For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JIO ગ્રાહક ધ્યાન આપો, નહીં તો બંધ થશે તમારી પ્રાઇમ મેમ્બરશીપ?

કેવી રીતે જીયોની મફતની પ્રાઇમ મેમ્બરશીપ મેળવી શકાય શીખો અહીં વિગતવાર ગુજરાતીમાં.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીયોના ગ્રાહકોને એક વર્ષના ફ્રી પ્રાઇમ મેમ્બરશીપની ગીફ્ટ મળી ચૂકી છે. પણ તમે તેવા ભ્રમમાં ના રહેતા કે આ પ્રાઇમ મેમ્બરશીપ જાતે જ આગળ વધી જશે અને તેના માટે તમારે કંઇ નહીં કરવું પડે. ઉલ્લેખનીય છે કે આ માટે તમારે ફરી વાર પ્રાઇમ મેમ્બરશીપ એક્ટિવેટ કરવી પડશે. જો તમે તેના પ્રાઇમ મેમ્બર છો અને આવનારા સમયમાં જીયોની પ્રાઇમ મેમ્બરશીપમાં જોડાઇ રહેવા ઇચ્છો છો તો નીચેનો આખો લેખ વાંચો અને સમજી લો વ્યવસ્થિત કે કેવી રીતે જીયોની મફતની પ્રાઇમ મેમ્બરશીપ મેળવી શકાય.

નવા ગ્રાહકને શું કરવું?

નવા ગ્રાહકને શું કરવું?

જો તમે હાલમાં જ જીયોનું નવું સીમ ખરીદ્યું છે અને તમે હજી સુધી તેના પ્રાઇમ મેમ્બર નથી બન્યા તો 99 રૂપિયા ભરી તમે તેના પ્રાઇમ મેમ્બર બની શકો છો. સાથે જ જો તમે જીયાના ગ્રાહક પહેલાથી જ છો અને પ્રાઇમ મેમ્બર નથી તો તમારે ફરી એક વાર એક્ટિવેટ કરવાવું પડશે.

પ્રાઇમ મેમ્બર બનવાના સ્ટેપ

પ્રાઇમ મેમ્બર બનવાના સ્ટેપ

સૌથી પહેલા માય જીયો એપમાં જાવ. પછી ઉપરની તરફ જો તમે હજી સુધી પ્રાઇમ મેમ્બર ના બન્યા હોવ તો તમને એક લાલ લાઇનમાં વિકલ્પ દેખાશે જેમાં લખ્યું હશે કે "કૉગ્રેચ્યુલેશન્સ એક્સાટેડ જીયો પ્રાઇમ ફોર વન યર ફ્રી" તેની આગળ "ગેટ નાઉ" લખ્યું હશે તેની પર ક્લિક કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી સામે રિચાર્જ નામની એક વિન્ડો ખુલશે. જેમાં જીયો પ્રાઇમ મેમ્બરશીપને ફ્રીમાં એક્સટેન્ડ કરવા માટે જાણકારી સાથે જ તમારું રજિસ્ટર્ડ નામ અને નંબર લખેલો હશે. તે પર જઇને તમારે પ્રોસિડનો વિકલ્પ ક્લિક કરવાનો રહેશે.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

આ વિકલ્પ પર ક્લિક કરતા જ તમારી સામે બીજું પોપઅપ આવશે જેમાં લખ્યું હશે રિક્વેસ્ટ સબમિટેડ સક્સેફૂલી. આ પછી તમારે "ડન" પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે માયા જીયો હોમ પેજ પર રી ડાયરેક્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે આ મેમ્બરશીપની પ્રક્રિયા પૂર્ણ કરવાથી જ તમે જીયોની આ મફત સેવાઓનો લાભ અન્ય એક વર્ષ માટે લઇ શકશો. તો જલ્દી જ આ કરાવો.

English summary
How To Activate Jio Prime Membership, Read In Gujarati here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X