For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફક્ત 9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો, બધા બાળકો તંદુરસ્ત

એક અનોખા કિસ્સામાં ટેક્સાસના હ્યુસ્ટનમાં એક મહિલાએ એક જ સાથે છ બાળકોને જન્મ આપીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

એક અનોખા કિસ્સામાં ટેક્સાસના હ્યુસ્ટનમાં એક મહિલાએ એક જ સાથે છ બાળકોને જન્મ આપીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. થેલેમા નામની મહિલાએ 15 માર્ચએ ટેક્સાસના સમય મુજબ સવારના 4 વાગી 9 મિનિટે બધા જ બાળકોને જન્મ આપી દીધો હતો. થેલેમા સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે.

આ પણ વાંચો: ના પિરિયડ મિસ થયું, ના બેબી બમ્પ નીકળ્યું, કોમામાં આપ્યો બાળકીને જન્મ

થેલેમાને 9 મિનિટમાં 6 બાળકો જન્મ્યા

થેલેમાને 9 મિનિટમાં 6 બાળકો જન્મ્યા

બાળજન્મની પ્રક્રિયા સવારે 4 વાગ્યે શરુ થઇ અને 4 વાગી 9 મિનિટે એટલે કે ફક્ત 9 મિનિટમાં થેલેમાએ 6 બાળકોને જન્મ આપ્યો હતો. આ એક આશ્ચર્યજનક કેસ હતો, અને જે લોકો જાણતા હતા તે થેલેમાની તંદુરસ્તી વિશે ખુબ ચિંતિત હતા, પરંતુ થેલેમા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. હૉસ્પિટલએ તેના ટ્વિટર હેન્ડલ પર થેલેમાનો હસતો ફોટો શેર કર્યો છે અને લોકોને આ અનોખા કેસની માહિતી આપી છે.

4.7 બિલિયનમાંથી એક જ કેસ આવો હોય છે

એક બાળકને જન્મ આપવો એક માતા માટે સૌથી ખુશીની ક્ષણ હોય છે, પરંતુ થેલેમાએ એક જ સાથે છ બાળકોને જન્મ આપ્યો. આવી સ્થિતિમાં તેમને એ જાણીને આશ્ચર્ય થતું હશે કે તે 4.7 બિલિયનમાંથી એકમાત્ર એવી મહિલા છે જેમણે આ કર્યું છે. થેલેમાના છ બાળકોમાંથી 4 છોકરાઓ છે જ્યારે 2 છોકરીઓ છે.

પ્રેગ્નેન્સીને લઈને પહેલાં પણ આવ્યા અનોખા કેસો

પ્રેગ્નેન્સીને લઈને પહેલાં પણ આવ્યા અનોખા કેસો

થેલેમાથી પણ વધુ અનોખા કેસોમાં હાલમાં જ ઇંગ્લેન્ડના ગ્રેટ માન્ચેસ્ટરમાં રહેતી એક 17 વર્ષીય સ્ટુડન્ટની પ્રેગ્નેન્સીએ દુનિયાના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા, આ છોકરીનું ન તો પિરિયડ મિસ થયું હતું અને ન તો બેબી બમ્પ બહાર નીકળ્યું હતું. પરંતુ માથાનો દુખાવો હોવાને લીધે કોમા ગયેલી છોકરીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. ઓલ્ડહેમમાં રહેતી ઍબોની સ્ટીવેન્સનને ખબર ન હતી કે તેણી છેલ્લા 9 મહિનાથી ગર્ભવતી છે. આ ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પાછળનું કારણ યુટેરસ ડાઇડેલફિસ નામની મેડિકલ કન્ડિશન છે.

English summary
woman gave birth to 6 babies in 9 minute in texas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X