For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલુ વાહને મોબાઈલ પર કરી વાત, તો લાઈસન્સ થશે રદ

ભારતમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. પરિવહન મંત્રાલય અને સંબંધિત વિભાગો રોડ સેફ્ટીને લઈ સતત જાગૃક્તા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. પરિવહન મંત્રાલય અને સંબંધિત વિભાગો રોડ સેફ્ટીને લઈ સતત જાગૃક્તા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આ દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને આદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરતો દેખાય તો તેનું લાઈસન્સ રદ કરી દો.

રાજસ્થાનની ટ્રાફિક પોલીસના એડિશનલ કમિશનરે વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ વધી ગયો હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી, જે બાદ રાજસ્થાન હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે.

રાઈડિંગ સમયે મોબાઈલ વાપરવો એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન

રાઈડિંગ સમયે મોબાઈલ વાપરવો એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન

તમને જણાવી દઈએ કે ડ્રાઈવિંગ કે રાઈડિંગ સમયે મોબાઈલ વાપરવો એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ નિયમનું પાલન કરે છે, અને પછી અકસ્માતનો ભોગ બને છે.

લાઈસન્સ રદ કરવાનો આ નિર્ણય રાજસ્થાન હાઈકોર્ટના જજ ગોપાલકૃષ્ણ વ્યાસ અને રામચંદ્રસિંહ ઝાલાની બેન્ચે સંભળાવ્યો છે. હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ વાપરતા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા પણ કહ્યું છે.

અકસ્માતનો ખતરો ચાર ગણો

અકસ્માતનો ખતરો ચાર ગણો

હાઈકોર્ટે RTOને પણ લાઈસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે લાઈસન્સ રદ કરવાની આ કામગીરીમાં નિયમનો ભંગ કરનારને પણ પોતાનો પક્ષ મૂકવાની તક આપવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વિશ્વની અગ્રગણ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમાં પણ સામે આવ્યું હતું કે ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ પર વાત કરવાને કારણે અકસ્માતનો ખતરો ચાર ગણો થઈ જાય છે, અને આ પ્રકારના અકસ્માતની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે.

દુર્ઘટનાનું તાજુ ઉદાહરણ ઉત્તરપ્રદેશ

દુર્ઘટનાનું તાજુ ઉદાહરણ ઉત્તરપ્રદેશ

2016માં જ ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે થયેલા અકસ્માતમાં દેશમાં લગભગ 2138 લોકોના મોત થયા હતા. આ આંકડો ભલે નાનો લાગે પરંતુ એ વાત પણ સત્ય છે કે અકસ્માતની ઘટનાઓ સત્તાવાર રીતે ઓછી નોંધાય છે.

આવી જ એક દુર્ઘટનાનું તાજુ ઉદાહરણ ઉત્તરપ્રદેશનું છે, જ્યાં સ્કૂલ બસ માનવરહિત રેલવે ક્રોસિંગ પર ટ્રેન સાથે અથડાઈ અને 13 માસૂમ બાળકોના મોત નીપજ્યા. આ અકસ્માત બાદ સામે આવ્યું કે સ્કૂલ બસનો ડ્રાઈવર હેડફોન લગાવીને મોબાઈલમાં વ્યસ્ત હતો.

દંડની પણ જોગવાઈ

દંડની પણ જોગવાઈ

ડ્રાઈવિંગ દરમિયાન વાયરલેસ ડિવાઈસ જેમ કે બ્લૂટુથ વગેરેનો ઉપયોગ પણ પ્રતિબંધિત છે, તેના માટે દંડની પણ જોગવાઈ છે. કોર્ટે ચાલુ વાહને મોબાઈલનો ઉપચોગ કરનાર સામે પગલાં લેવાના આદેશ તો આપ્યા છે, પરંતુ જોવાનું એ રહેશે કે પોલીસ તેનું કેટલું પાલન કરાવી શકે છે.

રાજસ્થાન હાઈકોર્ટનો આ ચુકાદો પ્રશંસા પાત્ર છે, અને આશા છે કે અન્ય રાજ્ય પણ તેનું પાલન કરશે. જો આ મુદ્દે યોગ્ય રીતે જાગૃક્તા ફેલાવાય તો અનેક લોકોનો જીવ બચી શકે છે.

English summary
Using mobile why driving, u can loose ur driving licence. Read in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X