For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશે

સરકાર જોડે કામ કરવું હોય તો વાંચી જુઓ આ મહત્વના સમાચાર

|
Google Oneindia Gujarati News

મોદી સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી વીમા ક્ષેત્રમાં 10 લાખ લોકોને રોજગારીનો અવસર આપવામાં આવશે. રિપોર્ટ મુજબ પ્રધાનમંતરી જન આરોગ્ય યોજનાના મુખ્ય કાર્યપાલક અધિકારીએ ઉદ્યોગ મંડળ એસોચેમના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે યોજનાથી સાર્વજનિક અને ખાનગી બંને ક્ષેત્રોમાં સ્વાસ્થ્યની ગુણવત્તા સુધરશે. આ યોજનાથી મોટા પાયે રોજગારીનો અવસર ઉભો થશે. જે અંતર્ગત સ્વાસ્થ્ય અને વીમા ક્ષેત્રમાં 10 લાખ રોજગારીનું સર્જન થશે.

60 ટકા વિત્ત પોષણ કેન્દ્ર

60 ટકા વિત્ત પોષણ કેન્દ્ર

અધિકારીઓ મુજબ ભારતમાં સ્વાસ્થ્ય પર ખર્ચ અન્ય અર્થવ્યવસ્થાઓને મુકાબલે વધુ છે. એમણે કહ્યું કે સ્વાસ્થ્ય પર ક્ષમતાથી વધુ ખર્ચના કારણે દેશના 6 કરોડ લોકો ગરીબીમાં સપડાઈ જાય છે. PMJAY અંતર્ગત 10.7 કરોડથી વધુ ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમા કવર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે 60 ટકા નાણા પોષણ કેન્દ્ર સરકારથી અને બાકી રાજ્યોથી મળશે.

જન આરોગ્ય યોજના વિશે મુખ્ય વાતો

જન આરોગ્ય યોજના વિશે મુખ્ય વાતો

  • આ પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઈન્સ્યોરન્સ આપતી સૌથી મોટી યોજના છે.
  • આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ફંડિંગ કરશે.
  • આ યોજનાનો લાભ 10 કરોડથી વધુ પરિવાર એટલે કે 50 કરોડથી વધુ લોકોને મળશે.
  • અત્યાર સુધીમાં આ યોજનાથી 13 હજારથી વધુ હોસ્પિટલ જોડાઈ ચૂક્યાં છે.
  • 5 લાખ સુધીના ખર્ચમાં હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત જરૂરી તપાસ, દવાઈ, દાખલ થતા પહેલાનો ખર્ચ અને સારવાર થઈ જાય ત્યા સુધીનો ખર્ચ સામેલ છે.
  • આ યોજનાનો લાભ 30 રાજ્યના 443 જિલ્લાને મળશે. 86 ટકા ગ્રામીણ પરિવારોનું હેલ્થ ઈંસ્યોરન્સ નથી.
  • આ યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ પણ જરૂરી નથી.
  • ઓળખના રૂપે આધાર કાર્ડ, વોટર આઈડી કે રાશન કાર્ડ આપી શકો છો.
  • વીમા યોજના સાથે જોડાયેલ તમામ હોસ્પિટલમાં લોકોની મદદ માટે એક આયુષ્માન મિત્ર હશે.

યાદીમાં આવી રીતે તમારું નામ શોધો

યાદીમાં આવી રીતે તમારું નામ શોધો

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થિઓની સૂચીમાં તમારું નામ શોધવા માટે તમારે mera.pmjay.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. અહિ મોબાઈલ નંબરવાળા ફોર્મમાં તમારો નંબર નાખી દો. નીચેના ફોર્મમાં ઉપર લખેલ એક કેપ્ચા નાખો અને બાદમાં સૌથી નીચે જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરો.

ઓટીપી નાખ્યાના તુરંત બાદ એક પેજ ખુલશે જ્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. જે બાદ નીચે તમારું નામ, રાશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા RSBY URN સિલેક્ટ કરો અને તેની ડિટેલ ભરો. જે બાદ સર્ચ બટન પર ક્લિક કરો. જો તમારું નામ યાદીમાં હશે તો નીચે આવી જશે.

યાદીમાં તમારું નામ શોધવાની બીજી રીત

યાદીમાં તમારું નામ શોધવાની બીજી રીત

યાદીમાં તમારું નામ શોધવા માટે બીજો વિકલ્પ છે હેલ્પલાઈન નંબર. તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થિઓની યાદીમાં તમારું નામ જાણવા માટે હેલ્પલાઈન નંબર 14555 પર કૉલ પણ કરી શકો છો.

RBI એ આપી રાહત, બંધ નહીં થાય 90 કરોડ ડેબિટ-ક્રેડિટ કાર્ડRBI એ આપી રાહત, બંધ નહીં થાય 90 કરોડ ડેબિટ-ક્રેડિટ કાર્ડ

English summary
Pradhan Mantri Jan Arogya Yojana will provide more than 10 lakh jobs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X