For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ આંખો વાળા સાપની ફોટો સામે આવી, હેરાન કરી દેશે

શુ તમે ક્યારેય પણ ત્રણ આંખો વાળો સાપ જોયો છે? આ વાત એક અજુબા સમાન છે. ખરેખર આ સાપની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

શુ તમે ક્યારેય પણ ત્રણ આંખો વાળો સાપ જોયો છે? આ વાત એક અજુબા સમાન છે. ખરેખર આ સાપની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ સાપ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને ઑસ્ટ્રેલિયાના નોર્દન ટેરેટરીમાં એક હાઇવે પાસે જોવામાં આવ્યો છે. નોર્દન ટેરેટરી પાર્ક અને વાઈલ્ડ લાઇફે ફેસબૂક પર તેની ફોટો શેર કરી. ત્યારપછીથી આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: સેક્સવર્ધક દવાઓ બનાવવા કામ આવે છે સાપ, વિધાર્થીઓ કરતા વેપાર

3 મહિનાનો કાર્પેટ પાઇથન છે આ સાપ

બીબીસી ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સાપ એક કાર્પેટ પાઇથન હતો અને ફક્ત 3 મહિનાનો હતો. પરંતુ આ એક અજુબો જ છે કે જંગલી વિસ્તારમાં આ આટલા મહિના સુધી જીવતો રહ્યો. નોર્દન ટેરેટરી પાર્ક અનુસાર સાપની ત્રીજી આંખ નેચરલ જેનેટિક મ્યુટેશનને કારણે કામ કરી રહી છે.

વધારે જાણવા માટે એક્સ રે કરવામાં આવ્યો

વધારે જાણવા માટે એક્સ રે કરવામાં આવ્યો

સાપ અજીબ હોવાને કારણે તેના માથાનો એક્સ રે લેવાની કોશિશ કરવામાં આવી કે તેને બે માથા તો નથી. ત્યારે ખબર પડી કે તેને એક જ માથું છે, પરંતુ એક આંખ વધારે છે. આ ત્રણ આંખો વાળો સાપ કુલ 40 સેન્ટીમીટરનો છે.

સાપોએ બેરોજગારીથી લખપતિ બનવાનો રસ્તો બતાવ્યો

સાપોએ બેરોજગારીથી લખપતિ બનવાનો રસ્તો બતાવ્યો

ગુજરાતમાં કોબ્રા અને વાઈપર જેવા ઝેરીલા સાપોની તસ્કરી કરીને લાખો રૂપિયામાં વેંચતા યુવકોની ટોળકી પોલીસના હાથે લાગી છે. આ યુવકોની સંખ્યા ચાર છે. બધા ગ્રેજ્યુએટ છે અને પહેલીવાર પકડમાં આવ્યા છે. આ યુવકો સાપોને જંગલમાંથી પકડતા હતા અને મુંબઈમાં ઉંચી કિંમતે વેંચતા હતા. ઘણા ડ્રગ ડીલર્સ સાથે પણ તેઓ સંપર્કમાં હતા.

English summary
Three-Eyed Python Found On Highway, images went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X