For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુરક્ષા હેતુ વાપરે છે આ લક્ઝરી કારો...

હાલમાં જ ભારતનો 73મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. આ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આખા દેશને સંબોધન કર્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ ભારતનો 73મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. આ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આખા દેશને સંબોધન કર્યુ હતુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારતના 14માં રાષ્ટ્રપતિ છે. ભારતમાં રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કર્યા બાદ રાષ્ટ્રપતિને અનેક સુવિધાઓ મળે છે. સાથે જ તેમને લકઝરી સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. જો કે દેશના પ્રથમ નાગરિક હોવાને નાતે રાષ્ટ્રપતિને મળનારી સુવિધાઓ અત્યંત ગોપનીય હોય છે.

ભારતનો જે નાગરિક દેશનો રાષ્ટ્રપતિ બને છે તેને તે પ્રોટોકોલ જાળવવો પડે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને અપાયેલી કારની રજીસ્ટ્રેશન નંબર સુદ્ધાની ડિટેલ કોઈને અપાતી નથી.

રાષ્ટ્રપતિની સુરક્ષા પ્રથમ હેતુ

રાષ્ટ્રપતિની સુરક્ષા પ્રથમ હેતુ

પ્રેસિડેન્ટની સિક્યોરિટી માટે આવું કરવામાં આવે છે. આ કારમાં લાયસન્સ પ્લેટ હોતી નથી. તેની જગ્યાએ અશોક સ્તંભનું ચિત્ર હોય છે. આ કારની કિંમત પ્રધાનમંત્રીની કારથી પણ વધારે હોય છે. હાલમાંજ રાષ્ટ્રપતિ કોવિંદ જે કારની સવારી કરી રહ્યા છે, તેની કિંમત 10થી 11 કરોડ રૂપિયા છે. આ કારોની સૌથી મોટી ખાસિયત છે કે આ કાર બહારથી ટેન્ક જેવી જ્યારે અંદરથી 5 સ્ટાર હોટલથી જરાય ઓછી હોતી નથી. તેના પર બોમ કે ગોળીઓની કોઈ અસર થતી નથી. તેમાં અનેક પ્રિમિયમ ફિચર હોય છે. આ કારોની કિંમત 100 કરોડથી વધુની હોય છે. તો આવો એક નજર નાખીએ આ કારોની વિશિષ્ટતા પર..

પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ-કૈડિયલિક કન્ટ્રી કાર

પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ-કૈડિયલિક કન્ટ્રી કાર

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બિહારના સામાન્ય ગામડાથી આવનારા ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ નાગરિક બનવાનું સૌભાગ્ય મળ્યુ હતુ. 1947માં રાષ્ટ્રપતિને કૈડિયલિક કન્ટ્રી કાર ઉપલબ્ધ કરાઈ હતી. આ કાર તે સમયની લક્ઝરી કારોમાં શામેલ હતી.

બ્રાન્ડેડ કારોનું ચલણ શરૂ કરનાર રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા-w140 એસ-ક્લાસ

બ્રાન્ડેડ કારોનું ચલણ શરૂ કરનાર રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા-w140 એસ-ક્લાસ

આધુનિક સુવિધાઓથી ભરપૂર લક્ઝરી બ્રાન્ડની કારોનું ચલણ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ શરૂ કર્યુ હતુ. તેમાં w140 એસ-ક્લાસનું નામ શામેલ છે. ભારતના રાષ્ટ્રપતિમાં સૌથી પહેલા w140 એસ-ક્લાસના આર્મડ વર્ઝનનો ઉપયોગ શંકર દયાળ શર્માએ કર્યો હતો. આ કાર પોતાની ગુણવત્તા અને વિશ્વસનિયતા માટે ઓળખાતી હતી. આ કાર સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઉત્તમ હતી. જેને કારણે આ કારને અગાઉના બે રાષ્ટ્રપતિને પણ ઉપલબ્ધ કરાવામાં આવી હતી. જેમાં કે આર નારાયણન અને એપીજે અબ્દુલ કલામ હતા.

ત્યાર બાદના 3 રાષ્ટ્રપતિને આ કારથી સેવાનિવૃત કરવામાં આવ્યા. 21મી સદીના તમામ રાષ્ટ્રપતિ જેમાં પ્રતિભા પાટિલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદનું નામ છે. તેમને ભારત સરકાર દ્વારા W221 મર્સિડિઝ S600 પુલમેન ગાર્ડ પારિત કરાઈ.

પ્રતિભા પાટિલ-W221 મર્સિડિઝ S600

પ્રતિભા પાટિલ-W221 મર્સિડિઝ S600

પ્રતિભા પાટિલને ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ તરીકે હંમેશા યાદ કરાશે. જે સમયે તેમણે રાષ્ટ્રપતિનું પદ હાંસલ કર્યુ તે સમયે રાષ્ટ્રપતિ પદ માટે W221 પેઢીને મર્સિડિઝ S600 પુલમેન ગાર્ડ બખ્તરબંધ લિમોસિનને અપગ્રેડ આપાઈ. આ કાર વિશે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. કારણ કે આ કારને દેશની સૌથી સુરક્ષિત કાર ગણવામાં આવે છે. જો કે પુલમૈન ગાર્ડના નાગરિક સંસ્કરણના ફિચર્સમાં મશીન ગન ફાયર, ગ્રેનેડ અને બોમનો સામનો કરવાની શક્તિ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ-W221 મર્સિડિઝ S600

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ-W221 મર્સિડિઝ S600

આ કારને પ્રતિભા પાટિલ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પણ ઉપયોગમાં લેવાઈ છે. ત્યાં જ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ કારનો ઉપયોગ કરે છે.

નરસિમ્હા રાવ, આઈકે ગુજરાલ અને એચડી દેવગૌડા-ભારતીય કાર

નરસિમ્હા રાવ, આઈકે ગુજરાલ અને એચડી દેવગૌડા-ભારતીય કાર

એવું હંમેશા નથી રહ્યુ કે ભારતીય રાજનેતાઓ દ્વારા લક્ઝરી કારોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય. ભારતમાં અનેક વિદેશી કાર નિર્માતાઓ આવ્યા પછી પણ એવા પ્રધાનમંત્રી રહ્યા છે, જેમણે ભારતીય કારોનો જ ઉપયોગ કર્યો હોય. જેમાં પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ, આઈકે ગુજરાલ અને એચડી દેવગૌડા શામેલ છે.

અટલ બિહારી વાજપેયી-બીએમડબલ્યુ 7 સીરીઝ

અટલ બિહારી વાજપેયી-બીએમડબલ્યુ 7 સીરીઝ

ત્યારબાદ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા બીએમડબલ્યુ 7 સીરીઝને ઉપયોગમાં લેવાઈ. અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણમાં સૌથી સન્માનિત વ્યકિતઓમાંનાં એક હતા અને ભારતીય જનતા પાર્ટીના પહેલા પીએમ હતા. 2001માં સંસદ પર આતંકવાદી હુમલા બાદ તેમની સુરક્ષા માટે બીએમડબલ્યુ 7 સીરીઝનો ઉપયોગ કરાયો.

બીએમડબલ્યુ 7 સીરીઝને સૌથી પાવરફુલ કાર માનવામાં આવે છે. તેનું વી 12 એક્સલેન્સ વૈરિએન્ટ 7 સિડાન પર બેસ્ડ છે. જેમાં સિગ્નેચર એક્સડ્રાઈવ ઓલ-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટર મુજબ સ્ટેન્ડર્ડ આપવામાં આવ્યુ હતુ. તેમાં 6-6 લીટર એમ પર્ફોમન્સ ટ્વીન પાવર ટર્બો 12-સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યુ છે. તેનું એન્જીન 601 બીએચપીની મેક્સિમમ પાવર અને 800 એનએમના પીકટૉક જેનરેટ કરે છે. ત્યાં જ તેમાં 8 સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ગિયરબૉક્સ છે. આ કાર માત્ર 3.7 સેકેન્ડસમાં 100 કિલોમિટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવે છે.

મનમોહન સિંહ-બીએમડબલ્યુ 7 સીરીઝ

મનમોહન સિંહ-બીએમડબલ્યુ 7 સીરીઝ

અટલ બિહારી વાજપેયી બાદ ભારતના મહાન અર્થશાસ્ત્રી અને દેશને આર્થિક સમસ્યાઓથી બહાર કાઢનારા પ્રધાનમંત્રી મનમોહન સિંહને પણ બીએમડબલ્યુ સીરીઝના ઉપયોગને ચાલુ રાખ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી-બીએમડબલ્યુ 7 સીરીઝ સાથે રેન્જ રોવર સ્પોર્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી-બીએમડબલ્યુ 7 સીરીઝ સાથે રેન્જ રોવર સ્પોર્ટ

જો કે વર્ષ 2014માં ભાજપની સરકારમાં નરેન્દ્રમોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. પ્રધાનમંત્રીએ બીએમડબલ્યુ 7 સીરીઝ કારની સાથે રેન્જ રોવર સ્પોર્ટનો પણ ઉપયોગ કરે છે. રેન્જ રોવર સ્પોર્ટમાં નરેન્દ્ર મોદી ધણી વાર જોવા મળ્યા છે. ટાટા મોટર્સની સ્વામિત્વ વાળી લેન્ડ રોવર રેન્જ સ્પોર્ટ પૈનારૉમિક સનરુફ વાળી કાર છે, જે રૉડશો માટે ઉત્તમ વિકલ્પ છે.

આ પણ વાંચો: હાઈવે પર જતા સમયે હોય છે આ 7 ખતરા, તમે પણ હશો અજાણ

English summary
The President of India and the Prime Minister use these luxury cars for security purposes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X