For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર સાથે બબાલ બાદ RBIના ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું

સરકાર સાથે બબાલ બાદ RBIના ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સરકારના વિવાદ બાદ ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું છે. ઉર્જિત પટેલ પહેલા રઘુરામ રાજને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉર્જિત પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં પૂરો થઈ રહ્યો હતો, પરંતુ તેમણે 9 મહિના અગાઉ જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉર્જિત પટેલ સપ્ટેમ્બર 2016માં આરબીઆઈના ગવર્નર બન્યા હતા.

ખાનગી કારણોનો હવાલો આપ્યો

ખાનગી કારણોનો હવાલો આપ્યો

ઉર્જિત પટેલે ખાનગી કારણોનો હવાલો આપતાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે રિઝર્વ બેંકમાં કામ કરીને સારું લાગ્યું. રાજીનામું આપતાં ઉર્જિત પટેલે કહ્યું કે, વ્યક્તિગત કારણોસર મેં તત્કાલ પ્રભાવથીં મારા વર્તમાન પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સાથે કામ કરીને બહુ સારું લાગ્યું. ઉર્જિત પટેલે આરબીઆઈ સ્ટાફ અને એમના સહયોગીનો આભાર વ્યક્ત કર્યો.

બે દિવસ પહેલા બેઠક યોજાઈ

બે દિવસ પહેલા બેઠક યોજાઈ

બે દિવસ પહેલા સરકાર અને ઉર્જિત પટેલના વિવાદ બાદ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની બેઠક બોલાવી હતી. જેમાં કેટલાય મુદ્દા પર વાતચીત થઈ હતી. જણાવી દઈએ કે પાછલા કટલાક મહિનાથી સરકાર અને RBI વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેને પગલે ગવર્નરે વારંવાર સરકારને જવાબ આપવો પડી રહ્યો હતો.

ઉર્જિત પટેલના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી

ઉર્જિત પટેલના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી

જણાવી દઈએ કે રઘુરામ રાજનના રાજીનામાં બાદ ઉર્જિત પટેલે રિઝર્વ બેંકના ગવર્નર બન્યા હતા. ઉર્જિત પટેલ નોટબંધી દરમિયાન રિઝર્વ બેંકના ગવર્નર હતા. જો કે નોટબંધીના ક્ષણિક પ્રભાવને કારણે ઉર્જિત પટેલ સંસદીય સમિતિ સમક્ષ કેટલીય વખત હાજર થઈ ચૂક્યા છે. સંસદીય સમિતિએ ઉર્જિત પટેલને નોટબંધી લાગૂ કરવાનાં કારણો, રિઝર્વ બેંકની તૈયારી અને સિસ્ટમમાં કુલ પરત આવેલ પૈસાને લઈ સવાલ ઉઠાવ્યા છે.

મહારાષ્ટ્રના ખેડૂતે 2657 કિલો ડુંગળી વેચી, મળ્યા માત્ર 6 રૂપિયામહારાષ્ટ્રના ખેડૂતે 2657 કિલો ડુંગળી વેચી, મળ્યા માત્ર 6 રૂપિયા

English summary
Reserve Bank of India's Governor Urjit Patel steps down from his post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X