For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે વિશ્વના 10 સૌથી પૈસાદાર શહેરો

લેખમાં તમે ભારતના સૌથી અમીર રાજ્યો અને વિશ્વના અમીર દેશો વિશે વાંચી ચૂક્યા છો, હવે અમે તમને વિશ્વના એવા 10 શહેરોની સફર કરાવીશું, જેની ગણના સૌથી અમીર શહેરો તરીકે થાય છે.

|
Google Oneindia Gujarati News

અમે તમને વિશ્વના એવા 10 શહેરોની સફર કરાવીશું, જેની ગણના સૌથી અમીર શહેરો તરીકે થાય છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ મુજબ ન્યૂયોર્ક (યુનાઈટેડ સ્ટેટ) અને લંડન (યુનાઈટેડ કિંગ્ડમ) અમીર શહેરોની યાદીમાં પહેલા અને બીજા નંબર પર છે. તો ચાલો જઈએ એ 10 શહેરોની સફરે જે સૌથી પૈસાદાર છે.

ન્યૂયોર્ક

ન્યૂયોર્ક

વિશ્વના સૌથી પૈસાદાર શહેરોની યાદીમાં આ ચમકતું શહેર પહેલા નંબર છે. 3 ટ્રિલિયન ડૉલર જીડીપી ધરાવતા આ શહેરની ચમકદમક અને અમીરી જોઈને ભારતીયોની આંખો અંજાઈ જશે. ન્યૂયોર્ક વિકાસની દ્રષ્ટિએ પણ સૌથી આગળ છે. એટલે જ કદાચ દરેક ભારતીય જીવનમાં એક વખત ન્યૂયોર્ક જવા ઈચ્છે છે.

લંડન

લંડન

લંડન આ શહેર પાસે કુલ 2,700 અરબ ડૉલરની અધધધ સંપત્તિ છે. યુનાઈટેડ કિંગ્ડમનું આ શહેર 2.7 ટ્રિલિયન જીડીપી સાથે સૌથી પૈસાદાર શહેરોમાં બીજા નંબરે છે.

ટોક્યો

ટોક્યો

એક સમયે નાશ પામવાના કિનારે પહોંચેલા જાપાનની પ્રગતિ વિશ્વમાં સૌને આંજી દે છે. એમાંય જાપાનનું શહેર ટોક્યો 2.5 ટ્રિલિયન ડૉલર જીડીપી સાથે પૈસાદાર શહેરોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ચૂક્યુ છે.

સેન ફ્રાંસિસ્કો

સેન ફ્રાંસિસ્કો

યુનાઈટેડ સ્ટેટ્સનું આ શહેર 2.3 ટ્રિલિયન ડૉલરની જીડીપી સાથે સૌથી પૈસાદાર શહેરોમાં ચોથા નંબર છે. સપનાઓના શહેર મુંબઈને વિશ્વના સૌથી પૈસાદાર શહેરોની યાદીમાં સામેલ કરાયું છે.

બેઈજિંગ

બેઈજિંગ

ઝડપથી વિક્સી રહેલા ચીનનું આ શહેર પણ વિશ્વના અમીર શહેરોની યાદીમાં સુમાર છે.2.2 ટ્રિલિયન ડૉલર જીડીપી સાથે બેઈજિંગ આ યાદીમાં પાંચમા નંબરે છે. જો કે ચીનની આર્થિક રાજધાની ગણાતું શાંઘાઈ આ યાદીમાં બેઈજિંગ કરતા પાછળ છે.

શાંઘાઈ

શાંઘાઈ

ચાઈનાનું આ શહેર 2 ટ્રિલિયન ડૉલર જીડીપી સાથે છઠ્ઠા નંબરે છે.

લોસ એન્જલસ (LA)

લોસ એન્જલસ (LA)

યુનાઈટેડ સ્ટેટ્સનું આ શહેર 1.4 ટ્રિલિયન જીડીપી સાથે પૈસાદાર શહેરોની યાદીમાં પાંચમા નંબરે છે.

હોંગકોંગ

હોંગકોંગ

હોંગકોંગ 1.2 ટ્રિલિયન ડૉલર જીડીપી સાથે વિશ્વના પૈસાદાર શહેરોની યાદીમાં આઠમા નંબર પર છે.

સિડની

સિડની

વિશ્વના પૈસાદાર શહેરોની યાદીમાં નવમા નંબરે આવતા ઓસ્ટ્રેલિયાના આ શહેરની જીડીપી 1 ટ્રિલિયન ડૉલર જેટલી છે.

સિંગાપોર

સિંગાપોર

ટુરિઝમ માટે પ્રખ્યાત આ શહેર 1 ટ્રિલિયન જીડીપી સાથે અમીર શહેરોની યાદીમાં 10મા નંબર પર છે.

ભારતનું મુંબઈ આ યાદીમાં 12મા નંબર છે

ભારતનું મુંબઈ આ યાદીમાં 12મા નંબર છે

આ સિવાય યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીનના ત્રણ-ત્રણ શહેરો વિશ્વના ટોપ 10 પૈસાદાર શહેરોની યાદીમાં સામેલ છે.. જો કે ભારતનું મુંબઈ 944 બિલિયન જીડીપી સાથે આ યાદીમાં 12મા નંબર છે. મુંબઈની અમીરી સામે પેરિસ સહિત તમામ યુરોપિયન સિટી ઢંકાઈ ગયા છે. ન્યૂ વર્લ્ડ વેલ્થના રિપોર્ટ મુજબ મુંબઈની કુલ સંપત્તિ 61 લાખ કરોડ રૂપિયા જેટલી છે. જર્મનીનું ફ્રેંકફર્ટ, કેનેડાનું ટોરેંટો , ફ્રાંસની રાજધાની પેરિસ પૈસાદાર શહેરોની યાદીમાં મુંબઈ કરતા પણ ક્યાંય પાછળ છે.

English summary
Here you will be read about top 10 richest City of the world in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X