For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 વર્ષ સુધી સ્પાઈનલ ટીબીને બેકપેઈન સમજતા રહ્યા અમિતાભ, જાણો લક્ષણ અને ઈલાજ

અમિતાભ બચ્ચને થોડા દિવસો અગાઉ કૌન બનેગા કરોડપતિમાં ટીબી સાથે જોડાયેલી સમસ્યા વિશે જણાવતા કહ્યુ કે તેમને કરોડરજ્જુમાં ટીબીની બિમારી થઈ ગઈ હતી જેને તે 4 વર્ષ સુધી બેક પેઈન સમજવાની ભૂલ કરતા રહ્યા.

|
Google Oneindia Gujarati News

અમિતાભ બચ્ચને થોડા દિવસો અગાઉ કૌન બનેગા કરોડપતિમાં ટીબી સાથે જોડાયેલી સમસ્યા વિશે જણાવતા કહ્યુ કે તેમને કરોડરજ્જુમાં ટીબીની બિમારી થઈ ગઈ હતી જેને તે 4 વર્ષ સુધી બેક પેઈન સમજવાની ભૂલ કરતા રહ્યા. તેમની આ ભૂલના કારણે ટીબીના ઈલાજમાં ઘણો સમય લાગ્યો અને 1 વર્ષથી પણ વધુ સમય સુધી તેમની આકરી ટ્રીટમેન્ટ ચાલતી રહી. બિગ બીએ જણાવ્યુ કે તેમને ખબર જ ના પડી કે તેમને સ્પાઈનલ ટ્યુબરક્યુલોસીસની બિમારી છે અને તે ઘણા લાંબા સમય સુધી કરોડરજ્જુમાં થઈ રહેલી પીડાને બેક પેઈન સમજતા રહ્યા. આવો જાણીએ શું હોય છે સ્પાઈનલ ટ્યુબરક્યુલોસિસની બિમારી.

જણાવી પોતાની પીડા

જણાવી પોતાની પીડા

બિગ બીએ જણાવ્યુ કે તેમને લાગી રહ્યુ હતુ કે ખુરશી પર વધુ વાર સુધી બેસી રહેવાના કારણે તેમની પીઠ અને કમરમાં દુઃખાવો થઈ રહ્યો છે. પરંતુ લગભગ 4-5 વર્ષ સુધી આ પીડા સહન કર્યા બાદ ડાયાગ્નોઝ થયુ કે તેમને હકીકતમાં સ્પાઈનલ ટીબીની બિમારી થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે પૂરી ગંભીરતા સાથે પોતાની બિમારીનો ઈલાજ કરાવ્યો અને ત્યારે તેઓ ટીબી ફ્રી થયા. અમિતાબ બચ્ચને આ વાત પર જોર આપતા કહ્યુ કે બિમારીનો સમયે નિદાન કરીને સમયે ઈલાજ કરવાથી જીવ બચાવવો સરળ બની જાય છે.

કેવી રીતે થાય છે સ્પાઈનલ ટીબી?

કેવી રીતે થાય છે સ્પાઈનલ ટીબી?

ટીબીના કિટાણુઓ જો પહેલેથી જ શરીરમાં હાજર હોય તો તે ફેફસા દ્વારા લોહીમાં પહોંચે છે અને પછી લોહી દ્વારા હાડકામાં. અહીંથી તે ફેલાવા લાગે છે. જો કોઈ દર્દીમાં આની ઓળખ ન થઈ શકે તો ધીરે ધીરે તેની કરોડરજ્જુ ઓગળવા લાગે છે જેનાથી સ્થાયી અપંગતા આવે છે. જો કોઈ દર્દીને આ માલુમ પડી જાય પરંતુ તે ઈલાજ વચમાં છોડી દે તો તેમાં પણ કરોડરજ્જુનુ હાડકુ ઓગળવાની સંભાવના રહે છે. ટીબી વાળ અને નખને છોડીને શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.

આ પણ વાંચોઃ કોઈ પણ શાહ, સમ્રાટ કે સુલ્તાન અમારા પર કંઈ થોપી નહિ શકેઃ કમલ હાસનઆ પણ વાંચોઃ કોઈ પણ શાહ, સમ્રાટ કે સુલ્તાન અમારા પર કંઈ થોપી નહિ શકેઃ કમલ હાસન

બિમારીના મુખ્ય લક્ષણ

બિમારીના મુખ્ય લક્ષણ

પીઠમા અકડ, કરોડરજ્જુમાં અસહ્ય પીડા, કરોડરજ્જુના હાડકામાં ઝૂકાવ, પગમાં અને હાથાં હદથી વધુ નબળાઈ અને ખાલીપણુ, હાથ અને પગની માંસપેશીઓમાં ખેંચાણ, યુરીન પાસ કરવામાં મુશ્કેલી, કરોડરજ્જુની હાડકામાં સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી, અપંગ થવાની સંભાવના, બે-ત્રણ સપ્તાહ સુધી પીઠમાં પીડા રહ્યા બાદ પણ આરામ ન મળે તો તરત જ ડૉક્ટર પાસે જવુ જોઈએ. આંકડાઓ મુજબ ડૉક્ટર પાસે પહોંચનાર પીઠ દર્દના કેસોમાંથી 10 ટકા દર્દીઓમાં કરોડરજ્જુનો ટીબી નિદાન થાય છે. આનો યોગ્ય સમયે ઈલાજ ન કરાવનાર લોકોમાં સ્થાયી રીતે અપંગ થવાનો ખતરો પણ રહે છે. આની ઓળખ પણ જલ્દી થઈ શકતી નથી.

લાંબો ચાલે છે ઈલાજ

લાંબો ચાલે છે ઈલાજ

સામાન્ય રીતે ટીબીનો ઈલાજ 6 મહિનામાં થઈ જાય છે પરંતુ સ્પાઈનલ ટીબીને દૂર થવામાં 12થી 18 મહિનાનો સમય લાગે છે. જે લોકો યોગ્ય સમયે ઈલાજ નથી કરાવતા કે ઈલાજ વચમાં છોડી દે છે તેમની કરોડરજ્જુનું હાડકુ ઓગળી જાય છે, જેનાથી સ્થાયી અપંગતા આવી જાય છે. કોઈ પણ વયના લોકોને કરોડરજ્જુના હાડકાનો ટીબી થઈ શકે છે. ટીબી બેક્ટેરિયા શરીરના બીજા ભાગો જેવા કે દિમાગ, પેટ અને અન્ય હાડકાઓને પણ પ્રભાવિત કરી શકે છે.

English summary
When Amitabh Bachchan mistook spinal tuberculosis for back pain for over 4 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X