For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ?

ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી. તેમણે દરેક પ્રકારના દુઃખ અને કષ્ટ ઝીલ્યા ત્યારે મહાદેવે તેમની પ્રાર્થના સાંભળી હતી, અને પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી. તેમણે દરેક પ્રકારના દુઃખ અને કષ્ટ ઝીલ્યા ત્યારે મહાદેવે તેમની પ્રાર્થના સાંભળી હતી, અને પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર કર્યા હતા. પરંતુ શું તમે કદાચ એ નહીં જાણતા હો કે દેવી પાર્વતી સાથે લગ્ન કરતા પહેલા ભોળાનાથે તેમની પરીક્ષા લીધી હતી. ચાલો જાણીએ શિવજીએ ક્યારે અને કેવી રીતે માતા પાર્વતીને પારખવા માટે પરીક્ષા લીધી હતી.

આ પણ વાંચો: જો તમે શિવભક્ત છો, તો ભોળેનાથ આ ભવ્ય મંદિરો વિશે માહિતી હોવી જોઈએ

પાર્વતીજીને જોઈતો હતો ફક્ત ભોળાનાથનો જ સાથ

પાર્વતીજીને જોઈતો હતો ફક્ત ભોળાનાથનો જ સાથ

દેવી સતી મહાદેવના પહેલા પત્ની હતા, તેમનો જ પાર્વતી તરીકે બીજો જન્મ થયો હતો. બાળપણથી જ પાર્વતીજીએ મનમાં જ ભગવાન શિવને પોતાના પતિ માની લીધા હતા. ઘરના લોકોએ વારંવાર સમજાવ્યા છતાંય તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. મહાદેવને પામનવા જ દેવી પાર્વતીએ ગાઢ જંગલમાં હજારો વર્ષો સુધી તપસ્યા કર્યા કરી ત્યારે તમામ દેવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તમામ દેવતાઓએ ભેગા થઈને ભોળાનાથને માતા પાર્વતીની મનોકામના પૂરી કરવા અરજ કરી, પરંતુ શંકર ભગવાને નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તેઓ પાર્વતીજીને બરાબર જાણી ન લે ત્યાં સુવધી વિવાહ નહીં કરે.

જ્યારે મગર સાથે થયો માતાનો સામનો

જ્યારે મગર સાથે થયો માતાનો સામનો

એક કથા અનુસાર માતા પાર્વતીની તપસ્યા જોઈને શિવજી તેમની સામે પ્રગટ થયા અને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. માતા પાર્વતી જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં નજીકમાં એક તળાવ હતું. અચાનક માતા પાર્વતીએ જોયું કે એક મગરે બાળકને પકડી લીધું છે. બાળક જોર જોરથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું. ત્યારે માતા પાર્વતી બાળકને બચાવવા પહોંચ્યા. તેમને જોઈને બાળક વધુ જોરથી ચીસો પાડવા લાગ્યું.

પાર્વતીજીએ મગરને કરી વિનંતી

પાર્વતીજીએ મગરને કરી વિનંતી

બાળકની સ્થિતિ જોઈને માતા પાર્વતીને દયા આવી, તેમણે બાળકને છોડી દેવા મગરને વિનંતી કરી. પરંતુ મગરે કહ્યું દિવસના છઠ્ઠા પ્રહરમાં જે મળે છે તે જ તે ખાઈ લે છે, આ જ પ્રહરમાં બ્રહ્મદેવે આ બાળકને તેની પાસે મોકલ્યું છે, એટલે તે બાળકને જ ખાશે. માતા પાર્વતીએ બાળકને છોડવાના બદલામાં કંઈ પણ માગવા કહ્યું.

મગરે દેવી પાર્વતીના તપનું ફળ માગ્યું.

મગરે દેવી પાર્વતીના તપનું ફળ માગ્યું.

માતાની વિનંતી સાંભળ્યા બાદ મગરે બાળકને છોડવા એક શરત મૂકી. મગરે દેવી પાર્વતીના તપનું ફળ માગ્યું. મગરની વાત સાંભળીને બાળકને બચાવવા દેવી તરત તૈયાર થઈ ગયા. મગરે તેમને બીજીવાર વિચાર કરવા કહ્યું, પરંતુ દેવી પાર્વતી ન ડગ્યા. આટલું કહીંને માતા પાર્વતીએ તપનું તમામ ફળ મગરને આપી દીધું.

જ્યારે શિવજી થયા પ્રગટ

જ્યારે શિવજી થયા પ્રગટ

જેવું માતા પાર્વતીએ પોતાના તપનું દાન કર્યું કે તરત જ મગરનું શરીર ચમકવા લાગ્યું. ત્યારે મગરે માતાને કહ્યું કે તે પોતાની ભૂલ સુધારીને તપસ્યાનું ફળ પાછું લઈ શકે છે. પરંતુ માતા પાર્વતીએ આમ કરવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે હું બીજીવાર તપ કરીને વરદાન માગી શકું છું પરંતુ બાળકના પ્રાણ ફરી નહીં મળે.

માતાએ મનમાં જ ફરી તપસ્યા શરૂ કરવાનું વિચાર્યું, ત્યાં જ મહાદેવ પ્રગટ થયા. મહાદેવે કહ્યું કે તેમણે જ પાર્વતીની પરીક્ષા કરવા માટે મગર અને બાળકનું રૂપ ધારણ કર્યું હતું. ભોળાનાથે કહ્યું કે તેમની પરીક્ષામાં પાર્વતીજી સફલ થયા છે, હવે ફરી તપ કરવાની જરૂર નથી. બાદમાં ધૂમધામથી શિવજી અને પાર્વતીના લગ્ન સંપન્ન થયા.

English summary
know why lord shiva became crocodile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X