For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર

આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને પોતાના બર્થડે પર 50-50 લાખ રૂપિયા આપ્યા.

|
Google Oneindia Gujarati News

આલિયા ભટ્ટે 15 માર્ચના રોજ પોતાનો 26માં જન્મદિવસ મનાવ્યો. આલિયા પોતાના પરિવાર અને દોસ્તો સાથે બર્થડે પર ઘણી ખુશ જોવા મળી. તેને બર્થડે પર ઘણી ગિફ્ટ મળી અને તેણે પણ બે વ્યક્તિને ખાસ ગિફ્ટ આપી. આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને પોતાના બર્થડે પર 50-50 લાખ રૂપિયા આપ્યા.

ઘર ખરીદવા માટે આપ્યા પૈસા

ઘર ખરીદવા માટે આપ્યા પૈસા

મીડિયામાં આવેલા સમાચારો મુજબ આલિયાએ પોતાના બર્થડે પર ડ્રાઈવર સુનીલ અને હેલ્પર અનમોલને 50-50 લાખ રૂપિયા ઘર ખરીદવા માટે આપ્યા છે. અભિનેત્રી પાસેથી પૈસા મળ્યા બાદ સુનીલે જૂહુ અને અનમોલે ખાન ડાંડામાં ફ્લેટ બુક કરાવી લીધો છે. અનમોલ અને સુનીલ તેમની પહેલી ફિલ્મથી જ તેમની સાથે છે. બંને ઘણા સમયથી પોતાનું ઘર લેવાની કોશિશ કરી રહ્યા હતા જેના વિશે આલિયાને ખબર હતી. આલિયાએ પોતાના બર્થડે પર તેમને આ ગિફ્ટ આપી.

ગલી બૉયની સફળતાથી ખુશ છે આલિયા

ગલી બૉયની સફળતાથી ખુશ છે આલિયા

આલિયા ભટ્ટે હાલમાં એક પછી એક હિટ ફિલ્મો આપી છે. રાજી બાદ તેમની હાલની રિલીઝ થયેલી ગલી બૉય પણ હિટ રહી છે. ફિલ્મમાં આલિયાની ભૂમિકાની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રૉય કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત સાથે આલિયા ભટ્ટની ફિલ્મ કલંક 17 એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આલિયાની રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહી છે. ફિલ્મનો લોગો લૉન્ચ કરવામાં આવી ચૂક્યો છે. આલિયા બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ખતમ કરી ચૂકી છે. આ ફિલ્મ વહેલી તકે રિલીઝ થશે. આલિયા ભટ્ટે 2012માં ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

સલમાન સાથે જોવા મળશે આલિયા

સલમાન સાથે જોવા મળશે આલિયા

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં સંજય લીલા ભણશાળીની ફિલ્મ ઈંશાઅલ્લાહમાં સલમાન ખાન સાથે જોવા મળશે. આ પહેલો મોકો હશે જ્યારે સલમાન અને આલિયા સાથે જોવા મળશે. સલમાન અને આલિયા બંનેએ સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે. આલિયાએ ફિલ્મ વિશે ટ્વીટ કર્યુ, ખુલ્લી આંખોથી સપના જોવા જોઈએ અને મે એ કર્યુ. સંજય લીલા ભણશાળી અને સલમાન એક સાથે કમાલ કરે છે. જ્યારે હું 9 વર્ષની હતી ત્યારથી ઈચ્છતી હતી કે ભણશાળીની ફિલ્મમાં કામ કરુ. લાંબી રાહ જોયા પછી આ સપનુ સાચુ પડી રહ્યુ છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ નાના ભાઈને જેલમાં જતા બચાવ્યો, અનિલ અંબાણીએ માન્યો આભારઆ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ નાના ભાઈને જેલમાં જતા બચાવ્યો, અનિલ અંબાણીએ માન્યો આભાર

English summary
Alia Bhatt gifts driver and helper Rs 50 lakh to buy house
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X