For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1લી ડિસેમ્બરથી બદલી ગયા આ 7 મોટા નિયમ, તમારા જીવન પર કરશે અસર

1લી ડિસેમ્બરથી બદલી ગયા આ 7 મોટા નિયમ, જીવન પર કરશે અસર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 1લી ડિસેમ્બરની શરૂઆતની સાથે જ વર્ષનો અંતિમ મિનો શરૂ થઈ ગયો છે. આજથી તમારી આસપાસ કેટલાય મહત્વના બદલાવ થવાના છે. 1લી ડિસેમ્બરથી બેંકથી લઈને આકવેરા અને એજ્યુકેશન સેક્ટરમાં કેટલાય બદલાવ થશે. આ બદલા એટલા માટે ખાસ છે કેમ કે તમારા જીવન પર તે અસર નાખશે. 1લી ડિસેમ્બરથી દેશની સૌથી મોટી બેંક ઑફ ઈન્ડિયાએ કેટલાય બદલાવ કર્યા. આજથી બેંકે નેટ બેંકિંગના નિયમોમાં બદલાવ કર્યો છે, ઉપરાંત પાનકાર્ડ સાથે જોડાયેલ બે મોટા નિયમ બદલવામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ આ બદલાવ વિશે અને કેવી રીતે આ બદલાવ તમારા જીવન પર અસર કરશે.

1લી ડિસેમ્બરથી બદલી ગયા SBIના નિયમ

1લી ડિસેમ્બરથી બદલી ગયા SBIના નિયમ

આજથી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના નેટ બેંકિંગના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. આજથી એવા ગ્રાહકો માટે ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ સેવાઓ બ્લૉક કરવામાં આવી છે, જેમણે પોતાનો ફોન નંબર બેંક અકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ નથી કરાવ્યો. બેંકે આના માટે 30 નવેમ્બર સુધીની સમય મર્યાદા આપી હતી. આ સમય સીમામાં જે ગ્રાહકોએ પોતાનો મોબાઈલ નંબર પોતાના ખાતામાં લિંક ન કરાવી શક્યા એમના માટે આજથી નેટ બેંકિંગ સેવા ખતમ કરી દેવામાં આવી છે. જો કે એમની બાકી સેવાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

લોનની પ્રોસેસિંગ ફી આપવી પડશે

લોનની પ્રોસેસિંગ ફી આપવી પડશે

SBIએ પોતાના કેટલાક ખાસ ગ્રાહકોને લોનની પ્રોસેસિંગ ફીમાં છૂટ આપી હતી, જે આજે ખતમ થશે. એસબીઆઈએ પેન્શન લોન અને પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફીમાં છૂટને આજથી ખતમ કરી દીધી છે. હવે તમે લોન લો તો તમારે આખી પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

બંધ થશે પેન્શન

બંધ થશે પેન્શન

એસબીઆઈએ પોતાના તમામ પેન્શનર્સને 30 નવેમ્બર સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ બેંકમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. બેંકે એવા તમામ પેન્શનભોગિઓને પોતાના લાઈફ સર્ટિફિકેટ બેંકમાં જમા કરાવવાના આદેશ આપ્યા હતા જેમનું પેન્શન એસીઆઈના ખાતામાં આવે છે. બેંકે કહ્યું હતું કે આવું ન કરનાર લોકોનું પેન્શન રોકી દેવામાં આવશે.

આજથી વૉલેટ બંધ

આજથી વૉલેટ બંધ

એસબીઆઈનું મોબાઈલ વૉલેટ એસબીઆઈ બડી પણ 1 ડિસેમ્બરથી બંધ થઈ ગયું છે. તેની જગ્યાએ હવે ોનો એ કામ કરશે. બેંકે વોલેટમાં પૈસા પડ્યા હોય એવા ગ્રાહકોને શુક્રવાર સુધી પોતાના પૈસા એસબીઆઈ બડીથી ઉપાડી લેવા માટે કહ્યું હતું.

પાન કાર્ડમાં બદલાવ

પાન કાર્ડમાં બદલાવ

આજથી પાનકાર્ડમાં પણ મોટો બદલાવ થયો છે. આવકવેરા વિભાગે પાનકાર્ડમાં સિંગલ પેરેન્ટ્સના બાળકોને મોટી છૂટ આપી છે. પાન કાર્ડ માટે અરજીમાં પિતાની જગ્યાએ હવે માતાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. હવે એવા અરજદારોને આસાની થશે, જેમના માતા-પિતા કોઈ કારણોસર અલગ થઈ ગયા.

ડ્રોન ઉડાવવાની મંજૂરી

ડ્રોન ઉડાવવાની મંજૂરી

1 ડિસેમ્બર 2018થી ભારતમાં ડ્રોન ઉડાવવાની મંજૂરી મળી જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આની સાથે જોડાયેલ રાષ્ટ્રીય નીતિ તૈયાર કરી છે. જે અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ ડ્રોન ઉડાવવાની મંજૂરી મળી જશે. અરજી કરીને તુરંત ડિજિટલ પરમિટ લઈ શકાય છે.

પ્રવાસ મોંઘો થશે

પ્રવાસ મોંઘો થશે

આજથી દિલ્હી રપોર્ટથી પ્રવાસ કરવો મોંઘી પડશે. દિલ્હી એરપોર્ટ પર 1લી ડિસેમ્બરથી યાત્રીઓએ હવે 77 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. શુક્રવાર સુધી આ ઘરેલૂ ટિકિટ પર 10 રૂપિયા અને ઈન્ટરનેશનલ પર 45 રૂપિયા હતા, જેને વધારીને હવે તેને 77 રૂપિયા કરી દેવાયા છે.

ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ, જે તમારી સંપત્તિ બમણી કરશેટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ, જે તમારી સંપત્તિ બમણી કરશે

English summary
7 Changes from 1st December will impact on Your Life, Here is the List.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X