જેની તેમને જરૂર છે. આ કારમાં પાછળની તરફ મોટો દરવાજો છે, જે કોઈ પણ હેચબેક કારની ડિક્કીની જેમ ઉપરની તરફ ખુલે છે. દરવાજો ખુલ્યા બાદ તેમાં એટલી જગ્યા છે કે વ્હીલચેર સાથે જ દિવ્યાંગ વ્યક્તિ સીધી કારમાં બેસી શકે છે.

કારનો દરવાજો રીમોટ દ્વારા ખોલ બંધ કરી શકાય

કારનો દરવાજો રીમોટ દ્વારા ખોલ બંધ કરી શકાય

આ માટે દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેરમાંથી ઉતરવાની પણ જરૂર નથી પડતી. કારનો દરવાજો રીમોટ દ્વારા ખોલ બંધ કરી શકાય છે. કારમાં ફક્ત એક જ દરવાજો મૂકાયો છે. કારની અંદર કંપનીએ ખૂબ જ જગ્યા આપી છે. કારનું ઈન્ટિરિયર 2125 એમએમ (83.6 ઈચ) લાંબું, 1620 એમએમ (63.8 ઈંચ) પહોળું અને 1525 એમએમ (60 ઈંચ) ઉંચું છે.

બેટરીથી ચાલે છે

બેટરીથી ચાલે છે

આ કારમાં કંનીએ 2 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે, જે બેટરીથી ચાલે છે. કારની મહત્તમ સ્પીટ 45 કિલોમીટર પ્રતિકલાકની છે. આ ઉપરાંત કારની અંદર સ્ટિયરિંગ વ્હીલના બદલે બાઈકની જેમ હેન્ડલ બાર મૂકવામાં આવ્યું છે. જેને દિવ્યાંગ વ્યક્તિ વ્હીચલેરમાં બેઠા બેઠા આસાનીથી ચલાવી શકે છે. આ હેન્ડલબારમાં બ્રેક અને એક્સલેટર પણ મૂકાયા છે. હાલ કંપની એક નવા જોયસ્ટીક પર કામ કરી રહી છે, જેથી કારમાંથી હેન્ડલબાર હટાવીને જોય સ્ટીકનો ઉપયોગ કરી શકાય.

કાર 70 થી 110 કિલોમીટર ચાલી શકે છે

કાર 70 થી 110 કિલોમીટર ચાલી શકે છે

કંપનીએ હેન્ડલબાર પર જ તમામ પ્રકારના કંટ્રોલ બટન આપ્યા છે, જેથી દિવ્યાંગ વ્યક્તિને કોઈ મુશ્કેલી ન પડે અને તે વ્હીલચેર પર બેઠા બેઠા સહેલાઈથી કાર ડ્રાઈવ કરી શકે. એકવખત ફુલ ચાર્જ થયા બાદ આ કાર 70 થી 110 કિલોમીટર ચાલી શકે છે. એટલે કે શહેરની અંદર યુઝ કરવા માટે આ કાર પરફેક્ટ છે.

કિંમત 25 હજાર અમેરિકન ડૉલર

કિંમત 25 હજાર અમેરિકન ડૉલર

જો કે હજી સુધી આ કાર ઈન્ડિયન માર્કેટમાં નથી આવી. પરંતુ તેની કિંમત 25 હજાર અમેરિકન ડૉલર છે. ભારતમાં આ કાર નથી આવી એટલે તેની કિંમત કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ કાર દિવ્યાંગ લોકોની કેટલીક મુશ્કેલી દૂર કરશે તે નક્કી છે.

English summary
a company lauched special car for handicap people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X