For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે જીનીવા કન્વેશન, જેની ચારોતરફ થઈ રહી છે ચર્ચા

શું છે જીનીવા કન્વેશન, જેની ચારોતરફ થઈ રહી છે ચર્ચા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જેવી રીતે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરને પાકિસ્તાની સેનાએ પોતાના કબ્જામાં લઈ લીધા તે બાદ સતત દીલને ચીરતી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હી છે. જો કે વિંગ કમાન્ડરને લઈ ચારોતરફ જીનીવા કન્વેશનની વાત થઈ રહી છે અને હવાલો આપવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને જીનીવા કન્વેન્શન અંતર્ગત ભારતને વિંગ કમાન્ડર અભિનંદન સોંપવા પડશે. પરંતુ વિંગ કમાન્ડરની જેવી રીતે આપત્તિજનક તસવીરો સામે આવી છે તેના પર ભાતે આકરો વિરોધ નોંધાવતા કહ્યું કે આ ન માત્ર આંતરરાષ્ટ્રીય માનવાધિકારોના નિયમોનું ઉલ્લંઘન છે બલકે જીનીવા કન્વેશનનું પણ ઉલ્લંઘન છે. એવામાં આવો નજર નાખીએ આખરે શું છે જીનીવા કન્વેશન જેની ચારોતરફ ચર્ચા થઈ રહી છે.

જીનીવા કન્વેશન શું છે

જીનીવા કન્વેશન શું છે

જીનીવા કન્વેશન અંતર્ગત યુદ્ધના સમયે જે દેશ યુદ્ધમાં સામેલ થાય છે તેમણે આ કન્વેશનના નિયમોનું પાલન કરવું પડશે. આ કન્વેન્શન અંત્ગત ન માત્ર સૈનિકો બલકે સામાન્ય નાગરિકોની સાથે પણ યુદ્ધમાં સામેલ દેશોને કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. કન્વેશન અંતર્ગત યુદ્ધ દરમિયાન બંદી બનાવેલ સૈનિકોની સુરક્ષા માટે તેમને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે, જે અંતર્ગત તેમને ચોટ ના પહોંચાડવી, ઘાયલોનો ઈલાજ કરાવવો વગેરે સામેલ છે. દ્વીતિય વિશ્વ યુદ્ધ બાદ 1949માં ભારતે જીનીવા કન્વેન્શનનો સ્વીકાર કર્યો હતો અને તેને લાગુ કર્યું હતું. જો કે આમાં હવે 3 વખત સંશોધન કરવામાં આવી ચૂક્યું છે.

ત્રણ વાર થયું સંશોધન

ત્રણ વાર થયું સંશોધન

બે વાર 1977માં અને એકવાર 2005માં આમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ કન્વેન્શન અંતર્ગત કુલ 196 દેશ સામેલ છે જેમણે આના પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાંથી 2010માં 170 દેશોએ પહેલા સંશોધન અંતર્ગત કન્વેશન પર હસ્તાક્ષર કર્યા, જ્યારે બીજા સંશોધન બાદ 165 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્રણેય સંશોધનને પ્રોટોકોલ 1, પ્રોટોકોલ 2, પ્રોટોકોલ 3ના નામથી ઓળખવામાં આવે છે.

કન્વેંશન 1

કન્વેંશન 1

જીનીવા કન્વેશન 1 અંતર્ગત ઘાયલ સૈનિકોની રક્ષા કરવામાં આવશે. સાથે જ સૈનિકોની સાથે માનવીય વ્યવહાર કરવામાં આવશે, તેમની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ રંગ, જાતિ, ધર્મ, જન્મના આધારે નહિ કરી શકાય. ન તો તેમનું શોષણ કરી શકાશે, તેમની સાથે મારપીટ ન કરવી, કાનૂન ન્યાયિક ફેસલા વિના તેમને સજા નહિ આપવામાં આવે. તમામ સૈનિકોને આમાં ઈલાજનો અધિકાર આપવામાં આવ્યો છે.

કન્વેશન 2-3

કન્વેશન 2-3

કન્વેંશન 2-3 અંતર્ગત સૈનિકોને અધિકાર આપવામાં આવ્યા છે જેમાં સૈનિકોને ઈલાજનો અધિકાર આપવામાં આવ્યો છે, એઠલું જ નહિ જહાજ પર બનેલ હોસ્પિટલની રક્ષાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. ઉપરાંત કન્વેન્શન 3નું માનીએ તો આમાં યુદ્ધ કેદીઓ વિશે જાણકારી આપવામાં આી છે. જેમાં કહેવામાં આ્યું છે કે યુદ્ધ કેદીઓને કન્વેંશન 1 અંતર્ગત યોગ્ય ઈલાજ કરાવવો જોઈએ, તેમાં સૈનિકોએ માત્ર પોતાનું નામ, રેન્ક, સીરિયલ નંબર જ દેવાનો હશે. સૈનિકો પાસેથી વધુ જાણકારી મેળવવા માટે તેમને વધુ ટોર્ચર ન કરી શકાય.

કન્વેંશન 4

કન્વેંશન 4

કન્વેંશન 4 અંતર્ગત યુદ્ધના સમને સામાન્ય નાગરિકોને પણ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધના સમયે સામાન્ય નાગરિકોની સાથે કોઈપણ પ્રકારનો અમાનવીય વ્યાવહાર ન કરી શકાય. સાથે જ ઘાયલો અને બીમાર સૈનિકોની સાથે પણ કોઈ પ્રકારનો અમાનવીય વ્યવાર ન કરી શકાય.

કારગિલ યુદ્ધમાં જ્યારે ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને પાકે કર્યા કેદ, આ રીતે પાછા લાવ્યા વાજપેયીકારગિલ યુદ્ધમાં જ્યારે ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને પાકે કર્યા કેદ, આ રીતે પાછા લાવ્યા વાજપેયી

English summary
why everyone is talking about geneva convention, here is things you should know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X