For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, આ વાત રાખો ધ્યાનમાં

જાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, આ વાત રાખો ધ્યાનમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે હોલિકા દહન છે, આજે સવારે 10.45 વાગ્યાથી રાત્રે 8.59 સુધી ભદ્ર રહેશે, જેનો અર્થ કે આજે રાત્રે 9 વાગ્યા બાદ હોલિકા દહન થશે, હોલિકા દહન બાદ જ રંગોથી રમવાનું શરૂ થઈ જાય છે. હોલિકા દહનની પૂજા બહુ મહત્વની હોય છે. જેનું ખાસ મહત્વ હોય છે માટે આ દરમિયાન કેટલીક ચીજો ન કરવી જોઈએ કેમ કે તેનો ખોટો પ્રભાવ તમારા પર અને તમારા પરિવાર પર પડે છે.

આજે હોલિકા દહન

આજે હોલિકા દહન

હોલિકા દહન સમયે ઉંઘવું ન જોઈએ, બની શકે તો તમે પૂજામાં સામેલ થાઓ અને જો તમે સામેલ નથઈ થઈ શકતા તો આ દરમિયાન તમારે ઘરમાં ઊંઘવું તો બિલકુલ નહિ બલકે ઈશ્વરનું ધ્યાન ધરવું. ઘરમાં લડાઈ-ઝઘડા ન કરવા બલકે બની શકે તો ખુશીનો માહોલ બનાવી રાખો. હોલિકા દહનની રાત્રે કોઈપણ એકાંત વાળી જગ્યા કે શ્મશાન પર બિલકુલ ન જવું. આ રાત્રે નકારાત્મક શક્તિઓ બહુ હાવી રહેતી હોય છે.

ગુસ્સો કે નશો ન કરવો

ગુસ્સો કે નશો ન કરવો

ક્રોધથી બચવું કેમ કે ક્રોધ લક્ષ્મીજીને પસંદ નથી, જે તમારા સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ બંનેનો નાશ કરશે. કોશિશ કરો કે હોલીના દિવસે નશો ન કરો, કેમ કે નશો તણાવ અને ઝઘડાને જન્મ આપે છે.

શારીરિક સંબંધ

શારીરિક સંબંધ

હોલિકા દહનની રાત્રે પતિ-પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. શાસ્ત્રો મુજબ હોલિકા દહનની તિથિ પર બનેલ સંબંધથી ઉત્પન્ન સંતાને જીવનમાં કષ્ટનો સામનો કરવો પડે છે.

માં લક્ષ્મી અને ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરો

માં લક્ષ્મી અને ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરો

હોળીની સાંજે મા લક્ષ્મીની મૂર્તિ સામે એક દીપક જરૂર પ્રગટાવવો. હોળીના દિવસે સૌથી પહેલા ભગવાન કૃષ્ણને અબીર ગુલાલ લગાવો અને બાદમાં જ રંગોથી રમો, તમારી હોળી યાદગાર બની જશે.

અન્ન દાન કરો

અન્ન દાન કરો

આજની રાત્રે તમારા વજન બરાબર અન્નદાન કરો. ગરીબ લોકોમાં વસ્ત્રો અને ભોજન વહેંચો. નિર્ધનના બાળકોમાં રમકડાં અને અબીલ ગુલાલ વહેચવાથી પણ ધનની ક્યારેય કમી નથી આવતી તથા અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ફક્ત 9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો, બધા બાળકો તંદુરસ્તફક્ત 9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો, બધા બાળકો તંદુરસ્ત

English summary
Holika Dahan also Kamudu pyre is celebrated by burning Holika, the devil,Avoid These Things during Pooja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X