For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે SBIમાં ખોલશો ઝીરો બેલેન્સ એકાઉન્ટ?

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, દેશની સૌથી મોટી લોન આપનાર કંપની કેટલાક એવા ખાતાની સુવિધા પણ આપે છે, જેમાં સરેરાશ માસિક બેલેન્સ મેઈન્ટેન કરવાનો નિયમ લાગુ નથી થતા.

|
Google Oneindia Gujarati News

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, દેશની સૌથી મોટી લોન આપનાર કંપની કેટલાક એવા ખાતાની સુવિધા પણ આપે છે, જેમાં સરેરાશ માસિક બેલેન્સ મેઈન્ટેન કરવાનો નિયમ લાગુ નથી થતા. આ ખાતામાં ગ્રાહકોને વધારાનું મિનીમમ બેલેન્ડ મેઈન્ટેન કરવાની જરૂર નથી પડતી. બીજા શબ્દોમાં કહીએ તો આ ખાતા ઝીરો બેલેન્સ સાથે વાપરી શકાય છે. સરેરાશ માસિક શેષ (AMB) બેન્ક બચતકર્તાઓ દ્વારા પોતાના ખાતામાં રખાતી જરૂરી લઘુત્તમ રકમ છે. એક મહિનામાં AMB જરૂરિયાત પૂરી કરવામાં ગ્રાહક નિષ્ફળ જાય તો પેનલ્ટી ચૂકવવી પડે છે.

આ પણ વાંચો: ગોલ્ડ બોન્ડની સ્કીમ વિશે જાણો 10 જરૂરી વાત

અહીં અમે તમને SBI દ્વારા અપાતા ઝીરો બેલેન્સ અકાઉન્ટની સુવિધા વિશે જણાવીશું.

1. બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ (BSDB)

1. બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ (BSDB)

BSDB ખાતું કોઈ પણ વ્યક્તિ દ્વારા કેવાયસી આપીને ખોલાવી શકાય છે. આ ખાતાની સુવિધા ગ્રાહકોને ઝીરો બેલેન્સ સાથે ખાતું મેઈન્ટેઈન કરવા માટે જ અપાય છે. એસબીઆઈ BSDB ખાતામાં 1 કરોડ સુધીની રકમ પર 3.5 ટકાનું વ્યાજ આપે છે. અને 1 કરોડથી વધુની રકમ પર 4 ટકાનું વ્યાજ આપે છે.

2. પ્રધાનમંત્રી જનધન ખાતું

2. પ્રધાનમંત્રી જનધન ખાતું

આ ખાતાની સુવિધા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત અપાય છે. જેનું ઉદ્દેશ્ય લોકોને નાણાકીય બચત, ડિપોઝિટ અકાઉન્ટ, વીમા અને પેન્શનની સુવિધાઓ માટે બેન્ક અકાઉન્ટ ખોલાવવાનું છે. આ ખાતાની સુવિધા લગભગ દરેક સરકારી બેન્કમાં મળે છે. આ ખાતું એસબીઆઈની કોઈ પણ બ્રાંચમાં ખોલાવી શકાય છે.

3. પહેલું પગલું પહેલી ઉડાન ખાતું

3. પહેલું પગલું પહેલી ઉડાન ખાતું

પહેલું પગલું પહેલી ઉડાન ખાસ કરીને બાળકો માટે અપાતા ખાતાની સુવિધા છે. આ ખાતા દ્વારા બાળકોને પૈસા બચાવવાનું શીખવા મળે છે, સાથે જ બાળકોને પૈસાની ખરીદ શખ્તિ સાથે પ્રયોગ કરવાની પરવાનગી પણ આપે છે. આ ખાતાના ગ્રાહકોને કોઈ લઘુત્તમ રકમ જમા કરવાની જરૂરિયાત નથી. એસબીઆઈની વેબસાઈટ મુજબ પહેલુ કદમ ખાતું 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિના નામ પર ખોલાવી શકાય છે. પરંતુ પહેલી ઉડાન ખાતું એ લોકો માટે જ છે જેમની ઉંમર 10 વર્ષ કરતા વધું છે.

4. SBI ઈન્સ્ટા સેવિંગ્સ અને ડિજિટલ સેવિંગ્સ અકાઉન્ટ

4. SBI ઈન્સ્ટા સેવિંગ્સ અને ડિજિટલ સેવિંગ્સ અકાઉન્ટ

દેશની સૌથી મોટી લોન આપતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ sbi.co.in પર કહ્યું છે કે આ બે પ્રકારના બચત ખાતા ફોન દ્વારા ખોલી સખાય છે. બંને ખાતામાં મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન કરવા પર 31 માર્ચ. 2019 સુધી છૂટ અપાઈ છે.

5. નો ફ્રિલ્સ અકાઉન્ટ (જે ખાતામાં કોઈ મર્યાદા નથી)

5. નો ફ્રિલ્સ અકાઉન્ટ (જે ખાતામાં કોઈ મર્યાદા નથી)

એસબીઆઈ શાખામાં કેટલાક ખાતા એવા છે, જેમાં કોઈ મર્યાદા નથી. એટલે કે બેન્ક એવા ગ્રાહકો માટે ખાતા ખોલી શકે છે, જેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ નથી. અને એક સાથે ખોલાયેલા આ તમામ ખાતામાં 50 હજારથી વધુની રકમ જમા કરવાનો ઈરાદો રાખે છે. જો કે વર્ષમાં તેઓ 1 લાખ રૂપિયાથી વધુની રકમ જમા નથી કરી શક્તા.

આ ઉપરાંત એવા વ્યક્તિઓ જેઓ પહેલા જ બેન્કમાં ખાતુ ખોલાવી કેવાયસી કરાવી ચૂક્યા છે, અથવા બેન્કના જ કોઈ ગ્રાહકે આ વ્યક્તિની ઓળખ અને માહિતીનું સમર્થન કર્યું છે તેવા ગ્રાહકો પણ આ ખાતું ખોલાવી શકે છે.

English summary
How To Open SBI Zero Balance Accounts?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X