For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોયફ્રેન્ડ માટેના 22 કડક નિયમો, વાયરલ થયુ ગર્લફ્રેન્ડનું બનાવેલુ લિસ્ટ

બોયફ્રેન્ડ માટે બનાવેલી એક રુલ બુક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ શેર થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વચ્ચે લડાઈ કોઈ નવી વાત નથી. આ સંબંધમાં અવિશ્વાસ બહુ જલ્દી આવી જાય છે અને બાદમાં બ્રેક અપ થતાં વાર નથી લાગતી. લોકો પોતાના સંબંધને બચાવવા માટે ઘણી વાર નિયમો પણ બનાવે છે પરંતુ ઘણી વાર તો આ નિયમો એવા હોય છે કે તમે વિચારીને ચોંકી જશે. બોયફ્રેન્ડ માટે બનાવેલી આવી જ એક રુલ બુક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ શેર થઈ રહી છે. આ લેટરમાં યુવતીએ પોતાના પ્રેમી માટે 22 આકરા નિયમો બનાવ્યા છે જેને વાંચીને લોકો ચોંકી રહ્યા છે અને મઝા પણ લઈ રહ્યા છે.

બોયફ્રેન્ડ માટે 22 આકરા નિયમ

બોયફ્રેન્ડ માટે 22 આકરા નિયમ

સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડનો લેટર વાયરલ થઈ રહ્યો છે. લેટરમાં યુવતીએ પોતાના પ્રેમી માટે 22 કડક નિયમો બનાવ્યા છે. આ લિસ્ટ એક કારમાં પડ્યુ હતુ જેને ખરીદનાર વ્યક્તિએ આ લેટરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. લેટર પોસ્ટ થતાં જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આના પર ઉત્સાહમાં આવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ રાયબરેલી ટ્રેન અકસ્માતઃ મૃતકોના પરિજનોને રેલવે 5 લાખ, સીએમ યોગી 2 લાખ વળતર આપશેઆ પણ વાંચોઃ રાયબરેલી ટ્રેન અકસ્માતઃ મૃતકોના પરિજનોને રેલવે 5 લાખ, સીએમ યોગી 2 લાખ વળતર આપશે

ડેટિંગ માટે 22 નિયમો

ડેટિંગ માટે 22 નિયમો

આ ગુમનામ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે 22 કડક નિયમો બનાવ્યા છે. આ નિયમમાં બીજી યુવતીઓને ન નિહાળવી, વાતો ન કરવી, ફ્રેન્ડ લિસ્ટમાં કોઈ અવિવાહિત યુવતીનું ન હોવુ જેવા કડક નિયમો શામેલ છે. યુવતીએ પોતાના પ્રેમીને કડક સૂચના આપી રાખી હતી કે તે કોઈ સિંગલ યુવતી સામે જોશે પણ નહિ. સોશિયલ મીડિયા પર ફોલો કરતી બધી સિંગલ યુવતીને તેણે અનફોલો કરવી પડશે. યુવતીની બનાવેલી રુલ બુકમાં સૌથી ખાસ વાત એ છે કે બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડના કોઈ પણ મેસેજનો જવાબ 10 મિનિટની અંદર આપવો અનિવાર્ય હતો.

10 મિનિટમાં આપવાનો રહેશે મેસેજનો જવાબ

10 મિનિટમાં આપવાનો રહેશે મેસેજનો જવાબ

યુવતીના આ બોયફ્રેન્ડ રુલ્સ બુકમાં યુવકના ઘણા દોસ્તોના નામ હતા જેની સાથે તેણે દોસ્તી ખતમ કરવાની હતી. આ નિયમમાં એ પણ શામેલ હતુ કે તે પોતાની ગર્લફ્રેન્ડ વિના ડ્રિંક પણ નહિ કરે. તેણે પોતાની ગર્લફ્રેન્ડના મેસેજનો જવાબ 10 મિનિટની અંદર આપવાનો રહેશે. યુવતીના આ લેટર વાયરલ થયા બાદ લોકો ખૂબ મઝા લઈ રહ્યા છે. વળી લોકો એ પણ કહી રહ્યા છે કે પ્રેમ પર કોઈનો પહેરો નથી.

આ પણ વાંચોઃ ચોરી કરવા આવ્યા ચોર, CCTV કેમેરા જોઈને કરવા લાગ્યા ડાન્સ: Videoઆ પણ વાંચોઃ ચોરી કરવા આવ્યા ચોર, CCTV કેમેરા જોઈને કરવા લાગ્યા ડાન્સ: Video

English summary
Girlfriend make 22 stick rule for her boyfriend, letter goes viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X