For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુ તમે ઈન્જેક્શનવાળું તરબૂચ ખાઈ રહ્યા છો? આ રીતે જાણો

ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં મળથા ફળ ખાવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ.

|
Google Oneindia Gujarati News

ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં મળથા ફળ ખાવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. ઉનાળામાં હિટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી બચવા માટે મોટા ભાગના લોકો તરબૂચ અને પાણીદાર ફળ આરોગતા હોય છે. ગરમીની સિઝનમાં કેટલાક ફળ એવા પણ છે જે પાણીની કમી દૂર કરી શકે છે. આવું જ એક ફળ છે તરબૂચ.

ઉનાળામાં મળતું આ ફળ એવું છે જેમાં વિટામિન A 11% , વિટામીન સી 13 ટકા, આયર્ન 1 ટકા, વિટામિન ડી, વિટામિન વી 6 અને મેગ્નેશિયમ મળે છે. તરબૂચના દરેક પીચમાં 94 ટકા પાણી અને 6 ટકા સુગર હોય છે. પરંતુ ધ્યાન રાખજો તમે ક્યાંક ફ્રેશ દેખાતા અને મીઠા તરબૂચ ખાવાના ચક્કરમાં નકલી અને નુક્સાન કરે તેવા તરબૂચ તો નથી ખાઈ રહ્યા ને?

આ પણ વાંચો: શું તમે પણ સવારમાં નાસ્તો નથી કરતા, આ ટેવ હાર્ટ એટેકનું કારણ બની શકે!

એક રિપોર્ટ પ્રમામે તરબૂચને રંગ ચડાવવા અને તેનો ટેસ્ટ વધારવા માટે જે કેમિકલ્સ વપરાય છે, તે તમારા આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. આજકાલ ફક્ત તરબૂત જ નહીં પરંતુ દરેક પ્રકારના ફળ અને શાકભાજીને ઈન્જેક્શન દ્વારા નકલી ઉપાયથી પકવવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

તરબૂચ ગરમીમાં ઘણા લોકોને ખૂબ ભાવે છે. ત્યારે જાણો કે તમે ઈન્જેક્શન લગાવેલા તરબૂચની ઓળખ કેવી રીતે કરશો?

મિક્સ કરાય છે આ કેમિકલ્સ

મિક્સ કરાય છે આ કેમિકલ્સ

તરબૂચને ગળ્યું અને લાલ બતાવવા માટે તેમાં ઓક્સિટોક્સિન, સોડિયમ સેકરીન અને સિન્થેટિક રંગ મેળવવામાં આવે છે. આ ઉપરાંત સેકરીન નાખવાથી તરબૂચ ખૂબ જ ગળ્યુ લાગે છે.

રંગથી કરો ઓળખ

રંગથી કરો ઓળખ

તરબૂચના વેલા હોય છે, તે પોતાના વજનને કારણે જમીનપર રહે છે. જમીન પર રહેવાને કારણે તરબૂચના નીચેના ભાગનો થોડો રંગ ફીકો કે આછો દેખાય છે. ઉપરનો રંગ નોર્મલ લીલો હોય છે. જો તરબૂચ ઈન્જેક્ટે છે, તો ચારે બાજુથી એક જેવું જ દેખાશે. જેનો અર્થ છે, તેને આર્ટિફિશિયલ રીતે લીલું બનાવાયું છે.

પાણીની ટ્રીક વાપરો

પાણીની ટ્રીક વાપરો

તરબૂચની અંદર એક ટુકડાને કાપીને પાણીના વાસણમાં મૂકી રાખો. જો તરબૂચમાં નકલી રંગ નખાયો હશે, તો પાણી થોડીવારમાં ગુલાબી કે લાલ થવા લાગશે.

છાલ પરથી કરો ઓળખ

છાલ પરથી કરો ઓળખ

તરબૂચને કાપ્યા બાદ તેની મોટી છાલની અંદરનો ભાગ થોડો સફેદ કે આછો લીલો હોય તો માનો કે તે કુદરતી રીતે પકવેલું છે. જો છાલનો ભાગ પણ લાલ હોય તો આ તરબૂચ નકલી અને કેમિકલયુક્ત છે.

સ્વાદ પરથી કરો ઓળખ

સ્વાદ પરથી કરો ઓળખ

તરબૂચ વધુ મીઠું નથી હોતું. જો તમને તરબૂચ ખાવામાં ખૂબ જ મીઠું લાગે તો સમજો કે તે કેમિકલ યુક્ત છે.

English summary
how to test injected watermelons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X