For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MUST READ: 31 મે સુધી ખાતામાં રાખો 330 રૂપિયા, સરકાર આપશે 2 લાખનો લાભ

જો તમે પણ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના લીધી છે, તો તમારા માટે એક ખાસ સમાચાર છે. PMJJBY યોજના લેનારા લોકોએ 31 મે સુધી તેમના ખાતામાં 330 રૂપિયા રાખવા જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પણ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના લીધી છે, તો તમારા માટે એક ખાસ સમાચાર છે. PMJJBY યોજના લેનારા લોકોએ 31 મે સુધી તેમના ખાતામાં 330 રૂપિયા રાખવા જરૂરી છે. જો તમે 31 મી મે સુધી તમારા બેંક ખાતામાં ઓછામાં ઓછા 330 રૂપિયાનું બેલેન્સ રાખ્યું, તો તમે મોદી સરકારની આ મોટી યોજનાનો લાભ લઈ શકશો નહીં. આ યોજના દ્વારા, તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળે છે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી છે કે , 31 મે સુધી તમારા ખાતામાં 330 રૂપિયાનું બેલેન્સ રાખો.

money

શું છે સ્કીમ

વર્ષ 2015 માં, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ લાભાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળે છે. સરકારની આ યોજનામાં વીમાધારકનું મૃત્યુ થવા પર જ વીમા કંપની પૉલિસીની રકમ ચૂકવે છે. આ ટર્મ પ્લાનમાં પૉલિસી ધારકના મૃત્યુ પર, તેમના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. દર વર્ષે આ યોજનાને રીન્યુ કરાવવી આવશ્યક છે.

આ વીમાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. વીમા કંપની પ્રીમિયમ મે ના છેલ્લા અઠવાડિયામાં અથવા 31 મે સુધી તમારા બેંક એકાઉન્ટમાંથી કાપી લે છે. પૉલિસીધારકોએ પોલિસી આપતી વખતે જ તમારા બેંક ખાતાને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે લિંક કરાવાનું હોય છે. દર વર્ષે આ ખાતામાંથી પ્રીમિયમની રકમ કપાઈ જાય છે. આ પ્રીમિયમની ચુકવણી માટે 330 રૂપિયાની રકમ ચોક્કસપણે એકાઉન્ટમાં હોવી જોઈએ, નહીં તો તમારી પોલિસી રીન્યુ થશે નહીં અને તમે યોજનાનો લાભ લઈ શકશો નહીં. ખાસ બાબત એ છે કે આ નીતિ કોઈપણ તારીખે ખરીદવામાં આવી હોય, પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષ 31 મે સુધી જ હશે.

આ પણ જુઓ: જો મોદી સરકાર નહીં બની તો, શેર બજારમાં કંઈક આવી અસર થશે

English summary
The PMJJBY scheme is a life cover for a fixed amount of Rs 2 lakh for an annual premium of Rs 330
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X