For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા થશે ક્રોધિત

નવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા થશે ક્રોધિત

|
Google Oneindia Gujarati News

આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કેટલાંક એવાં કામો છે જે ભૂલથી પણ ન કરવાં જોઈએ. જો માતાની કૃપા મેળવવા માગતા હોવ તો તમારે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો અહિં જાણો કે નવરાત્રી દરમિયાન કયાં કયાં કામ ન કરવાં જોઈએ...

નવરાત્રીમાં આ ભૂલ ન કરવી

નવરાત્રીમાં આ ભૂલ ન કરવી

શરદ નવરાત્રીનું ખાસ મહત્વ છે. આ સમયે મા દેવીની પૂજા કરી એમની પાસેથી સુખ-સમૃદ્ધિની કામના કરવી બહુ શુભ માનવામાં આવે છે.

નવરાત્રીમાં આ ભૂલ ન કરવી

નવરાત્રીમાં આ ભૂલ ન કરવી

નવરાત્રી પર દેવી પૂજન અને નવ દવસના વ્રતનું ભારે મહત્વ છે. આ નવ દિવસમાં સૌકોઈએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. તો આવો જાણીએ કે નવરાત્રી સમયે કેવાં કામ ન કરવાં જોઈએ...

દાઢી-મૂંછ

દાઢી-મૂંછ

નવરાત્રીમાં નવ દિવસના વ્રત રાખનારે દાઢી-મૂંછ અને વાળ ન કપાવવા જોઈએ. આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું શુભ માનવામાં આવે છે.

ડુંગળી ન ખાવી

ડુંગળી ન ખાવી

નવરાત્રી દરમિયાન હળવું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. નવરાત્રી દરમિયાન ભોજનમાં ડુંગળી, લસણ અને નૉન વેજ ન લેવાં જોઈએ.

આવાં કપડાં ન પહેરવાં

આવાં કપડાં ન પહેરવાં

નવ દિવસનું વ્રત રાખતા લોકોએ કાળા રંગનાં કપડાં ન પહેરવાં જોઈએ. આ દરમિયાન સિલાઈ જેવાં કામ ન કરવાં જોઈએ.

નખ ન કાપવા

નખ ન કાપવા

નવરાત્રી દરમિયાન નખ કાપવા પણ વર્જિત માનવામાં આવી રહ્યા છે. માટે નવરાત્રી શરૂ થતા પહેલા નખ કાપી લેવા જોઈએ.

શારીરિક સંબંધ ન બનાવવા

શારીરિક સંબંધ ન બનાવવા

વ્રતમાં શારીરિક અને માનસિક બંને રીતના સંયમની જરૂર હોય છે. વિષમઉ પુરાણ મુજબ નવરાત્રી વ્રતના સમયે તમાકુ ખાવાથી અને શારીરિક સંબંધ બાંધવાથી પણ વ્રતનું ફળ નથી મળતું.

આ ન કરવું

આ ન કરવું

શક્ય હોય તો નવરાત્રી દરમિયાન વ્રત રાખતા લોકોને બેલ્ટ, ચપ્પલ-જૂતા, બેગ જેવી ચાંબડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ ન કરવું

આ ન કરવું

જો નવરાત્રીમાં કળશ સ્થાપના કરી રહ્યા છો, માતાની ચોકીનું આયોજન કરી રહ્યા છો અથવા જ્યોત પ્રગટાવી રહ્યા હોવ તો આ દિવસે ઘર ખાલી છોડીને ન જવું જોઈએ. પૂજા ઘરને ગંદુ ન રાખવું. દીપક પ્રગટાવ્યા વિના ક્યારેય પૂજા ન કરવી.

આટલું ધ્યાન રાખવું

આટલું ધ્યાન રાખવું

નવરાત્રી દરમિયાન તમે વ્રત રાખી રહ્યા હોવ કે નહિ, ભોજન તો સ્નાન કરીને જ ગ્રહણ કરવું. સ્નાન બાદ દુર્ગા માની પૂજા કરો અને બાદમાં જ ભોજન ગ્રહણ કરવું.

ઊંઘવું નહિ

ઊંઘવું નહિ

વિષ્ણુ પુરાણ મુજબ નવરાત્રી વ્રતના સમયે દિવસે ન ઊંઘવું જોઈએ.

માંસાહાર

માંસાહાર

નવરાત્રી દરમિયાન માંસાહાર અને દારુથી દૂર જ રહેવું જોઈએ.

ઝઘડવું નહિ

ઝઘડવું નહિ

નવરાત્રી દરમિયાન દુ્ર્ગા માતાની કૃપા મેળવવા માટે ઘરમાં ઝઘડાનો માહોલ બિલકુલ ન થવો જોઈએ. લડાઈ-ઝઘડા અને વાદ-વિવાદથી બચવું જોઈએ.

આ ન કરવું

આ ન કરવું

જો તમે ચાલીસા કે સપ્તશતીનો પાઠ કરી રહ્યા હોવ તો કોઈની સાથે પણ વાત કરવા માટે ચાલીસાને અધવચ્ચે ન રોકી દેવી જોઈએ.

મીઠાંનું સેવન ન કરવું

મીઠાંનું સેવન ન કરવું

વ્રતમાં નવ દિવસ સુધી ખોરાકમાં અનાજ અને મીઠાંનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રી વિશેષઃ પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજાનવરાત્રી વિશેષઃ પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજા

English summary
Don't do these mistakes while navratri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X