For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે એસ્સાર, ટાટા, અદાણીને રાહત આપવા વીજળી ગ્રાહકોના માથે નાખ્યો આ બોજો

સરકારે ટાટા,અદાણીને રાહત આપવા ગ્રાહકોના માથે આ બોજો નાખ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત સરકારે ટાટા, અદાણી અને એસ્સાર ગ્રુપના વીજળી ઘરોને રાહત આપતા કોલસાની ઉંચી લાગતનો બોજો ગ્રાહકના માથે નાખવાની મંજૂરી આપી દીધી. શનિવારે આ આદેશ જાહેર કરવામાં આવ્યો. સૂત્રો દ્વારા સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે ટાટા પાવર, અદાણી પાવર (4600 મેગાવોટ) અને એસ્સાર પાવરે (1320 મેગા વોટ) આયાત કરેલ કોલસાની ઉંચી લાગતનો ભાર પરિવહન કરવા માટે વ્યવસ્થા કરવા કહ્યું હતું.

light

જેની પુષ્ટિ કરતા ટાટા પાવરે સોમવારે મુંબઈ શેર બજારને મોકલેલી સૂચનામાં કહ્યું કે કંપની ગુજરાત સરકાર દ્વારા એક ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણો સ્વીકાર કરવાના પ્રસ્તાવનો સ્વાગત કરે છે. આનાથી મોટા ત્રણ પ્લાન્ટને રાહત મળશે જ્યાંથી 10 હજાર મેગાવોટ વીજળી જનરેટ થાય છે પરંતુ ઈન્ડોનેશિયાથી આયાત થતા કોલસાની કિંમતમાં અચાનક વધારો અને કેટલાક રાજ્યોએ વધુ ટેરિફ ચૂકવવાની ના પાડી દીધી હોય વીજળીના પ્લાન્ટ્સે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું હતું.

આનાથી મુંદડા અતિ બૃહદ વીજળી પરિયોજનાને અમુક અંશે રાહત મળશે, જે ગુજરાતથી લગભગ 15 ટકા વીજળીની જરૂરિયાતને ઉચિત કિંમત પર પૂરી કરે છે. જેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ રાહતથી કોસ્ટલ ગુજરાત પાવરને પોતાની કામગીરી ચાલુ રાખવી અને પાંચ લાભકર્તા રાજ્યો માટે પ્રતિબદ્ધતા પૂર્ણ કરવામાં મદદ કરશે. ટાટા પાવરે આગળ કહ્યું કે કોલસાની લાગત હવે સ્થળાંતરિત કરી શકાશે, પરંતુ તેમ છતાં નાણાકીય લાગત પર રાહત તથા કોલસાની ખાણોનો લાભ લાભાર્થી રાજ્યોને સ્થળાંતરિત કરવાથી કંપનીનું નુકસાન તો યથાવત જ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય બાદ હવે તમારું વીજળી બીલ તગડું આવી શકે છે.

આ પણ વાંચો- રાજીવ કુમારનો દાવો, વર્ષ 2017-18માં 17 લાખ લોકોને રોજગાર મળ્યું

English summary
Gujarat allows power tariff hikes, in relief to Tata, Adani, Essar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X