For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માતા-પિતાની એ લત જે આરોગ્ય માટે હાનિકારક છે

માતા કે પિતાની ડ્રોન જેવી આંખો તમારો હંમેશા પીછો કરતી હોય. માતા-પિતાની આવી આદતને હેલિકોપ્ટર પેરેટિંગ કહેવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

તમને એમ પૂછવામાં આવે કે સારા માતા-પિતા કેવા હોય ? એ જે તમારા સુખ દુખમાં તમને સાથ આપે? જે એક સારા દોસ્તની જેમ તમને સમજે? જે તમારી સાથે પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસનવાળા મૂડમાં જ વાત કરે? કે પછી એ જે એક પડછાયાની જેમ હંમેશા સાથે રહે. પછી ભલે તમે સ્કૂલના દોસ્તો સાથે બેસીને વાતો કરી રહ્યા હોય કે પોતાના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે હોય. ક્યાંક પાર્કમાં રમતા હોય કે થિયેટરમાં ફિલ્મ જોતા હોય અને મા કે પિતાની ડ્રોન જેવી આંખો તમારો હંમેશા પીછો કરતી હોય. માતા-પિતાની આવી આદતને હેલિકોપ્ટર પેરેટિંગ કહેવામાં આવે છે.

 હેલિકોપ્ટર ઈલા

હેલિકોપ્ટર ઈલા

12 ઓક્ટોબરે અભિનેત્રી કાજોલની ફિલ્મ હેલિકોપ્ટર ઈલા રિલીઝ થઈ રહી છે. ફિલ્મની કહાની પણ એક મા ની આવી આદતની આસપાસ ગૂંથાયેલી છે. ફિલ્મમાં કાજોલ એક સિંગલ મધર ઈલાની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ પોતાના જીગરના ટુકડાને પુચકારવા અને પંપાળવા માટે મનમાંથી નીકળેલી વાતો ક્યારે હેલિકોપ્ટર પેરેંટિંગ બની જાય છે? હેલિકોપ્ટર પેરેંટિંગનો ઈતિહાસ અને આના ફાયદા અને નુકશાન શું છે? અમે તમારા મનમાં ઉઠી રહેલા આ સવાલોના અહીં જવાબો આપવાની કોશિશ કરીશુ.

આ પણ વાંચોઃ Me Too ના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધીઃ ‘હવે બદલાવનો સમય આવી ગયો છે'આ પણ વાંચોઃ Me Too ના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધીઃ ‘હવે બદલાવનો સમય આવી ગયો છે'

ક્યાંથી આવ્યો આ હેલિકોપ્ટર પેરેંટીંગ શબ્દ?

ક્યાંથી આવ્યો આ હેલિકોપ્ટર પેરેંટીંગ શબ્દ?

parents.com વેબસાઈટ મુજબ આ ટર્મનો પહેલી વાર ઉપયોગ વર્ષ 1969 માં થયો હતો. ડૉ. હેમ ગિનોટ્ટે પોતાના પુસ્તક ‘પેરેન્ટ્સ એન્ડ ટીનએજર્સ' માં આનો ઉલ્લેખ કર્યો હતો. પુસ્તકમાં એક બાળક એ કહે છે કે મારા માતા-પિતા હેલિકોપ્ટરની જેમ મારા પર મંડરાતા રહે છે. 2011 માં આ ટર્મને ડિક્શનરીમાં પણ શામેલ કરી લેવામાં આવી. એવુ નથી કે બાળકોની આસપાસ મંડરાવાની આ લતને જ આ નામથી બોલાવવામાં આવે છે. લોનમોવર પેરેંટિંગ, કોસ્સેટિંગ પેરેન્ટ કે બુલડોઝ પેરેંટિંગ પણ આવી આદતોના બીજા કેટલાક નામ છે. હવે ઈતિહાસથી વર્તમાન તરફ આગળ વધીએ. તમે પણ પોતાના બાળકની પરવા કરતા હશો. પરંતુ આ પરવા ક્યારે હેલિકોપ્ટર પેરેંટિંગ બની જાય છે. આ સમજવા માટે એક ક્વિઝ રમીએ.
બાળક ખાલી સમયમાં શું કરશે, તે દર વખતે તમે જ નક્કી કરો છો?
બાળકને પૂછ્યા વિના તમારુ નક્કી કરવુ કે તે દોસ્તોને મળવા શું પહેરીને જાય?
તમે રોજ બાળકના 24 કલાકોનો હિસાબ લો છો?
ડરના કારણે બાળકોની કંઈક રોમાંચક કરવાની ઈચ્છાને સંપૂર્ણપણે ના પાડો છો?
તમને લાગે છે કે દરેક પરિસ્થિતિમાં બાળકની રક્ષા કરવી જોઈએ, ગમે તે રીતે?
જો આ બધા સવાલોમાં તમારો જવાબ હા માં છે તો સંભવતઃ તમે હેલિકોપ્ટર પેરેંટિંગ કરો છો. એજ્યુકેશન એક્સપર્ટ પૂર્ણિમા ઝા એ બીબીસી હિંદી સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી. પૂર્ણિમા સમજાવે છે, ‘વિમાન અને હેલિકોપ્ટરમાં ફરક એ છે કે હેલિકોપ્ટર તમને દરેક જગ્યાએ ફોલો કરી શકે છે. બાળકોનો ઉછેર કરતી વખતે જો તમે પણ આમ જ કરો છો તો આ હેલિકોપ્ટર પેરેંટિંગ બની જાય છે. વધુ ચિંતા કરવી કે નજર રાખવી તેની ઓળખ છે. ગીત દ્વારા સમજીએ તો ‘તુ જહાં જહાં રહેગા... મેરા સાયા સાથ હોગા' વાળુ વલણ જ હેલિકોપ્ટર પેરેંટિંગ છે. છેલ્લા પાંચ કે દસ વર્ષોમાં આ ઘણુ વધી ગયુ છે. આનુ કારણ અસુરક્ષાનો ભાવ પણ હોય છે. આજકાલ તમે જોતા જ હશો કે ગુડ ટચ અને બેડ ટચ પર કેટલી વાત થઈ રહી છે.'

હેલિકોપ્ટર પેરેંટિંગના જોખમ શું છે?

હેલિકોપ્ટર પેરેંટિંગના જોખમ શું છે?

બાળકોનો આત્મવિશ્વાસ ખૂબ નબળો થઈ જશે. બાળકોનું મન ડરપોક બની જશે. નિર્ણય લેવાની તાકાત વિકસિત નહિ થાય. જાતે કંઈ નવુ શીખવાની ક્ષમતા ઘટી જશે, ભાવનાત્મક રૂપે નબળા થઈ જશે, અચાનક બનતી ઘટનાઓ માટે તૈયાર ન થાય, બહારની દુનિયા માટે તૈયાર નહિ થાય.
ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં પણ કાજોલ સિંગલ મધરની ભૂમિકામાં છે. ગુડગાંવમાં કહેતી અલ્કા સિંગલ મધર છે. હેલિકોપ્ટર પેરેંટિંગ પર અલ્કા કહે છે, ‘મા સામે જ્યારે બાળક મોટુ થાય છે તો તેને અહેસાસ નથી હોતો કે બાળક મોટુ થઈ રહ્યુ છે, તે બાળક નથી રહ્યુ. મોટા થવા સાથે બાળકને સ્પેસ જોઈતી હોય છે. આ દરમિયાન મા બાળકનું પેરેંટિંગ કરે છે. બાળકો પર નજર રાખવા અને ચિંતિત હોવાના ક્રમમાં એક સમય આવે છે જ્યારે પરવા હેલિકોપ્ટર પેરેંટિંગ બની જાય છે. મે પણ આમ કર્યુ છે.' એક સિંગલ મધર તરીકે હેલિકોપ્ટર પેરેંટિંગ કરવાની સંભાવના વધી જાય છે. અલ્કાએ કહ્યુ, ‘હા, એક સિંગલ મધર તરીકે હેલિકોપ્ટર પેરેંટિંગ વધુ હોય છે. જવાબદારીઓનો બોજ વધુ હોય છે. મહિલાઓ આમ પણ વધારે વિચારે છે તો અમે સૌથી ખરાબ વાતોને મનમાં વિચારી લઈએ છીએ. જેને કારણે બાળકોને આઝાદી આપવામાં સમય લાગે છે. મારુ માનવુ છે કે બાળકો સાથે ડાયલોગ ચાલુ રાખવા જોઈએ. બાળકોના હિસાબથી થોડી ઢીલ આપવી જોઈએ.'

હેલિકોપ્ટર પેરેંટિંગના સમાધાન શું છે?

હેલિકોપ્ટર પેરેંટિંગના સમાધાન શું છે?

‘મે આ કરી લીધુ' - આ ભાવ તમારા બાળકને મનની અંદર આવવો જરૂરી છે. પૂર્ણિમા ઝા આ સમજાવે છે, ‘જો તમે સ્કૂલના હોમવર્કથી લઈને કયા દોસ્તો સાથે રમવાનુ છે તે નક્કી કરો છો તો તેના નુકશાન સમજો. તમારુ બાળક નિર્ણય નહિ કરી શકે. જો તમે આવુ ન કરો તો ધીમે ધીમે તે જીવનના નિર્ણયો લેશે. કારણકે તમારા બાળકોને દુનિયાનો સામનો એકલો કરવાનો છે. નહિતર તેને આદત પડી જશે કે મારી મમ્મી કે પપ્પા હંમેશા મારી સાથે છે. દરેક મા-બાપ પોતાનું બાળકનું સારુ ઈચ્છે છે પરંતુ એક હદ સુધી જઈને અટકવુ પડશે.' વિચારો અને નક્કી કરો - તમારી મદદ વિના બાળક શું કરી શકે છે? લાપરવાહી અને ચિંતા વચ્ચે બેલેન્સ બનાવો. સોરી કહેવાની તાકાતને સમજાવો. પ્રેમથી બાળકની જવાબદારી નક્કી કરો અને યોગ્ય-અયોગ્ય વચ્ચેનો ફરક સમજાવો. બાળક એક પગલુ આગળ વધી શકે તેના માટે એક પગલુ પાછળ હટો. બાળકોના રિસ્ક લેવાથી ડરો નહિ. બાળકોને ઉંમરના હિસાબે આઝાદી આપો. બાળકોને આદેશ આપવાના બદલે હસી-મજાક, ગળે મળવા જેવા સંબંધો બનાવો. પરફેક્ટ પેરેંટના બદલે સારા પેરેંટ બનવાની કોશિશ કરો. અલ્કાએ કહ્યુ, ‘આને કરવાથી નુકશાન એ થાય છે કે બાળક સમર્થ નથી થઈ શકતુ. તે તૈયાર નથી થઈ શકતુ. તેમાં સારુ એ રહેશે કે માતા-પિતા પોતાના પર કંટ્રોલ કરીને બાળકોને થોડી છૂટ આપે જેથી તે જાતે નિર્ણયો લઈ શકે. તે ભૂલો કરે તો કરે. જો કે માતા-પિતાને એ સમજાતુ નથી કે તે ક્યારે હેલિકોપ્ટર પેરેંટિંગ કરી રહ્યા છે. બની શકે તો બાળકો પાસેથી ફીડબેક લો. એટલી સ્પેસ તો આપવી જોઈએ કે બાળક કંઈ ખોટુ કરે તો તે પાછુ આવી શકે અને કહે કે હવે હું તમારી સાથે સંમત છુ.' હેલિકોપ્ટર પેરેંટિંગના નુકશાન વિશે પૂર્ણિમા ઝા સંસ્કૃતની એક લાઈન કહે છે - अति सर्वत्र वर्जयते. એટલે કે કોઈ પણ વાતની અતિ નુકશાનકારક છે.

આ પણ વાંચોઃ Me Too: યૌન શોષણ પર હાઈકોર્ટનો આદેશઃ ‘સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવો'આ પણ વાંચોઃ Me Too: યૌન શોષણ પર હાઈકોર્ટનો આદેશઃ ‘સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવો'

English summary
The addiction of parents, which is harmful to the health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X