For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણની NGOના ટ્રસ્ટી પર લાગ્યો યૌન શોષણનો આરોપ

દીપિકા પાદુકોણની NGOના ટ્રસ્ટી પર લાગ્યો યૌન શોષણનો આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યૌન શોષણના આરોપો બાદ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની એનજીઓ 'ઘી લિવ લવ લાફ ફાઉન્ડેશન'એ પોતાના ટ્રસ્ટી અને ક્વાન એન્ટરટેઈનમેન્ટના ફાઉન્ડર અનિર્બાન દાસ બહલને એનજીઓથી અલગ કરી દીધા છે. અનિર્બાન દાસ પર ચાર મહિલાઓના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ટીએલએલએલ ફાઉન્ડેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લઈને જીરો ટૉલરેન્સ પૉલિસી છે અને તેઓ મહિલાઓને એક સુરક્ષિત માહોલ આપવા માટે તત્પર છે. અનિર્બાનને ક્વાનથી પણ અલગ થવાનું અલ્ટિમેટમ મળી ગયું છે.

લિવ લવ લાફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પર આરોપ

લિવ લવ લાફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પર આરોપ

દેશમાં #MeTooએ જોર પકડ્યા બાદ કેટલીય મહિલાઓના યૌન શોષણ વિરુદ્ધ બુલંદ અવાજ ઉઠી રહ્યો છે. દીપિકા પાદુકોણની એનજીઓ ધી લિવ લવ લાફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સેલિબ્રિટી મેનેજર અનિર્બાન દાસ બહલ પર પણ ચાર મહિલાઓનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. દાસ પર આરોપ લાગ્યા બાદ ફાઉન્ડેશને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે દાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

ક્વાન એન્ટરટેઈનમેન્ટથી પણ હકાલપટ્ટી થશે

ટીએલએલએલ ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને કોઈ પ્રકારના ઉત્પીડનને લઈને ફાઉન્ડેશનની જીરો ટૉલરેન્સ પૉલિસી છે. હાલમાં જ અનિર્બાન દાસ બહલ પર લાગેલ યૌન શોષણના આરોપ બાદ એમણે બોર્ડ ઑફ ટ્રસ્ટીથી પોતાનું રાજીનામું આપી દીધું છે. બોર્ડે તેનું રાજીનામું સ્વીકારી લીધું છે અને હવે તે ફાઉન્ડેશનના કોઈપણ કાર્યમાં કોઈપણ પ્રકારનો રોલ નિભાવશે નહિ. દીપિકાના એનજીઓએ કહ્યું કે તે બધા જ પીડિતોની સાથે છે.

દેશ છોડીને ભાગ્યા અનિર્બાન દાસ

દેશ છોડીને ભાગ્યા અનિર્બાન દાસ

જણાવી દઈએ કે દાસ બહલ પર ચાર મહિલાઓના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ આરોપો બાદ એમની કંપની ક્વાન એન્ટરટેઈનમેન્ટે પણ અનિર્બાનને અલગ થઈ જવા કહ્યું હતું. ક્વાને નિવેદન આપી કહ્યું કે અનિર્બાન બહાલને ક્વાનની તમામ ડ્યૂટી અને જવાબદારીઓથી તૂરંત હટવા માટે કહી દેવાયું છે. અહેવાલો મુજબ ધરપકડના ડરથી અનિર્બાન દાસ દેશ છોડીને ભાગી ગયો છે.

કુંડળીભાગ્યની શ્રદ્ધા આર્યાની રાતોરાત આવી તસવીરો વાયરલકુંડળીભાગ્યની શ્રદ્ધા આર્યાની રાતોરાત આવી તસવીરો વાયરલ

English summary
#MeToo: Deepika Padukone's Live Love Laugh Foundation's Anirban Das Blah Resigns After Sexual Harassment Allegations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X