For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારૂતિ સિયાઝનું અપગ્રેડ વર્ઝન હશે દમદાર, હોન્ડા સિટી સાથે થશે ટક્કર

મારૂતિ સિયાઝ ફેસલિફ્ટને ઑગસ્ટ 2018માં લૉન્ચ કરવામાં આવશે. અહેવાલો મુજબ કંપની આ ફેસલિફ્ટ વર્જનમાં હાલના મુકાબલે મોટું પેટ્રોલ એન્જિન આપી શકે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

મારૂતિ સિયાઝ ફેસલિફ્ટને ઑગસ્ટ 2018માં લૉન્ચ કરવામાં આવશે. અહેવાલો મુજબ કંપની આ ફેસલિફ્ટ વર્જનમાં હાલના મુકાબલે મોટું પેટ્રોલ એન્જિન આપી શકે છે.

એન્જિન

એન્જિન

મીડિયા રિપોર્ટ્સ મુજબ આગામી મારૂતિ સિયાઝ ફેસલિફ્ટ 2018માં બિલકુલ નવું K15B, 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. આ એન્જિન હાલની કારના એન્જિનના મુકાબલે વધુ પાવર અને ટૉર્ક ઝનરેટ કરશે. એક અંદાજા મુજબ આ એન્જિન 103.2 બીએચપીનો પાવર અને 138.4 ન્યૂટન મીટરનો ટૉર્ક જનરેટ કરશે.

વર્તમાન સિયાઝની વાત કરીએ તો આમાં 1.4 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 91.2 બીએચપીનો પાવર અને 130 ન્યૂટન મીટરનો ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 5સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સથી સજ્જ હશે. આની સાથે જ આ ગાડીમાં 4 સ્પીડ ઑટોમેટિક ગિયરબૉક્સ ટ્રાન્સમિશના વિકલ્પ તરીકે આપવામાં આવ્યું છે.

6 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ

6 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ

1.3 લીટરનું એક ડીઝલ હાઇબ્રિડ એન્જિનવાળું વેરિયન્ટ પણ ઉપલબ્ધ છે. આ એન્જિન 88.5 બીપીએચનો પાવર અને 200 ન્યૂટન મીટરનો ટૉર્ક જનરેટ કરે છે. આમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સનો ઑપ્શન આપવામાં આવ્યો છે.

મારૂતિ પોતાની અર્ટિગાનું નવું વર્જન લૉન્ચ કરનાર છે

મારૂતિ પોતાની અર્ટિગાનું નવું વર્જન લૉન્ચ કરનાર છે

ટૂંક સમયમાં જ મારૂતિ પોતાની અર્ટિગાનું નવું વર્જન લૉન્ચ કરનાર છે. આ નવી અર્ટિગાનો ઇન્ડોનેશિયામાં યોજાયેલ ઇન્ટરનેશનલ મોટર શો 2018માં રજૂ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ 1.5 લીટર કે-સીરિઝનું નવું એન્જિન આપવામાં આવ્યું છે.

નવી સ્ટાઇલ સાથે ઉતારવામાં આવશે

નવી સ્ટાઇલ સાથે ઉતારવામાં આવશે

2018 મારૂતિ સિયાઝને અમુક અપડેટ્સ અને નવી સ્ટાઇલ સાથે ઉતારવામાં આવશે. આના ઇન્ટેરિયરમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે. એક અંદાજા મુજબ ટૉપ એન્ડ વેરિયન્ટમાં સનરૂફ પણ આપવામાં આવી શકે છે.

ભારતમાં મારૂતિ સિયાજના પ્રતિદ્વંદીયો વિશે વાત કરીએ તો આનો મતલબ મુખ્ય રૂપે હોન્ડા સિટી અને હ્યુન્ડાઇની વર્ના સાથે થશે.

મારૂતિ સિયાઝ

મારૂતિ સિયાઝ

જણાવી દઇએ કે મારૂતિ સિયાઝને સૌથી પહેલાં 2014માં લૉન્ચ કરવામાં આવી હતી. ફીચર્સ અને સ્ટાઇલ મામલે કાર હંમેશા પહેલા સ્થાને રહી છે પરંતુ પાવરના મામલામાં પોતાના પ્રતિદ્વંદિયોથી થોડી પાછળ રહી જાય છે. હવે વધુ પાવરફુલ એન્જિન આવવા પર આ કારના પ્રદર્શનમાં પણ સુધારો થશે.

English summary
New maruti ciaz facelift to receive larger 1.5 litre petrol engine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X