For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Women's Day: IAFની પહેલી મહિલા ફ્લાઇટ એન્જીનીયર વિશે જાણો

મહિલાઓ તેમના હિંમતવાન ઈરાદાઓ અને પ્રતિભાના દમ પર દેશભરમાં તેમની હાજરી નોંધાવી રહી છે. વાત ભૌતિક સેવાઓની હોય કે પછી ડિફેન્સ સેક્ટરની.

|
Google Oneindia Gujarati News

મહિલાઓ તેમના હિંમતવાન ઈરાદાઓ અને પ્રતિભાના દમ પર દેશભરમાં તેમની હાજરી નોંધાવી રહી છે. વાત ભૌતિક સેવાઓની હોય કે પછી ડિફેન્સ સેક્ટરની. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે. દેશની સુરક્ષા માટે પણ સ્ત્રીઓ હવે પાછળ રહી નથી. ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સમાં મહિલાઓની શક્તિ તેમના સાહસના પરચા લેહરાવી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે અમે એક જાબાંઝ મહિલા હિના જયસ્વાલને મળાવા જઈ રહ્યા છીએ, જે તાજેતરમાં ભારતીય હવાઇ દળની પહેલી મહિલા ફ્લાઇટ ઇજનેર બની છે.

પંજાબની રાજધાની ચંડીગઢની હિના બાળપણથી જ સેનામાં ભરતી થવાનું સપનું જોયા કરતી હતી, પરંતુ હવે તેણે તેની સખત મહેનતથી સપનું સાકાર કરી લીધું છે, તે પણ ભારતીય હવાઈદળની પહેલી મહિલા ફ્લાઇટ ઇજનેર બની છે.

આ પણ વાંચો: મહિલા દિવસ 2019: જેસલમેરમાં સીમા સુરક્ષા માટે તૈનાત છે મહિલા સૈનિકો

બેંગલોરથી તાલીમ પૂર્ણ કરી

બેંગલોરથી તાલીમ પૂર્ણ કરી

હિના આ વર્ષે ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે એર ફોર્સમાં જોડાઈ છે. તે ફ્લાઇટ એન્જીનિયર હોવાથી ઓપરેશનલ હેલિકોપ્ટર યુનિટ્સમાં જોડાશે. હિનાએ બેંગ્લોરની યેલાહંકા સ્થિત 112 હેલિકોપ્ટર એર ફોર્સ સ્ટેશન ખાતે ફ્લાઇટ એન્જીનિયરિંગનો કોર્સ કર્યો છે અને હવે તે તેના સપનાઓને સાકાર કરતી જોવા મળશે.

પુરુષોની જેમ લીધી કઠિન તાલીમ

પુરુષોની જેમ લીધી કઠિન તાલીમ

હિના, વર્ષ 2014 ફ્લાઇટ એન્જિનિયર કોર્સ માટે પસંદ કરાઈ હતી. તેણે આ કોર્સનો પ્રારંભ 5 જાન્યુઆરી, 2015 ના રોજ આઈએએફની એન્જિનિયરિંગ શાખામાં કર્યો હતો. અગાઉ, તેણે એર મિસાઈલ સ્ક્વોડ્રોન માટે ફ્રન્ટલાઇન સરફેસમાં ફાયરિંગ ટીમના ચીફ અને બેટ્રી કમાન્ડર તરીકે કામ કર્યું હતું. હિનાએ છ મહિનામાં સખત તાલીમ લીધી. આ તાલીમ એવી જ હતી જે પુરુષોને આપવામાં આવે છે.

બાળપણથી હતો યુનિફોર્મનો શોખ

બાળપણથી હતો યુનિફોર્મનો શોખ

બાળપણથી હિનાને સેનામાં જવું હતું, તેના માતાપિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તે સૈનિકોનો યુનિફોર્મ પહેરતી હતી, પરંતુ આજે તેણે તેનું સપનું પૂરું કરી અને પોતાનો યુનિફોર્મ કમાઈ લીધો. અમને ગર્વ છે હિના જેવી પુત્રીઓ પર જે પોતાના સપના સાકાર કરી, દેશની સામે નવા પરિણામ સ્થાપિત કરી રહી છે.

English summary
Women's Day Special : Hina Jaiswal Is IAF's First Woman Flight Engineer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X