For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા નેનો કાર રોજના રૂપિયા 399માં ભાડેથી મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓક્ટોબર : ટાટા મોટર્સે પોતાની બહુચર્ચિત કાર ટાટા નેનો માટે એક નવો બિઝનેસ પ્લાન વિચાર્યો છે. આ પ્લાન અનુસાર ટાટા કંપનીએ કાર રેન્ટલ કંપની કારઝોન રેંટ સાથે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં એક પહેલ કરવા માટે કરાર કર્યા છે.

આ કરાર અંતર્ગત કોઇપણ ગ્રાહક ટાટાની નૈનો કાર ચલાવવા માટે દૈનિક રૂપિયા 399નું ભાડું ચૂકવીને તેનો ઉપયોગ કરી શકે છે. 'માઇલ્સ સિટી ડ્રાઇવ' પહેલ અંતર્ગત ટાટા મોટર્સ કારઝોન રેન્ટને 200 જેટલી ટાટા નેનો ટ્વિસ્ટ કારોની પૂરી પાડશે.

tata-nano-bi-fual-cng-600

આ અંગે કારઝોન રેંટના એમડી અને સીઇઓ રાજીવ વિજે જણાવ્યું કે 'ટાટા મોટર્સની સાથે આ જોડાણ વાહન ઉત્પાદકોની સાથે લાંબાગાળાના ભાગીદારીના કારઝોન રેંટના પ્રયાસોમાં વધુ એક પગલું છે.'

આ પહેલ અંતર્ગત દિલ્હી સ્થિત કારઝોન રેંટના પ્રયાસોમાં વધુ એક પગલું છે. આ પહેલ અંતર્ગત દિલ્હી સ્થિત કારઝોન રેંટ પ્રતિ કલાકના રૂપિયા 99ના ભાડે ગ્રાહકોને ટાટા નેનો કાર ચલાવવા આપશે. આ ઉપરાંત ગ્રાહકો રૂપિયા 6,999માં આખા મહિના માટે ભાડે લઇ શકે છે.

તેમનું કહેવું છે કે ગ્રાહક કંપનીના 43 કેન્દ્રો ઉપરાંત ઓનલાઇન પણ કાર બુક કરાવી શકશે. ટાટા મોટર્સના પ્રમુખ (સંસ્થાગત વેચાણ) દીપાંકર તિવારીએ જણાવ્યું કે આ ભાગીદારી મારફતે અમે મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચી શકીશું. અને એક સેલ્ફ ડ્રાઇવ અવતારમાં ટાટા નેનોનો અનુભવ લેવાની તક મળશે.

English summary
Tata Nano car available on daily rental of Rs 399.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X