For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યા 80 ટકા વધી: રિપોર્ટ

સીબીડીટી લેટેસ્ટ રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ટેક્સપેયરની સંખ્યામાં વધારો થયો છે. અહીં છેલ્લા ચાર વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

સીબીડીટી લેટેસ્ટ રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ટેક્સપેયરની સંખ્યામાં વધારો થયો છે. અહીં છેલ્લા ચાર વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ કરોડપતિ ટેક્સપેયરની સંખ્યામાં 60 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

money

રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં 1 કરોડ કરતા પણ વધારે આવક બતાવનાર ટેક્સપેયરની સંખ્યા વધીને 1.40 લાખ થઇ ચુકી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સસ અનુસાર ઈન્ક્મ ટેક્સ દાખલ કરનાર લોકોની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો થયો છે.

આ પણ વાંચો: કાચા તેલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો

સીબીડીટી ચેરમેન સુનિલ ચંદ્રા ઘ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે વર્ષ 2017-18 દરમિયાન ડાયરેક્ટ ટેક્સ છેલ્લા 10 વર્ષમાં સૌથી સારું રહ્યું. છેલ્લા ચાર વર્ષમાં જીએસટી રીટર્ન ફાઈલ કરનારની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો થયો છે. જ્યાં વર્ષ 2013 દરમિયાન રીટર્ન 3.79 કરોડ હતું, તો વર્ષ 2017-18 દરમિયાન તે વધીને 6.85 કરોડ જેટલુ થઇ ગયું.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશે

કરોડપતિ ટેક્સપેયર અંગે સીબીડીટી ઘ્વારા પોતાની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1 કરોડ કરતા વધારે ઈન્ક્મ ધરાવતા ટેક્સપેયરની સંખ્યામાં 68 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014-15 દરમિયાન જ્યાં 88 હજાર 649 લોકોએ પોતાની આવક 1 કરોડ કરતા વધારે બતાવી હતી, ત્યાં જ વર્ષ 2017-18 દરમિયાન તેમની સંખ્યા વધીને 1 લાખ 40 હજાર 139 થઇ ચુકી છે.

English summary
IT Dept releases direct tax statistics for Financial Year 2017-18
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X