For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાતના ત્રીજા પહોરને કેમ કહે છે ‘મોતનો સમય', જાણો આ રહસ્યનું સત્ય

સંસ્કૃતિ કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય કે દેશ કોઈ પણ હોય. મોતનો સમય બધી જગ્યાએ લગભગ એક જ છે - રાતનો ત્રીજો પહોર. આ જીવના માટે સૌથી ખતરનાક હોય છે.

|
Google Oneindia Gujarati News

શું તમે જાણો છો કો દુનિયામાં 14 ટકા લોકોની મૃત્યુની સંભાવના સૌથી વધુ પોતાના જન્મદિવસે જ હોય છે. આ તો થઈ મોત સાથે જોડાયેલ દિવસની વાત, હવે મોતાના સમયનું રહસ્ય પણ જાણી લો. સંસ્કૃતિ કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય કે દેશ કોઈ પણ હોય. મોતનો સમય બધી જગ્યાએ લગભગ એક જ છે - રાતનો ત્રીજો પહોર. આ જીવના માટે સૌથી ખતરનાક હોય છે. ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસ આને શેતાનનો સમય કહે છે. જીસસ ક્રાઈસ્ટના મોત દિવસના 3 વાગે થઈ હતી જેને શુભ માનવામાં આવે છે પરંતુ આનાથી બરાબર ઉંધુ સવારના 3 વાગ્યાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ સમય શૈતાનની તાકાત ચરમ સીમા પર હોય છે અને માણસ એકદમ નિર્બળ. આ સમયે અચાનક આંખ ખુલવી, ખૂબ પરસેવો થવો, હ્રદયના ધબકારા વધી જવા, હાથ-પગ ઠંડા પડી જવા વગેરે અનુભવાય છે.

આ પણ વાંચોઃ અહીં સેનિટરી પેડ ઉકાળીને પી રહ્યા છે લોકો, કારણ જાણીને ચોંકી જશોઆ પણ વાંચોઃ અહીં સેનિટરી પેડ ઉકાળીને પી રહ્યા છે લોકો, કારણ જાણીને ચોંકી જશો

મોતના સમય સાથે જોડાયેલ રહસ્યો વિશે વિજ્ઞાનના દાવા પણ ચોંકાવનારા

મોતના સમય સાથે જોડાયેલ રહસ્યો વિશે વિજ્ઞાનના દાવા પણ ચોંકાવનારા

મોત સાથે જોડાયેલ આ રહસ્યો વિશે વિજ્ઞાનની પણ પોતાનો એક અભિપ્રાય છે. તથ્યોના આધારે વિજ્ઞાન અને ધર્મ બંને લગભગ એક પરિણમા પર પહોંચતા દેખાય છે. એનો અર્થ એ છે કે સવારે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી અસ્થમાના એટેકની સંભાવના 300 ગણી વધી જાય છે. આ સમયે શ્વસનતંત્ર વધારે સંકોચાઈ જાય છે. એન્ટી ઈંફ્લેમેટ્રી હોર્મોન્સનું ઉત્સર્જન ઘટી જાય છે. રાતના ત્રીજા પહોરમાં બ્લડપ્રેશર સૌથી ઓછુ હોય છે.

હંમેશા 3 થી 4 વચ્ચે તૂટે છે ઉંઘ, ખરાબ સપનાઓનો પણ આ જ સમય

હંમેશા 3 થી 4 વચ્ચે તૂટે છે ઉંઘ, ખરાબ સપનાઓનો પણ આ જ સમય

ઘણા પેરાનોર્મલ રિસર્ચર સવારે 3 વાગ્યાથી 4 વાગ્યાનો સમય ‘ડેવિલ્સ ઓવર' કે ‘ડેડ ટાઈમ' પણ કહીને બોલાવે છે. તેમનું માનવુ છે કે આ સમયે શેતાનો કે ભૂતોની ગતિવિધિઓ સૌથી વધુ હોય છે. મોટાભાગના લોકો આ સમયે ખરાબ સપના પણ જુએ છે અને હંમેશા તેમની ઉંઘ ‘મોતના સમય' એટલે કે સવારે 3 થી 4 વચ્ચે તૂટે છે.

શેતાની સમયને હિંદુ ધર્મમાં કેમ કહે છે બ્રહ્મમુહૂર્ત

શેતાની સમયને હિંદુ ધર્મમાં કેમ કહે છે બ્રહ્મમુહૂર્ત

આ સત્ય છે કે હિંદુ ધર્મમાં 3 થી 4 વાગ્યાના સમયને શેતાનને સમય ગણવામાં આવ્યો નથી પરંતુ આને બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ સમયે કરવામાં આવેલી પ્રાર્થના હંમેશા સફળ થાય છે. કદાચનું આનુ કારણ એ પણ છે કે શેતાની શક્તિઓના પ્રભાવથી બચવા માટે આ સમય માનવને ઈશ્વરની શરણમાં હોવુ જોઈએ જેથી તે પોતાની શક્તિને એ સમયે જાગૃત કરી શકે જે સમયે માનવીય શરીર સૌથી નબળુ માનવામાં આવે છે. બ્રહ્મમુહૂર્ત ઉપરાંત 3 થી 4 ના સમયને તાંત્રિક સાધના માટે પણ ઘણુ મહત્વનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ હવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, 'બહેનજી માફ કરી દો મને'આ પણ વાંચોઃ હવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, 'બહેનજી માફ કરી દો મને'

English summary
Why 3AM Is Called The Devil's Hour, Read Truth And Myth Of Death Hour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X