For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણીએ નાના ભાઈને જેલમાં જતા બચાવ્યો, અનિલ અંબાણીએ માન્યો આભાર

અનિલ અંબાણીનું કહેવુ છે જેમના મુશ્કેલ સમયમાં તેમના મોટા ભાઈ મુકેશે તેમની આર્થિક મદદ કરીને તેમને જેલ જવાથી બચાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી માત્ર એક મોટા ઉદ્યોગપતિ જ નહિ પરંતુ તે મોટા દિલવાળા મોટા ભાઈ પણ છે. આવુ અમે નહિ પરંતુ તેમના નાના ભાઈ અનિલ અંબાણીનું કહેવુ છે જેમના મુશ્કેલ સમયમાં તેમના મોટા ભાઈ મુકેશે તેમની આર્થિક મદદ કરીને તેમને જેલ જવાથી બચાવ્યા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ડેડલાઈનના બરાબર એક દિવસ પહેલા એરિક્સનના 550 કરોડ બાકી રૂપિયા ચૂકવાયા બાદ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (Rcom) ના ચેરમેન અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીનો 'સમય પર મદદ' કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

નાના ભાઈએ મોટા ભાઈનો આભાર માન્યો

નાના ભાઈએ મોટા ભાઈનો આભાર માન્યો

અનિલ અંબાણીની કંપની તરફથી એક નિવેદન મીડિયામાં જાહેર કરવામાં આવ્યુ છે જેમાં અનિલ અંબાણી તરફથી કહેવામાં આવ્યુ છે કે હું મારા મોટા ભાઈ મુકેશ અને તેમના પત્નીનો દિલથી આભાર માનુ છુ જેમણે આ પડકારરૂપ અને મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો. તેમણે સમયે મદદ કરીને અમારા મજબૂત પારિવારિક મૂલ્યોનું મહત્વ દર્શાવ્યુ છે. હું અને મારો પરિવાર ભૂતકાળમાંથી બહાર નીકળી ચૂક્યા છે અને આ અહેસાનથી અમે અભિભૂત છીએ, હું અને મારો સમગ્ર પરિવાર તેમના આભારી છીએ.

550 કરોડ રૂપિયાનું બાકી લેણુ અને વ્યાજની ચૂકવણી

550 કરોડ રૂપિયાનું બાકી લેણુ અને વ્યાજની ચૂકવણી

નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એરિક્સનનું 550 કરોડ રૂપિયાનું બાકી લેણુ અને વ્યાજની ચૂકવણી કરી દેવામાં આવી છે. આરકૉમે એરિક્સનને કુલ આશરે 580 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે જેમાં વ્યાજની રકમ પણ શામેલ છે. અનિલ અંબાણી સાથે આરકૉમના બે એકમોના ચેરમેન છાયા વિરાણી અને સતીષ સેઠ પર જેલ જવાનો ખતરો મંડરાઈ રહ્યો હતો પરંતુ હવે બધુ ઠીક થઈ ગયુ છે.

અનિલ અંબાણી પર મંડરાઈ રહ્યો હતો જેલ જવાનો ખતરો

અનિલ અંબાણી પર મંડરાઈ રહ્યો હતો જેલ જવાનો ખતરો

તમને જણાવી દઈએ કે રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી જેલ જવાથી બચી ગયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈનના બરાબર એક દિવસ પહેલા જ અનિલ અંબાણીએ સ્વીડિશ કંપની એરિક્સનના બાકી લેણા 550 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. વાસ્તવમાં 19 ફેબ્રઆરીના રોજ સુપ્રીમ કોર્ટે આ વિવાદ પર સુનાવણી કરીને અંબાણીને અવગણનાના દોષી ગણાવ્યા હતા અને તેમને 1 મહિનાની અંદર એરિક્સનને 550 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યુ હતુ કે જો તે આમ કરવામાં નિષ્ફળ રહ્યા તો તેમને ત્રણ મહિના માટે જેલ જવુ પડી શકે છે. એરિક્સને બાકી રકમ નહિ ચૂકવવા મામલે અનિલ અંબાણી, રિલાયન્સ ટેલીકૉમના ચેરમેન સતીસ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલની ચેરમેન છાયા વિરાણી અને એસબીઆઈના ચેરમેન સામે સુપ્રી કોર્ટમાં અવગણનાની અરજી દાખલ કરી હતી.

છેવટે શું છે સમગ્ર કેસ

છેવટે શું છે સમગ્ર કેસ

તમને જણાવી દઈએ કે એરિક્સન અને આરકૉમ વચ્ચે પેમેન્ટ વિશે વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2014માં RCom એ ટેલીકૉમ નેટવર્ક માટે એરિક્સન સાથે 7 વર્ષની ડીલ કરી હતી. આ મામલે સ્વીડિશ કંપનીએ આરોપ લગાવ્યો કે આરકૉમે 1500 કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવી નથી. ત્યારબાદ કોર્ટે સેટલમેન્ટ કરાવીને આરકૉમને એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચૂકવણીનો આદેશ આપ્યો.

આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા 'નામર્દ'આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા 'નામર્દ'

English summary
Anil Ambani profusely thanked elder brother and India's richest man Mukesh Ambani for his "timely support".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X