For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત, બનાવતાં લાગ્યા 114 વર્ષ

તાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત

|
Google Oneindia Gujarati News

આગરાઃ દુનિયાની 7મી અજાયબી તાજમહેલ પાસે જ વધુ એક લાજવાબ ઈમારત જોવા મળી છે. આ ઈમારત પાછલા 114 વર્ષથી બની રહી હતી, જેના નિર્માણ કાર્યમાં સફેદ સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈમારતના ગુંબજનો કળશ તડકામાં દૂરથી જ ચમકે છે, જેનું કારણ છે તેના પર લાગેલ હજારો કિલો સોનું. વર્ષ 1904માં કામ કરવા આવેલ મજૂરોની ચોથી પેઢી હવે આ ઈમારતને અંતિમ રૂપ આપી રહી છે.

સ્વામી બા ઈમારતમાં 5 પ્રકારના પથ્થરનો ઉપયોગ થયો

સ્વામી બા ઈમારતમાં 5 પ્રકારના પથ્થરનો ઉપયોગ થયો

આગરામાં રાધાસ્વામી મતના સંસ્થાપક પૂરન ધની સ્વમી મહારાજની સમાધિના રૂપમાં સ્થાપિત આ ઈમારતનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. નિર્માતાઓએ આ બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં 5 પ્રકારના પથ્થરોનો ઉપયોગ કર્યો. જેમાં સૌથી વધુ સફેદ સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

400 કરોડમાં બની આ ઈમારત

400 કરોડમાં બની આ ઈમારત

સ્વામી બાગના ચેરમેન સંજય કપૂર મુજબ ઈમારતમાં લગભગ 400 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ ઈમારતના નિર્માણ કાર્યમાં તેમણે ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઈમારતનું મોટું કારણ છે ગુંબજ પર લાગેલ 155 કિલો સોનું. આને લોકો સ્વામી બાગના નામથી ઓળખે છે. બકૌલ સંજયે કહ્યું કે, 'સ્વામી મહારાજની જન્મજયંતિ ઓગસ્ટ મહિનામાં આવે છે માટે આ વર્ષે એ મહિને ઈમારતનું 99 ટકા કામ પૂરું કરી લેવામાં આવ્યું હતું. ગત ઓગસ્ટ સ્વામી મહારાજની 200મી જન્મ જયંતિ યુજવાઈ હતી.'

આવી રીતે સોનું લગાવાયું

આવી રીતે સોનું લગાવાયું

આ ઈમારત બનાવવામાં 100થી પણ વધુ વર્ષ એટલા માટે લાગ્યાં કેમ કે આ ઈમારતમાં લગાવેલ સફેદ અને ગુલાબી રંગના સંગેમરમર મકરાના રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. લીલા રંગના સંગેમરમર વડોદરાથી લાવવામાં આવ્યા હતા. અબરી સંગેમરમર પાલી, જૈસલમેરથી લાવવામાં આવ્યા હતા. દારચીની પત્થર ગ્વાલિયર, પચ્ચીકારી અને ઝડાઈ માટે કીમતી પથ્થર અકીક, મરગઝ, સિમાક, રતક, ગવા, બિલ્લૌર, લાજવર્દ, ગૌરી, પિતોનિયા, ડૂંગાસરા, યશબ વગેરે દક્ષિણ ભારતથી લાવવામાં આવ્યા હતા. વર્ષોની મહેનત બાદ માત્ર મંદિરનો ગુંબજ જ તૈયાર થયો હતો. ગુંબજ પર 15 કિલો સોનાની પરત અને 140 કિલો સોનાની કોતરણી કરવામાં આવી છે.

દરરોજ 300 મજૂરોએ કામ કર્યું

દરરોજ 300 મજૂરોએ કામ કર્યું

ઈમારત સાથે જોડાયેલ અધિકારીઓનું કહેવું છે કે ગગન ચૂંબી આ ઈમારત બનાવવામાં દરરોજ 300 મજૂરોએ કામ કર્યું છે. આ ઈમારત 52 પિલોર પર બનાવવામાં આવેલ છે.

Video: રશિયાના આ અંકલે ચિલ્લર ભરેલું બાથટબ આપીને ખરીદ્યો iPhone XSVideo: રશિયાના આ અંકલે ચિલ્લર ભરેલું બાથટબ આપીને ખરીદ્યો iPhone XS

English summary
radha soami 'soami bagh' building near taj mahal, agra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X