For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ કરતા પૈસાદાર છે આ નેતાઓની પત્ની, જાણો કેટલી છે સંપત્તિ

મધ્યપ્રદેશમાં અગ્રણી નેતાઓની પત્નીઓની કમાણી તેમના પતિ કરતા પણ ઘણી વધું છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં અગ્રણી નેતાઓની પત્નીઓની કમાણી તેમના પતિ કરતા પણ ઘણી વધું છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણની પત્ની સાધના સિંહનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે સાધનાસિંહ શિવરાજસિંહ કરતા બમણી સંપત્તિ ધરાવે છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: 759 ઉમેદવારો સામે ગુનાહિત કેસ, સૌથી વધુ ભાજપમાં

શિવરાજ સિંહ અને સાધના સિંહની કમાણી

શિવરાજ સિંહ અને સાધના સિંહની કમાણી

બુદ્ધની ચૂંટણી લડી રહેલા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે ગત વર્ષે પોતાના પગાર અને ખેતીમાંથી 19.7 લાખ રૂપિયાની આવક જાહેર કરી હતી. જ્યારે તેમની પત્ની સાધના સિંહે 37.9 લાખ રૂપિયાની કમાણી કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે ખેતીની આવક ઉપરાંત પગાર અને બેન્કમાંથી મળતા વ્યાજની કમાણી જાહેર કરી છે, જ્યારે તેમની પત્નીએ સુંદર ડેરી, ગોડાઉન અને ખેતીની આવકમાં બાગીદારીના માધ્યમથી થતી કમાણી જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ પ્રમાણે 2013થી તેમની સામુહિક સંપત્તિમાં 7 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

કેબિનેટ મંત્રી અને તેમની પત્નીની કમાણી

કેબિનેટ મંત્રી અને તેમની પત્નીની કમાણી

ખુરાઈથી ભાજપના ઉમેદવાર ગૃહ અને પરિવહન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ઠાકુરે પોતાની પત્ની સરોજસિંહે કરેલી 4.5 કરોડની કમાણીની સામે પોતાની વાર્ષિક આવક 97.63 લાખ રૂપિયા જાહેર કરી છે. તેમે હોટલ દીપાલી, દિપાલી પેલેસ અને એક પેટ્રોલ પંપ દ્વારા થતી આવક જાહેર કરી છે.

રીવાના રાજેન્દ્ર શુક્લ

રીવાના રાજેન્દ્ર શુક્લ

ઉદ્યોગ અને ખનીજ મંત્રી રાજેન્દ્ર શુક્લાએ પોતાન પત્ની સુનીતા શુક્લાના 26 લાખ સામે લગભગ ચોથા ભાગની 6.6 લાખની વાર્ષિક આવક જાહેર કરી છે. તેમણે પોતાની આવક ખેતી, વેપાર, ઉદ્યોગો અને ભાડાના માધ્યમથી જાહેર કરી છે. રાજેન્દ્ર શુક્લાએ કહ્યું કે તેમના ખેતરો અને પારિવારિક સંપત્તિથી તેમને આ આવક થાય છે. તમને જણાવી દઈએ કે રાજેન્દ્ર શુક્લ રીવાથી ચૂંટણી લડી રહ્યા છે.

વિજયરાઘવગઢના મંત્રી

વિજયરાઘવગઢના મંત્રી

રાજ્ય મંત્રી અને ઉમેદવારોમાં સૌથી પૈસાદાર સંજય સત્યેન્દ્ર પાઠકે 8 લાખ રૂપિયાની આવક જાહેર કરી છે. તો તેમની પત્નીએ 14 લાખ રૂપિયાની આવક જાહેર કરી છે. 2013 અને 2018ની ચૂંટણી વચ્ચે તેમની સામુહિક સંપત્તિ 86 ટકાથી વધીને 226 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સંજય પાઠક વિજયરાઘવગઢથી ચૂંટણી લડી રહ્યા છે.

અન્ય નેતાઓ અને તેમની પત્નીની કમાણી

અન્ય નેતાઓ અને તેમની પત્નીની કમાણી

ભોજપૂરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના અનુભવી નેતા સુરેશ પચૌરીએ 19.9 લાખ રૂપિયાની આવક દર્શાવી છે, જ્યારે તેમની પત્ની સુપારા શર્માએ 22.21 લાખની કમાણી કરી છે.

રાઉથી મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ જીતુ પટવારીએ 15.5 લાખ રૂપિયાની કમાણી જાહેર કરી છે. તો તેમના પત્ની રેણુકા પટવારીએ 17.5 લાખ રૂપિયાની આવક દર્શાવી છે.

કોંગ્રેસના નેતા બાલા બચ્ચને પોતાની આવક 7.2 લાખ રૂપિયા દર્શાવી છે. સામે તેમના પત્ની પ્રવીણ બચ્ચને 10 લાખ રૂપિયાની કમાણી જાહેર કરી છે. તેમણે 12 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

2013થી 2018 સુધી આટલો થયો વધારો

2013થી 2018 સુધી આટલો થયો વધારો

એડીઆર રિપોર્ટમાં કહેવાયું છે કે 2013માં ફરીથી ચૂંટણી લડનારા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 2018માં વધીને 8.79 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 2013માં 5.15 કરોડ રૂપિયા હતી. 2 વિધાનસબા ચૂંટણી વચ્ચે ધારસભ્યોની પુનર્વાસ સંપત્તિમાં સરેરાશ 71 ટકાનો વધારો થયો છે. ભાજપના સંજય પાઠકે સૌથી વધુ 229 કરોડની ઉચ્ક સંપત્તિ જાહેર કરી છે. જે બાદ સંજય શુક્લા અને સંજય શર્માએ ક્રમશઃ 139 કરોડ 130 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે.

English summary
The Richer Wives Of Rich Indian Politicians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X