For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજકાલ તો કાર કંપનીઓ પણ જૂની કારને મહત્વ આપે છે.

|
Google Oneindia Gujarati News

સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજકાલ તો કાર કંપનીઓ પણ જૂની કારને મહત્વ આપે છે. જો તમે પણ યુઝ્ડ કે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા ઈચ્છો છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી પાછળથી મુશ્કેલી ન પડે. તો તમારા માટે અમે કેટલીક મહત્વની વાતો જણાવીશું જેનાથી તમે જૂની ગાડી કે યુઝ્ડ કાર સહેલાઈથી ખરીદી શક્શો.

આ પણ વાંચો: આ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર

માલિકી માટે જરૂરી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ

માલિકી માટે જરૂરી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ

સૌથી પહેલા સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે તમારે માલિકી ટ્રાન્સફર કરવી પડશે, જેના માટે તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. જેમાં રોડ ટેક્સ રિસીપ્ટ, ડ્યુઅલ ફ્યુલ સર્ટિફિકેટ, આરટીઓ ઓફિસનું NoC સામેલ છે.

કાર વેચતા વેપારી પાસેથી રિસીપ્ટ માગી લો, જે તમે કાર ખરીદ્યાનો પુરાવો છે. રિસીપ્ટમાં ડીલરનું આખું સરનામું, કોન્ટેક્ટ ડિટેઈલ સહિતની માહિતી હશે. આ બિલ ફોટોકોપી નહીં પણ ઓરિજિનલ હોવું જોઈએ.

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે મહત્વનો દસ્તાવેજ

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે મહત્વનો દસ્તાવેજ

બાદમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમારી કારનો સૌથી મહત્વનો દસ્તાવેજ હોય છે. જેમાં કાર અંગેની તમામ માહિતી હોય છે, જેમ કે રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર અને એન્જિન નંબર. એટલે જરૂરિ છે કે તમે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની પણ ઓરિજિનલ કોપી મેળવી લો. શક્ય છે કે ભૂતકાળમાં ક્યારેય કારનું એન્જિન બદલાયું હોય, તો આરસી બુકમાં તેની માહિતી હોવી જરૂરી છે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કાર લઈ જવા અંગે

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કાર લઈ જવા અંગે

જો તમે બીજા રાજ્યમાંથી કાર ખરીદીને પોતાના રાજ્યમાં લાવો છો, તો તમારે વધારાનો રોડ ટેક્સ ભરવો પડી શકે છે. જેની ગણતરી કારની કિંમતની ટકાવારી પ્રમાણે હોય છે. જુદા જુદા રાજ્યમાં તેની ગણતરી જુદી જુદી હોય છે. આ એક સામાન્ય પરંતુ જરૂરી સર્ટિફિકેટ છે, જે એ વાતનો પુરાવો છે કે તમે સરકારના પ્રદૂષણ નિયંત્રણના દિશા નિર્દેશનું પાલન કરી રહ્યા છો. તમે વેપારી પાસેથી આ સર્ટિફિકેટ લેવાનું પણ ન ભૂલો.

નવી વીમા પોલિસી નહીં લેવી પડે

નવી વીમા પોલિસી નહીં લેવી પડે

જૂની કાર ખરીદવામાં સૌથી સારી વાત એ છે કે તમારે નવો વીમો ખરીદવાના બદલે ચાલુ વીમા પોલિસીની માત્ર ઑનરશિપ બદલવી પડે છે. ઈન્સ્યોરન્સ વિશે કાર વેચનાર પાસેથી ખાસ જાણો ભૂતકાળમાં કોઈ ક્લેમ કરાયો છે કે નહીં અને વીમો ક્યારે એક્સપાયર થઈ રહ્યો છે. કોઈ પ્રીમિયમ પેન્ડિંગ તો નથીને.

કાર લોન સંબંધિત જરૂરી માહિતી

કાર લોન સંબંધિત જરૂરી માહિતી

સાથે જ એ જરૂરી નથી કે કાર ખરીદવા માટે ફક્ત તમે જ લોન લઈ રહ્યા હો. ગાડી વેચનારે પણ લોન લીધી હોઈ શકે છે. તેની માહિતી માટે ફોર્મ 32 અને ફોર્મ 35ની જરૂરિયાત હશે. આ ઉપરાંત કાર વેચનારે જે લેન્ડર પાસેથી લોન લીધી હશે, તેની પાસેથી એનઓસી પણ માગી લો. જો તમે આ તમામ પોઈન્ટને ફોલો કરશો તો તમને યુઝ્ડ કે સેકન્ડહેન્ડ કાર ખરીદવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

English summary
Points To Be Noted Before Buying Second Hand Car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X