For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Youth Day: યુવાનો માટે સ્વામી વિવેકાનંદે કહી છે આ વાતો...

|
Google Oneindia Gujarati News

આજે આખા વિશ્વમાં 12 ઓગસ્ટ એક વિશ્વ યુવા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જેનું આયોજન સૌથી પહેલા ઇ.સ 2000માં કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ.સ 1985 ના રોજ આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની સફળતા આપણા આજના યુવાનોના હાથોમાં છે. આજના દિવસથી વધારે શું હોઇ શકે છે કે આપણે આપણા યુવાધનને સ્વામી વિવેકાનંદના વિચારો પર ચાલવા પર પ્રોત્સાહિત કરી શકીએ.

દરેક યુવાનને ખબર હોવી જોઇએ કે સ્વામીજીને યુવાનો પાસે ઘણી આશાઓ હતી. તેમણે યુવાનોને ધૈર્ય, વ્યવહારોમાં શુદ્ધતા રાખવા, અંદરો અંદર નહીં લડવા, પક્ષપાત નહીં કરવા અને હંમેશા સંઘર્ષ કરવાનો સંદેશ આપ્યો. તો મિત્રો આપને જીવનમાં આગળ વધવું હોય અને આ દેશનું નામ રોશન કરવું હોય તો, સ્વામીજીના આ વિચારોને સદાને માટે પોતાના હૃદયમાં અંકિત કરી લો...

કોઇ વાતથી ના ડરો

કોઇ વાતથી ના ડરો

કોઇ વાતથી ડરવું જોઇએ નહીં. આપ અદભૂત કાર્ય કરશો. જે ક્ષણ આપ ભયભીત થઇ જશો, તે જ ક્ષણે આપ બિલકૂલ શક્તિહીન થઇ જશો.

ટાળો નહીં, શોધો નહીં

ટાળો નહીં, શોધો નહીં

ભગવાન તેમની ઇચ્છા અનુસાર જે કંઇ પણ મોકલે તેના માટે પ્રતિક્ષા કરતા રહો, તે જ મારું મૂળ સૂત્ર છે.

શક્તિ અને વિશ્વાસ

શક્તિ અને વિશ્વાસ

શક્તિ અને વિશ્વાસની સાથે લાગેલા રહો. સત્યનિષ્ઠા, પવિત્ર અને નિર્મળ રહો, તથા અંદરો અંદર લડો નહીં. આપણી જાતિનો રોગ ઇર્ષ્યા જ છે.

અન્યોથી ભિન્ન વિચારશો તો ઉપહાસ થશે, પણ ડરવું નહી

અન્યોથી ભિન્ન વિચારશો તો ઉપહાસ થશે, પણ ડરવું નહી

દરેક કામને ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે- ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ. જે મનુષ્ય પોતાના સમય કરતા આગળ વિચાર કરે છે, લોકો તેને ખોટું જ ઘણે છે. એટલા માટે વિરોધ અને અત્યાચાર આપણે સહર્ષ સ્વીકારીએ છીએ. પરંતુ મારે દ્રઢ અને પવિત્ર થવું જોઇએ અને ભગવાનમાં અપરિમિત વિશ્વાસ રાખવો જોઇએ, ત્યારે આ બધું લુપ્ત થઇ જશે.

એકલા રહો, એકલા રહો

એકલા રહો, એકલા રહો

જે એકલો રહે છે, તેનો કોઇની પણ સાથે વિરોધ નથી થતો, તે કોઇની શાંતિ ભંગ નથી કરતો, કે કોઇ અન્ય વ્યક્તિ પણ તેની શાંતિ ભંગ નથી કરતો

ઊઠો.. જાગો.. થંભશો નહીં

ઊઠો.. જાગો.. થંભશો નહીં

ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

દુનિયાનો સૌથી મોટો ધર્મ

દુનિયાનો સૌથી મોટો ધર્મ

દુનિયાનો સૌથી મોટો ધર્મ છે પોતાના સ્વભાવ અને ખુદના પ્રત્યે સત્ય રહેવું. ખુદમાં હંમેશા વિશ્વાસ રાખો.

English summary
International Youth Day is observed annually on 12 August. Here hindiboldsky present swami vivekananda inspirational quotes on youth in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X