For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KYC: કેવી રીતે લૂંટાવાથી અને ફ્રોડથી બચાવે છે

KYC એટલે કે નો યોર કસ્ટમર પ્રક્રિયાને કારણે લગભગ બધા જ લોકો પરેશાન છે. ગુજરાતીમાં તેને ગ્રાહકને જાણો તરીકે પણ ઓળખવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

KYC પ્રક્રિયાને કારણે લગભગ બધા જ લોકો પરેશાન છે. ગુજરાતીમાં તેને ગ્રાહકને જાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. KYCની જરૂર લગભગ દરેક નાણાકીય વ્યવહારમાં પડે છે. બેન્કમાં અકાઉન્ટ ખોલાવું હોય કે પછી વીમો લેવો હોય. મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા હોય કે શૅર બજારમાં રોકાણ કરવું હોય. એટલું જ નહીં હવે તો મોબાઈલ વોલેટમાં અકાઉન્ટ બનાવવા માટે પણ KYC જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ કે આખરે તેની જરૂર કેમ પડે છે અને તે તમારા માટે ફાયદાકારક છે કે નહીં.

KYC માટે માગવામાં આવે છે દસ્તાવેજ

KYC માટે માગવામાં આવે છે દસ્તાવેજ

KYCની પ્રક્રિયા પૂરી કરવા માટે નાણાકીય સંસ્થાન તમારી પાસે કેટલાક દસ્તાવેજ માગે છે. આ દસ્તાવેજ આપ્યા બાદ તમારી KYC પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. આ દસ્તાવેજોમાં બેન્ક અને ફાઈનાન્સિયલ કંપનીઓ ઓળખના પ્રમાણ પત્ર લે છે, જેના દ્વારા તે ગ્રાહકની ઓળખ પ્રક્રિયા પૂરી કરી શકે. રિઝર્વે બેન્કે બેન્કો માટે ગ્રાહકોની કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરી છે.

KYC અંગેની મહત્વની વાતો

KYC અંગેની મહત્વની વાતો

- બેન્કિંગના કામમાં ગોટાળા રોકવા માટે મદદરૂપ
- કેવાયસી માટે કયા કયા કાગળ છે જરૂરી
- ક્યાં ક્યાં જરૂરી છે કેવાયસી
- કેવાયસી કેમ જરૂરી છે.

બેન્ક ખાતાધારકોને આપે છે જરૂરી સુરક્ષા

બેન્ક ખાતાધારકોને આપે છે જરૂરી સુરક્ષા

આજકાલ બેન્કમાં ફ્રોડના સમાચાર આવતા રહે છે. પરંતુ જો તમામના કેવાયસી નિયમ પ્રમાણે હોય તો ફ્રોડ અટકાવી શકાય છે. કેવાયસી એટલા માટે ફરજિયાત કરાયું છે, જેથી આસમાજિક તત્વો બેન્કની સિસ્ટ સાથે છેડછાડ ન કરી શકે. કેવાયસી દ્વારા બેન્કિંગ ફ્રોડ અટકાવવામાં મદદ મળે છે. જેનાથી ખાતાધારકને નાણાકીય સુરક્ષા મળે છે. કેવાયસી દ્વારા ગુનેગારોની નકલી ઓળખ, નકલી એડ્રેસ ઓળખી શકાય છે.

કેવાયસી દ્વારા શું જાણે છે બેન્કો

કેવાયસી દ્વારા શું જાણે છે બેન્કો

બેન્ક કે પછી જ્યાં જ્યાં નાણાકીય લેવડદેવડ થાય છે, તે તમામ સંસ્થાઓ એક જેવા જ દસ્તાવેજ માગે છે. આ દસ્તાવેજો તમારા નામવાળા દસ્તાવેજ, અને એડ્રેસ સાચું સાબિત કરે તેવા હોય તે જરૂરી છે. આ બંને બાબતના સમર્થમાં લોકો જુદા જુદા પ્રકારના દસ્તાવેજ આપી શકે છે. બેન્કમાં ખાતું ખોલવા ઉપરાંત લોન લેવા, લોકર લેવા, ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, પોસ્ટ ઓફિસ સ્કીમમાં પૈસા રોકવા, વીમો લેવા પર કેવાયસીની પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. બેન્કમાં અકાઉન્ટ ખોલવા માટે કેવાયસી કરાવવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કેવાયસી કરાવવાની ના પડે તો બેન્ક તેને અકાઉન્ટ ખોલવાની ના પાડી શકે છે.

કેવાયસી માટે આ દસ્તાવેજ

કેવાયસી માટે આ દસ્તાવેજ

કેવાયસી માટે મુખ્યત્વે નામ, એડ્રેસ, ફોટા અને જન્મતારીખ જેવી માહિતી લેવામાં આવે છે. હવે આ માહિતીના સમર્થન માટે જુદા જુદા દસ્તાવેજ આપવાના હોય છે.

ઓળખ માટેઃ પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટની કોપી, વૉટર આઈડી, આધાર કાર્ડ કે બેન્ક પાસબુકની કૉપી

એડ્રેસનું પ્રુફ- લેન્ડલાઈન કે પોસ્ટપેઈડ મોબાઈલ બિલ, વીજળીનું લેટેસ્ટ બિલ, પાસપોર્ટની કોપી, ડિમેટ અકાઉન્ટનું લેટેસ્ટ સ્ટેટમેન્ટ, બેન્ક પાસબુકની લેટેસ્ટ ઝેરોક્ષ, રેશનિંગ કાર્ડની કૉપી, વોટર આઈડી, ભાડા કરાર, લાઈસન્સ અને આધારકાર્ડની કોપી એડ્રેસ પ્રૂફ તરીકે ચાલી શકે છે.

કેમ જરૂરી છે કેવાયસી

કેવાયસીને આરબીઆઈ ઉપરાંત સેબી અને IRDA ફરજિયાત કરી ચૂક્યુ છે. આ એક મહત્વની પ્રક્રિયા છે. બેન્કને તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે તમારા ખાતામાં કેટલી રકમ રાખશો, પરંતુ કેવાયસી જરૂરી છે. કેવાયસી બેન્કિંગ સિસ્ટમનો મહત્વનો અને જરૂરી હિસ્સો છે. જેનાથી દગાખોરીનું જોખમ ઓછું થાય છે.

English summary
know importance of kyc and know which documents needed in kyc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X