For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાશિવરાત્રી 2019: કેમ શિવજીને ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે છે

ભગવાન શિવને ભોલનાથ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ એટલા ભોળા છે કે તેમને ધતુરો અને ભાંગ જેવા ઝેરી અને નશીલા પદાર્થો ચડાવી મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ભગવાન શિવને ભોલનાથ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ એટલા ભોળા છે કે તેમને ધતુરો અને ભાંગ જેવા ઝેરી અને નશીલા પદાર્થો ચડાવી મનાવવામાં આવે છે. ભગવાન શિવ તો ભક્તો દ્વારા ચઢાવેલા એક લોટા પાણીથી પણ ખુશ થઇ છે. આ જ કારણ છે કે શિવ ભક્તો મહાશિવરાત્રીના તહેવાર પર ધતૂરાથી અને ભાંગથી ભગવાન શિવની પૂજા જરૂર કરે છે. મહાશિવરાત્રિના પર્વ પર ભગવાન શિવ સાથે ધતૂરા અને ભાંગનો આધ્યાત્મિક સંબંધ જાણીએ.

શિવ પુરાણ અનુસાર

શિવ પુરાણ અનુસાર

શિવ મહાપુરાણમાં ભગવાન શિવજીને નિલકંઠ કહેવામાં આવ્યા છે, કારણ કે સાગર મંથનના સમયે ભગવાન ભોલેનાથએ સાગર મંથનથી ઉત્પન્ન થયેલ ઝેર પીને સૃષ્ટિને નાશ થતી બચાવી હતી. પરંતુ વિષપાનથી ભગવાન શિવજીનું ગળું વાદળી થઇ ગયું હતું. કારણ કે તેમણે ઝેરને તેમના ગળા માંથી નીચે ઉતારવા દીધું નહોતું. જેના કારણે ઝેર શિવજીના મસ્તિષ્ક પર ચઢી ગયું અને ભોલેનાથ અચેતન થઇ ગયા. આવી સ્થિતિમાં,દેવતાઓ માટે ભગવાન શિવજીને ચેતનામાં લાવવું એક મોટી ચુનોતી બની ગઈ હતી. દેવી ભાગવત પુરાણમાં, એવું કહેવામાં આવે છે કે આ સ્થિતિમાં આદિ શક્તિ પ્રકટ થઇ અને ભગવાન શિવજીની સારવાર જડીબુટ્ટીઓ અને પાણી દ્વારા કરવા કહ્યું. ભગવાન શિવના માથાથી ગરમી દૂર કરવા માટે દેવોએ ભગવાન શિવના માથા પર ધતુરો, ભાંગ મૂકી અને નિરંતર જલાભિષેક કર્યો. આનાથી ઝેર શિવના માથાથી દૂર થઈ ગયું. ત્યારબાદથી અત્યાર સુધી ભગવાન શિવજીને ધતુરો, ભાંગ અને પાણી ચઢાવવામાં આવે છે.

આયુર્વેદમાં ભાંગ, ધતૂરો અને પાણીનું મહત્વ

આયુર્વેદમાં ભાંગ, ધતૂરો અને પાણીનું મહત્વ

આયુર્વેદમાં ભાંગ અને ધતૂરાનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે. ગ્રંથોમાં બીલીના ત્રણ પાનને રજ, સત્વ અને તમોગુણનું પ્રતીક માનવામાં આવે છે અને સાથે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે, તેથી બીલીપત્રનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં કરવામાં આવે છે.

વિષપાનથી આપ્યો આ સંદેશ

વિષપાનથી આપ્યો આ સંદેશ

શિવજીએ વિષપાન કરી વિશ્વને પરોપકાર, ઉદારતા અને સહનશીલતાનો સંદેશ આપ્યો. શિવ પૂજામાં ધતુરા જેવા ઝેરી ફળ ચડાવવા પાછળ પણ ભાવ એ છે કે વ્યક્તિગત, કુટુંબ અને સામાજિક જીવનમાં કઠોર વર્તન અને વાણીને ટાળો. સ્વાર્થની ભાવના ન રાખવી અને બીજાના હિતનો ભાવ રાખો. ત્યારે આપણી સાથે બીજાનું જીવન સુખી થઇ શકે છે.

ભાંગથી મગજ શાંત રહે

ભાંગથી મગજ શાંત રહે

કેટલીક માન્યતાઓ અનુસાર કહેવામાં આવે છે કે ભગવાનને ભાંગ એટલા માટે ચડાવામાં છે કારણકે ભાંગ ઠંડી હોય છે અને શિવજીનો ગુસ્સો ખૂબ જ તેજ હોય છે, તેથી તે તેમના ગુસ્સાને ઠંડો કરવા માટે ભાંગનો ઉપયોગ કરે છે.

English summary
Mahashivratri 2019, Why Lord Shiva Is Associated With Dhatura and Bhang?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X