For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રીઃ ઘટ સ્થાપના સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું

નવરાત્રીઃ ઘટ સ્થાપના સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું

|
Google Oneindia Gujarati News

દેવી દુર્ગાની આરાધના, સાધના અને સિદ્ધિઓની પ્રાપ્તિના સર્વ શ્રેષ્ઠ દિન નવરાત્રીનો 10મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે બુધવાર, ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ છે. ચંદ્રમા તુલા રાશિમાં રહેશે. 10 ઓક્ટોબરે પ્રતિપદા તિથિ સાંજે 7 કલાકને 25 મિનીટ સુધી રહેશે, જે આખો દિવસ માનવામાં આવશે. માટે પંચાંગો મુજબ 10મી ઓક્ટોબરે જ ઘટ સ્થાપન કરવું વધારે શ્રેષ્ઠ રહેશે. નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું સૌથી વધુ મહત્વ હોય છે. માટે તેની સ્થાપના યોગ્ય અને સાચા મુહૂર્તમાં જ કરવું જોઈએ. ધ્યાન રહે કે શાસ્ત્રાનુસાર અમાસના શુક્લ પ્રતિપદામાં કળશ સ્થાપન ન કરવું જોઈએ.

આ સંબંધમાં શાસ્ત્રોનો મત છે કે

આ સંબંધમાં શાસ્ત્રોનો મત છે કે

યા તિથિં સમનુપ્રાપ્ય ઉદયં યાતિ ભાસ્કરઃ।
સા તિથિઃ સકલાજ્ઞેયા સ્નાનં દાનં વ્રતાદિષુ।।
એટલે કે સૂર્યોદયથી એક મુહૂર્ત કે એક મુહૂર્તથી ઓછું હોય તો પણ એ દિવસે ઘટ સ્થાપન કરવું જોઈએ. આવી સ્થિતિમાં સૂર્યોદયથી 10 સવારે 10.25 કલાકથી બપોરના 11.50થી 12.38 વાગ્યા સુધી ઘટસ્થાપનનું શ્રેષ્ઠ મુહૂર્ત છે.

આ રહેશે નવરાત્રિના દિવસો

આ રહેશે નવરાત્રિના દિવસો

  • 10મી ઓક્ટોબર બુધવાર એકમ, સાંજે 7.25 વાગ્યા સુધી.
  • સૂર્યોદય બાદ સાંજે 6.6 વાગ્યે બીજ તિથિ સમાપ્ત થવાથી દ્વિતિયા તિથિનો ક્ષય.
  • 11 ઓક્ટોબર ગુરુવારે ત્રીજ, રાત્રે 5.28 વાગ્યા સુધી.
  • 12 ઓક્ટોબર શુક્રવારે ચોથ, રાત્રે 5.34 વાગ્યા સુધી.
  • 13 ઓક્ટોબર શનિવારે પાંચમ, અહોરાત્ર.
  • 14 ઓક્ટોબર રવિવારે પાંચમ, સાંજે 6.28 વાગ્યા સુધી.
  • 15 ઓક્ટોબર સોમવારે ષઠ, સાંજે 8.04 વાગ્યા સુધી.
  • 16 ઓક્ટોબર મંગળવારે સાતમ, સાંજે 10.16 વાગ્યા સુધી
  • 17 ઓક્ટોબર બુધવારે આઠમ, રાત્રે 12.49 વાગ્યા સુધી.
  • 18 ઓક્ટોબર ગુરુવારે મહાનવમી, બપોરે 3.28 વાગ્યા સુધી.

દશેરા

દશેરા

આ વખતે દશેરાને લઈને પણ મતભિન્નતા સામે આવી રહી છે. રાવણદહનનો સમય સાંજનો હોય છે. 18 ઓક્ટોબરે બપોરના 3.28 વાગ્યા સુધી નવમી તિથિ રહેશે. જે બાદ દશેરાનો પ્રારંભ થશે. વિભિન્ન સ્થળોએ દશેરાને 18 અને 19 ઓક્ટોબર બંને દિવસે માનવવામાં આવશે. 19 ઓક્ટોબરે દશમી સાંજે 5.57 વાગ્યે સમાપ્ત થશે.

નવરાત્રિ 2018: માતાજીના 9 દિવસ દરમિયાન ન કરો આ ભૂલ

English summary
This year, the festival of Sharad or Maha Navratri dates are October 10, 2018 to October 19, 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X