For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના ગંદા અને વાસ મારતા મોજા વેચીને આ મહિલા લાખો કમાય છે

આ દુનિયા ખરેખર ઘણી અજીબ છે. તમે હજુ સુધી લોકોને કપડાં અને સામાન વેંચતા જોયા હશે. ફેમસ સેલિબ્રિટી ઘણીવાર પોતાના કપડાંની નીલામી કરતા હોય છે.

|
Google Oneindia Gujarati News

આ દુનિયા ખરેખર ઘણી અજીબ છે. તમે હજુ સુધી લોકોને કપડાં અને સામાન વેંચતા જોયા હશે. ફેમસ સેલિબ્રિટી ઘણીવાર પોતાના કપડાંની નીલામી કરતા હોય છે. પરંતુ અહીં એક મહિલા જે સામાન વેચી રહી છે તે ખુબ જ અજીબ છે. એક મહિલા પોતાના કપડાં નહીં પરંતુ ગંદા અને વાસ મારતા મોજા વેચીને પૈસા કમાઈ રહી છે. તેની કમાણી કોઈ નાની નથી તે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

આ પણ વાંચો: અહીં પોલીસનો યુનિફોર્મ પહેરતા પહેલા થાય છે મહિલાઓનો વર્જિનિટી ટેસ્ટ

આ મહિલાના પગ માટે હજારો દીવાના છે

આ મહિલાના પગ માટે હજારો દીવાના છે

લંડનની રહેનાર રોક્સી સાઇકસના ગંદા અને વાસ મારતા મોજા ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. તેની પાછળનું કારણ તેના સુંદર પગ છે. ઈન્ટરનેટ પર રોકસીના પગ માટે ઘણા દીવાના છે અને તેનાથી તે લાખો રૂપિયા કમાઈ રહી છે. રોક્સી તેના પહેરેલા મોજા અને જૂતા ઇન્સ્ટાગ્રામ ઘ્વારા વેચે છે. આ અજીબ બિઝનેસ આઈડિયા તેને ત્યારે આવ્યો જયારે તેના એક મિત્રએ તેના પગના વખાણ કર્યા હતા.

વાસ મારતા મોજા અને જુતાથી લાખો રૂપિયા કમાઈ છે

વાસ મારતા મોજા અને જુતાથી લાખો રૂપિયા કમાઈ છે

ત્યારપછી તેને પોતાના પગ માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું, જેમાં તે ફક્ત તેના પગના ફોટો પોસ્ટ કરતી હતી. જોતજોતામાં આ પેજ લોકો વચ્ચે ફેમસ થઇ ગયું. તેનો ફાયદો ઉઠાવીને રોક્સીએ મોજા અને જૂતા વેચવાનું ચાલુ કરી દીધું. રોક્સી એક જોડી મોજા લગભગ 1800 રૂપિયા અને એક જોડી જૂતા લગભગ 18,000 રૂપિયામાં વેચે છે. રોકસીનો બિઝનેસ એટલો બધી વધી ગયો છે કે તેના ઘ્વારા તે મહિને 7 લાખ રૂપિયાનો કારોબાર કરી લે છે.

ચાર વર્ષથી આ બિઝનેસ કરી રહી છે

ચાર વર્ષથી આ બિઝનેસ કરી રહી છે

પ્રોપર્ટી ઇન્વેસ્ટર રહી ચુકેલી રોકસીને આ બિઝનેસ કરતા ચાર વર્ષ થઇ ચુક્યા છે. રોકસીનું કહેવું છે કે તેઓ આ બિઝનેસ ક્યારેય પણ બંધ નહીં કરે. રોક્સી હવે અલગ અલગ વેબસાઇટ્સ સાથે બિઝનેસ કરી રહી છે, જેના કારણે તેની આવકમાં ઘણો વધારો થયો છે. રોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના આ કામ ઘ્વારા તેની પર્સનલ લાઈફમાં પણ કોઈ સમસ્યા નથી આવી એટલા માટે તે આ બિઝનેસ ચાલુ રાખશે.

English summary
Woman Earns Lakhs By Selling Smelly Socks And Shoes Online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X