For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એવું રહસ્યમય ગામ, જ્યાં મનુષ્યથી લઈને પ્રાણી સુધી બધા આંધળા છે

વિશ્વમાં એવા ઘણા સ્થળો છે જેને અત્યાર સુધી રહસ્યમયી માનવામાં આવે છે. આમાંથી એક મેક્સિકોના પ્રશાંત મહાસાગરીય વિસ્તારમાં 'ટિલ્ટેપેક' નામનું ગામ છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં એવા ઘણા સ્થળો છે જેને અત્યાર સુધી રહસ્યમયી માનવામાં આવે છે. આમાંથી એક મેક્સિકોના પ્રશાંત મહાસાગરીય વિસ્તારમાં 'ટિલ્ટેપેક' નામનું ગામ છે. આ ગામમાં આશરે 60 પથ્થરના ઘરો છે જેમાં આશરે 300 રેડ ઇન્ડિયન્સ રહે છે. પરંતુ આ ગામની વિચિત્ર બાબત એ છે કે અહીં બધા અંધ છે. અહીં ફક્ત લોકો જ નહીં પરંતુ કૂતરાં અને અન્ય પાલતુ પ્રાણી પણ અંધ છે.

આ પણ વાંચો: ચાલતા ચાલતા સુઈ જાય છે આ ગામના લોકો, શોધવું મુશ્કેલ, આ રોગ કેવો છે

ઘરોમાં ન વીજળી છે ન દીવો

ઘરોમાં ન વીજળી છે ન દીવો

કારણ કે અહીંના દરેક લોકો અંધ છે, અહીંના કોઈપણ ઘરોમાં વીજળી અથવા દીવો નથી. તેમને દિવસ અને રાતથી કોઈ ખાસ ફરક પડતો નથી. પક્ષીઓના અવાજ સૂચવે છે કે દિવસ થઈ ગયો છે, તેથી લોકો કામ પર જાય છે. સાંજે જ્યારે પક્ષીઓનો અવાજ આવતો બંધ થાય, ત્યારે લોકો તેમના ઘર તરફ આવી જાય છે. આ લોકો ગાઢ જંગલો વચ્ચે રહે છે અને સંસ્કૃતિ અને વિકાસથી ખુબ દૂર છે.

સરકાર આ રોગની સારવાર કરવા માંગી પરંતુ ...

સરકાર આ રોગની સારવાર કરવા માંગી પરંતુ ...

આ ગામ ગાઢ જંગલો વચ્ચે છે અને અહીં રહેતા લોકો વિકસિત સમાજથી ઘણા દૂર છે. જ્યારે સરકારને આ લોકોના આ રોગ વિશે જાણ થઇ, ત્યારે તેઓએ તેમનો ઉપચાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. સરકારે આ લોકોને અન્ય સ્થળોએ વસાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનું શરીર અન્ય આબોહવાઓમાં તંદુરસ્ત રહી શકે તે શક્ય ન દેખાયુ અને તેમને તેમના હાલ પર જ છોડી દેવા પડ્યા.

પત્થરો પર ઊંઘે છે

પત્થરો પર ઊંઘે છે

અહીંના લોકો પથ્થરોથી બનેલી ગુફાઓ જેવા ઘરમાં રહે છે અને પથ્થરો પર ઊંઘે છે. ઘરમાં નાના દરવાજા સિવાય કોઈ પ્રકાશિત બારીઓ નથી. અહીં જન્મેલા બાળકો સામાન્ય બાળકોની જેમ સામાન્ય હોય છે, પરંતુ થોડા અઠવાડિયા પછી, તેઓ પણ અંધ બની જાય છે.

English summary
A mysterious village where all human beings and also animals are blind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X