For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેપટોપ ચોરી કર્યા પછી ચોરે ઈમેલ મોકલીને માફી માંગી

શુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ચોરે ચોરી કર્યા પછી માંફી માંગી હોય? ભાગ્યે જ એવું કંઈક થયું હશે.

|
Google Oneindia Gujarati News

શુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ચોરે ચોરી કર્યા પછી માંફી માંગી હોય? ભાગ્યે જ એવું કંઈક થયું હશે. પરંતુ સોશ્યિલ મીડિયા પર જે ચોર વાયરલ થઇ રહ્યો છે તેને પોતાની ચોરી માટે માફી માંગી છે. આ ચોરે તે વ્યક્તિનું લેપટોપ ચોરી કર્યા પછી તેને માફી માંગતો ઈમેલ મોકલ્યો. ઇમેલમાં ચોરે લખ્યું કે તે ખુબ જ ગરીબ છે અને તેને પૈસાની જરૂર છે, એટલા માટે તે લેપટોપ ચોરી કરી રહ્યો છે. ઈમેલની ફોટો હાલમાં ઈન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

Thief Stole Laptop

બર્મિઘમમાં ચોરે એક વ્યકતિનું લેપટોપ ચોરી કર્યું. લેપટોપ ચોરી કર્યા પછી તેને લેપટોપ માલિકને ઈમેલ મોકલીને માફી માંગી. ઇમેલમાં ચોરે ચોરી કરવાનું કારણ જણાવતા કહ્યું કે, 'હું તમારું લેપટોપ ચોરી કરવા માટે માંફી માંગુ છું, હું ખુબ જ ગરીબ છું અને મને પૈસાની જરૂર છે. મેં તમારો ફોન અને વોલેટ છોડી દીધું છે, આશા રાખું છું કે તેનાથી વાત બની જશે'. એટલું જ નહીં પરંતુ ચોરે આગળ વિનમ્રતા બતાવતા લખ્યું કે, 'તમે એક યુનિવર્સીટી વિધાર્થી છો, જો લેપટોપમાં તમારા યુનિવર્સીટીના કામની કોઈ ફાઈલ હોય તો મને જણાવી દો, હું તે મોકલી આપીશ'.

આ ફોટો Stevie Valentine નામના વ્યક્તિએ સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે. સ્ટીવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લેપટોપ તેના ફ્લેટમેંટનું છે. આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. અત્યારસુધીમાં 2 લાખ કરતા પણ વધારે લોકો તેને લાઈક કરી ચુક્યા છે.

આ પણ વાંચો: 7 દિવસ સુધી સતત ચેટિંગ કરતી રહી, જાણો શુ થયો આંગળીઓનો હાલ

English summary
Thief Stole Laptop And Then Sends Apology Email, Wins Social Media With His Humbleness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X