For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુટુંબ લોન ન ચૂકવી શક્યું, તો અધિકારીએ પાલતુ કૂતરો વેચીને રકમ વસૂલી

જર્મનીમાં, સરકારી ડેબ્ટ કલેક્ટરએ એક કુટુંબ પાસેથી ટેક્સ વસૂલ કરવા માટે એક નવી અને અનોખી રીત અપનાવી.

|
Google Oneindia Gujarati News

જર્મનીમાં, સરકારી ડેબ્ટ કલેક્ટરએ એક કુટુંબ પાસેથી ટેક્સ વસૂલ કરવા માટે એક નવી અને અનોખી રીત અપનાવી. હકીકતમાં 3 બાળકો સાથેના પાંચ લોકોનું કુટુંબ દેવામાં ડૂબેલું હતું જેના કારણે તેઓ ટેક્સ ચૂકવી શકતા ન હતા. આવામાં, ડેબ્ટ કલેક્ટરએ ઘરની કિંમતી વસ્તુઓને અલગ કરવાનું શરૂ કર્યું અને તે તેમના પાલતુ કૂતરા પર આવ્યો. તેમને દેવામાં ડૂબેલા કુટુંબ સાથે રહેતું એડા નામનું મોંઘુ કૂતરું 8,450 અમેરિકી ડોલર એટલે કે 60,463 રૂપિયામાં ઈબે પર વેચી દીધું. શહેરના પ્રવક્તાના જણાવ્યા મુજબ,વધુ દેવાના કિસ્સામાં આ યોગ્ય ઉકેલ ગણાય છે.

dog

એક આંતરરાષ્ટ્રીય વેબસાઇટની રિપોર્ટ અનુસાર, આ કુટુંબમાં પિતાના કામમાં વધુ નુકશાન થઇ જવાના કારણે ઘણા બિલ ભરવામાં આવ્યા ન હતા. બીજી બાજુ કૂતરાને વેચી અને પૈસા વસુલ કરવાના પ્રસાશનના આ નિર્ણયથી ત્યાંના એનિમલ રાઈટ એકટવિસ્ટ અને નગરવાસીઓ નારાજ છે. લોકો એવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આ પશુઓ સાથે ક્રૂરતા છે. અને તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમાં કયા કાયદાઓનું ઉલ્લંઘન થયું છે.

આ પણ વાંચો: હાથીના પગોની વચ્ચે આવીને પડી 4 વર્ષની છોકરી, એક હાથીએ બચાવ્યો જીવ

આવા આ કિસ્સામાં, લોકોએ ટ્વિટર પર ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. લોકો કહેવા લાગ્યા કે કૂતરો તેને આપવામાં આવે જે તેને સારી રીતે સંભાળી શકે છે. અન્ય એક યુઝર્સે કહ્યું કે પ્રવક્તાનું માનીએ તો કુટુંબ પાસે કૂતરો ન હોત તો કુટુંબના બાળકોને વેચી દેવા એ પણ એક હલ હોતો. તે કેટલા પૈસા લેતા બાળકો વેચવાના.

આ પણ વાંચો: VIDEO: આ છે ભારતનો સૌથી વિચિત્ર બાળક, વાળથી ઢંકાયેલો છે આખો ચહેરો

English summary
Debt collector sells family's prized dog for Rs 60k because of unpaid bills
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X