For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોમ-કાર લોન લેનારાઓને PNB ની મોટી ભેટ, સસ્તી થઇ લોન

જો તમે આવનારા દિવસોમાં ઘર અથવા કાર ખરીદવાની વિચારણા કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. હકીકતમાં PNB એ હોમ લોન્સ અને ઓટો લોન લેનારાઓ માટે ફેસ્ટિવલ ઓફર જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે આવનારા દિવસોમાં ઘર અથવા કાર ખરીદવાની વિચારણા કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. હકીકતમાં PNB એ હોમ લોન્સ અને ઓટો લોન લેનારાઓ માટે ફેસ્ટિવલ ઓફર જારી કરી છે. સરકારી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવી છે, જેના હેઠળ બેંકે પ્રોસેસિંગ ફીને સંપૂર્ણપણે માફ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે બેંક સામાન્ય રીતે લોન પર અપફ્રન્ટ / પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ લે છે, પરંતુ PNB એ હોમ લોન, કાર લોન અને ટુ-વ્હીલર લોન લેનારા લોકો માટે આ ચાર્જ સંપૂર્ણ રીતે માફ કરી દીધો છે.

આ પણ વાંચો: નુકશાનમાં ચાલી રહેલા જેટ એરવેઝને પીએનબી તરફથી સહારો મળ્યો

પીએનબીની ફેસ્ટિવલ ઑફર

પીએનબીની ફેસ્ટિવલ ઑફર

પીએનબીએ લોકો માટે ફેસ્ટિવલ ઑફર જારી કરી છે. જેના હેઠળ લોકોને હોમ લોન અથવા ઓટો લોન લેવા માટે કોઈ પ્રોસેસિંગ ફી ન લાગવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહિ પીએનબીએ વ્યાજના દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ કપાત જુદા જુદા સમયની લોન માટે કરવામાં આવી છે. 1 માર્ચ, 2019 થી વ્યાજદરમાં કરાયેલી આ કપાત અમલમાં આવી છે.

સસ્તી થઇ લોન

સસ્તી થઇ લોન

પીએનબીએ 1 માર્ચથી વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. બેંકે વ્યાજનો દર 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા કર્યો છે. 3 વર્ષની મુદત લોન માટે વ્યાજ દર ઘટાડીને 8.65% કરવામાં આવ્યો છે. બેંકે 31 માર્ચ, 2019 સુધી પીએનબીના ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફરનો લાભ લેવા લોકોને અપીલ કરી છે. 31 માર્ચ સુધી જો તમે પંજાબ નેશનલ બેન્કમાં હોમ લોન અથવા કાર લોન માટે અરજી કરો છો, તો તમારે પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં.

પંજાબ નેશનલ બેન્કનું '59 મિનિટ પોર્ટલ '

પંજાબ નેશનલ બેન્કનું '59 મિનિટ પોર્ટલ '

તમને જણાવી દઈએ કે પીએનબીએ પીએસબીલોન્સઈન59-મિનિટ્સ પોર્ટલ મારફતે 689 કરોડની લોન મંજૂર કરી છે. 1600 થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) કેટેગરી માટે બેંકે 689 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે.

English summary
PNB Holi Offer: Punjab national Bank offer zero Processing fee on Home loan, auto loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X