For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોટલમાં રૂમ લેવા થયા સસ્તા, સરકારે જીએસટી દરોમાં કર્યો ઘટાડો

જીએસટી કાઉન્સિલની બેઠકમાં હોટલ ભાડામાં જીએસટી દરોને ઘટાડી દેવામાં આવ્યા છે. શુક્રવારે ગોવામાં આયોજિત જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

જીએસટી કાઉન્સિલની બેઠકમાં હોટલ ભાડામાં જીએસટી દરોને ઘટાડી દેવામાં આવ્યા છે. શુક્રવારે ગોવામાં આયોજિત જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ ફેરફાર એક ઓક્ટોબરથી લાગુ થશે. હોટલના રૂમમાં ભાડામાં જીએસટી ઘટાડવાનો હેતુ હોસ્પિટાલિટી સેક્ટરને પ્રોત્સાહન આપવાનો છે. ત્યારબાદ લોકોને ઓછી કિંમતે હોટલ રૂમ મળી શકશે.

hotel

જીએસટી કાઉન્સિલે 1000 રૂપિયાથી ઓછી કિંમતના હોટલ રૂમને જીએસટીની સીમામાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ભાગ લેતા અધિકારીઓએ કહ્યુ કે હવે એક હજાર રૂપિયાથી 7500 રૂપિયા સુધીના હોટલ ભાડા પર 12 ટકા જીએસટી લાગશે. પહેલા આ દર 18 ટકા હતો તેને ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. વળી, 7500 રૂપિયાથી વધુના હોટલ ભાડા પર 18 ટકા જીએસટી લાગશે. પહેલા આ દર 28 ટકા હતો. વળી, પ્રતિ રાત 1000થી ઓછા રૂમમાં રાત પસાર કરવા પર કોઈ જીએસટી નહિ હોય.

જીએસટી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે હવે એરેટેટ (ગેસવાળા) પેય પદાર્થો પર 18 ટકાની જગ્યાએ 28 ટકા ટેક્સ લાગશે. આ સાથે જ આના પર 12 ટકા કમ્પનસેટરી સેસ પણ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ GST કાઉન્સિલ બેઠકઃ જીએસટી દરોમાં ફરીથી કરવામાં આવ્યા ફેરફારઆ પણ વાંચોઃ GST કાઉન્સિલ બેઠકઃ જીએસટી દરોમાં ફરીથી કરવામાં આવ્યા ફેરફાર

English summary
GST rate cuts on hotel room tariffs in GST Council Meet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X