For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત આવ્યો દુનિયાનો સૌથી ઐય્યાશ જુગારી, તેની ઘડિયારની કિંમત સાંભળીને જ હોશ ઉડી જશે

ભારત આવ્યો દુનિયાનો સૌથી ઐય્યાશ જુગારી, તેની ઘડિયારની કિંમત સાંભળીને જ હોશ ઉડી જશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અય્યાસ જુગારી તરીકે ઓળખાતા અમેરિકન પોકર પ્લેયર ડેન બિલ્જેરિયન હાલ ભારત આવ્યો છે. ડેન હંમેશા મોંઘા કપડાં પહેરે છે, મોંઘી ગાડીઓમાં ફરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને ત્રણ કરોડથી પણ વધુ લોકો ફોલો કરે છે. ડેન બિલ્જેરિયનની અય્યાશી તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોવા મળી જશે. ડેન બિલ્જેરિયન હંમેશા ડઝનેક ગર્લ્સથી ઘેરાયેલો રહે છે. તેની શાન-શૌકત કોઈ મહારાજાથી ઓછી નથી. પરંતુ હાલ તેણે પહેરેલી ઘડિયારને લઈ ચર્ચા જાગી છે.

પોકર ઈવેન્ટમાં ભારત આવ્યો

પોકર ઈવેન્ટમાં ભારત આવ્યો

ડેન બિલ્જેરિયન પોતાની પ્રોડક્ટ લૉન્ચ કરવા માટે હાલમાં જ ગોવા આવ્યો હતો. ડેને ભારતની સૌથી મોટી પોકર ઈવેન્ટ ઈન્ડિયા પોકર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટ ગોવાના બિગ ડેડી કશીનોમાં થઈ હતી. જે બાદ તે મુંબઈના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો. સમગ્ર ઈવેન્ટમાં સૌકોઈ ડેન વિશે જ વાતો કરતા હતા. પરંતુ તેનાથી પણ વધુ લોકો ડેનની ઘડિયાળને લઈ વાતો કરી રહ્યા હતા. ડેન બિલ્જેરિયન 150 મિલિયન ડૉલરનો માલિક છે.

ઘડિયાળની કિંમતમાં આવી જાય શાનદાર ફ્લેટ, બંગ્લો અને કાર

ઘડિયાળની કિંમતમાં આવી જાય શાનદાર ફ્લેટ, બંગ્લો અને કાર

ડેને જે ઘડિયાળ પહેરી હતી તેનું નામ Richard Mille RM11-30 છે, જેની કિંમત 191500 ડૉલર (1.36 કરોડ રૂપિયા) છે. મતલબ કે આટલા રૂપિયાની તમે શાનદાર કાર્સ અથવા બે ત્રણ ફ્લેટ ખરીદી શકો. દુનિયામાં સૌથી ઐય્યાશીભરી જિંદગી જીવવા માટે મશહૂર ડેન ઈન્સ્ટાગ્રામ કોન્ટ્રોવર્સી કિંગના નામે પણ ઓળખાય છે. હવે પોતાના દેશમાં આ ઘડિયાળની ચર્ચા થઈ રહી છે.

લાઈફસ્ટાઈલ જોઈને પણ દંગ રહી જશો

લાઈફસ્ટાઈલ જોઈને પણ દંગ રહી જશો

તમે વિચારી રહ્યા હશો કે આ ઘડિયાળમાં એવું તો શું છે કે આટલી મોંઘી છે. આ ઘડિયાળને McLarenના એન્જીનિયર્સ અને ડિઝાઈનર્સે તૈયાર કરી છે. કંપનીએ માત્ર 500 ઘડિયાળ જ બનાવી હતી. જેમાંથી એક ઘડિયાળ ડેન પાસે પણ છે. જણાવી દઈએ કે આ ઘડિયાળમાં ટાઈટેનિયમ પુશર્સ લાગેલ છે જે McLaren 720S કારની હેડલાઈટ્સ જેવા દેખાય છે. આ ઘડિયાળમાં 5 ટાઈટેનિયમ ક્રાઉન લાગેલ છે જે McLaren કારના વ્હીલમાં લાગેલી હોય છે. આ ઘડિયાળને ગત વર્ષે જીનિવા ઈન્ટરનેશનલ મોટર શોમાં લૉન્ચ કરવામાં આવી હતી. આ વૉચને કાર્બન TPT, કાર્બન ફાઈબર, સિલીકા ફાઈબર, વાઈટ ગોલ્ડ ટાઈટેનિયમ અને રબરથી બનાવવામાં આવી છે.

<strong>વાઈસ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા બન્યા વાયુસેનાના નવા પ્રમુખ</strong>વાઈસ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા બન્યા વાયુસેનાના નવા પ્રમુખ

English summary
american poker player and playboy millionaire dan bilzerian came to india, know his watch cost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X