For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉલરના મુકાબલે 5 પૈસાના કડાકા સાથે ખુલ્યો રૂપિયો, સેન્સેક્સમાં પણ નરમી

ડૉલરના મુકાબલે 5 પૈસાના કડાકા સાથે ખુલ્યો રૂપિયો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. રૂપિયો આજે પાંચ પૈસાના કડાકા સાથે 70.51ના સ્તર પર ખુલ્યો. જ્યારે ડૉલરના મુકાબલે રૂપિયામાં સોમવારે પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલરના મુકાબલે રૂપિયા કાલે 88 પૈસાના કડાકા સાથે 70.46ની સપાટી પર બંધ થયો હતો. ક્રૂડ ઓઈલમાં વૃદ્ધિનો રૂખ બનવાથી કાલે રૂપિયો અચાનક પટકાયો હતો. પાછલા ત્રણ મહિનામાં રૂપિયામાં એક દિવસમાં આ સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો.

rupee

બજારના જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને અમેરિકી ડૉલર મજબૂત થતા આયાતકારોની ડૉલરની માંગ વધવાથી રૂપિયામાં નરમાઈ જોવા મળી છે. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વચ્ચે ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થમવા માટે ઉત્પાદન કટોતી પર સહમતિના અસરના રૂપે પણ આને જોવામાં આવી રહ્યો છે.

બીજી બાજુ મંગળવારે શેર બજારમાં પણ સુસ્તી જોવા મળી છે અને સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 188 અંકના કડાકા સાથે36,052.47 પર આવી ગયો. જો કે આજે સવારે સેન્સેક્સ 49.48 અંકની તેજી સાથે 36241 પર ખુલ્યો હતો પરંતુ આ તેજી વધુ સમય ન ચાલી. જ્યારે નિફ્ટીમાં પણ 46 અંકોનો કડાકો જાવા મળ્યો છે. હાલ નિફ્ટી 10846ના સ્તર પર કારોબાર કરી રહી છે. અગાઉ સોમવારે સેન્સેક્સ 46.70 અંક વધીને 36,241 પર અને નિફ્ટી 7 અંકના વધારા સાથે 10883.75 પર બંધ થયો હતો.

આ પણ વાંચો- વધુ સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો 4 ડિસેમ્બરે શું છે કિંમત

English summary
rupee slips against us dollar in early trade
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X